________________
૨૧૧
પર્વ ૨ જુ રેટયંત્રોથી જાણે વરસાદને સાંકળતું હોય, ગુંજારવ કરતા મધુકરેના અવાજથી જાણે વટેમાર્ગુઓને બોલાવતા હોય અને તેની મધ્યે રહેલા તમાલ, તાલ, હિંતાલ અને ચંદનનાં વૃક્ષેથી જાણે સૂર્યનાં કિરણોના ત્રાસથી અંધકારે તેને સેવ્યો હોય તે તે બગીચે જણા હતે. આંબા, ચંબેલી, પુન્નાગ, નાગકેસર અને કેશરનાં વૃક્ષોથી જગતમાં સૌગંધ્ય લક્ષ્મીના એકછત્ર રાજ્યને તે વિસ્તાર હિતે; તાંબૂલ, ચારોલી અને દ્રાક્ષના વેલાઓના અતિ વિસ્તાર પામેલા સમૂહથી તે યુવાન પાંથાને માટે યત્ન સિવાય રતિમંડપનો વિસ્તાર કરતે હતું અને મેરુપર્વતની તળાટીથી જાણે ભદ્રશાળ વન ત્યાં આવેલું હોય તે અત્યંત મનહર તે વખતે જાતે હતો. દિગવિજ્ય કરીને ઘણે કાળે સેના સહિત પાછો હું તે બગીચા સમીપે આવ્યા, ત્યારે વાહનથી ઉતરી કૌતુકવડે પરિવાર સહિત તેમાં પેઠે. તે સમયે બગીચે જૂદા જ પ્રકારને મારા જેવામાં આવ્યું. તે વખતે હું ચિંતવવા લાગ્યો કે
શું ભ્રાંતિથી હ' બીજે સ્થળે આવ્યું ? આ શું બધું ફરી ગયું ? આ ઈદ્રજાળ તે નહી હોય? સૂર્યકિરણના પ્રસારને વારનારી તે પત્રલતા કયાં અને તાપની એક છત્ર રૂપ અપત્રતા (પત્ર રહિતપણું ) કયાં ? તે કુંજની અંદર વિશ્રાંતિ લેતી રમણીઓની રમણીયતા કયાં અને આ નિદ્રા લેતા અજગરેથી દારૂણપણું ક્યાં? તે માર અને કેયલ વિગેરેના મધુર આલાપ કયાં અને આ ચપળ એવા કાગડાના કઠેર અવાજથી થયેલ વ્યાકુળતા ક્યાં? તે લાંબા લટકતા આ વલ્કલ વસ્ત્રોનું ગાઢપણું કયાં અને આ સૂકી શાખાઓ ઉપર હીંચકા લેતા ભુજગે ક્યાં ? ખુશબેદાર પુપો એ સુગંધી કરેલી તે દિશામાં કયાં અને આ ચકલી, કપત અને કાગડા વિગેરેની વિષ્ટાની ગધતા કયાં ? પુષ્પરસનાં ઝરણાથી છટકાયેલી તે ભૂમિ કયાં અને જાજવલ્યમાન ભઠ્ઠી ઉપર સેકેલી રેતીના જેવી આ સંતાપકારી રજ કયાં? ફળોના ભારથી નમેલા તે વૃક્ષે ક્યાં અને મૂળમાં ઉધેઈ ચડવાથી પડી ગયેલા આ વૃક્ષો ક્યાં? અનેક વલીઓના વલયની લટોથી બનેલી તે વાડો કયાં અને સર્પોએ મૂકેલી કાંચળીઓથી ભયંકર થયેલી આ વાડે કયાં ? વૃક્ષોનાં તળી આમાં વ્યાપ્ત થયેલાં પુપોના ઢગલા ક્યાં અને ઉત્પન્ન થયેલા સ્થળના આ ઉત્કટ કાંટા કયાં ?” આવી રીતે તે બગીચો વિદેશ જેવામાં આવ્યા, તેથી મને વિચાર આવ્યો કે “ આ બગીચે જેમ હાલ જુદી રીતનો થઈ ગયે છે તેમ સર્વ સંસારી ઓની સ્થિતિ પણ આવી જ છે. જે માણસ પોતાના સૌંદર્યથી કામદેવને જે દેખાતું હોય તેને તે જ માણસ જ્યારે ભંયકર રોગ ગ્રસ્ત થાય છે ત્યારે કંગાળ જેવું લાગે છે, જે માણસ છટાદાર વાણીથી બહસ્પતિ જેવું બેલી શકે છે તે જ માણસ કઈ કાળે જિહા ખલિત થવાથી અત્યંત મૂંગ બની જાય છે, જે માણસ પિતાની ચાલવાની શક્તિથી જાતિવંત અશ્વની પેઠે આચરણ કરે છે તે જ માણસ કેઈ કાળે વાયુ વિગેરે રોગથી ગતિભગ્ન થઈ પાંગળા બની જાય છે, પોતાના પરાક્રમી હસ્તથી જે માણસ હતિમલ્લ જેવા આચરણ કરે છે તે જ માણસ રેગાદિકથી અસમર્થહસ્ત થતાં હૂંઠ થઈ જાય છે; પિતાની દૂરદશીં શક્તિથી જે ગીધપક્ષીની પેઠે આચરણ કરે છે તે જ પ્રાણી પરપદર્શનમાં અશક્ત થઈ આંધળો બની જાય છે. અહો ! પ્રાણીઓનાં શરીર ક્ષણવારમાં રસ્ય, ક્ષણમાં અરણ્ય, ક્ષણમાં ક્ષમ, ક્ષણમાં અક્ષમ, ક્ષણમાં દષ્ટ અને ક્ષણમાં અદષ્ટ થઈ જાય છે!!' આવી રીતે ચિંતવતા મને, જપ કરનારને મંત્રશક્તિની પેઠે સંસારવૈરાગ્ય ધારાધિરૂઢ થયો. પછી તૃણમાં. અગ્નિ સમાન અને નિર્વાણપ્રાપ્તિમાં ચિંતામણિ રતન સમાન મહાવ્રતરૂપ ચારિત્રને મેં એ મહામુનિની પાસે ગ્રહણ કર્યું.” - તેઓ એ પ્રમાણે બેલો રહ્યા એટલે ફરીથી આચાર્યવર્ય અરિંદમને પ્રણામ કરી, વિવેકી અને ભકિતવંત રાજા આ પ્રમાણે છે -“નિરીક અને મમતા રહિત આપના