________________
૨૧૬
સર્ગ ૧ લો મેઘની પેઠે શેભિત કર્યો. વિશાળ, નિર્મળ, સ્વચ્છ અને પિતાની જેવા મનોહર ગુણવાળા બે દિવ્ય અને મંગળિક વસ્ત્રો તેણે ધારણ કર્યા. પછી સર્વ રાજાઓમાં મુગટ સમાન તે રાજાએ કુમારે લાવેલા માણિજ્ય અને સુવર્ણના મુગટને મસ્તક ઉપર ધારણ કર્યો. ગુણરૂપી આભૂષણને ધારણ કરનાર તે રાજાએ હાર, બાજુબંધ અને કુંડળ વિગેરે બીજાં આભૂષણે પહેર્યા, જાણે બીજો કલ્પવૃક્ષ હોય એવા તે રાજાએ ૨ન, કાંચન, રૂખ્ય, વસ્ત્ર અને બીજું જે કાંઈ યાચકેએ માગ્યું તે દાનમાં આપ્યું. પછી જેમ પુષ્પક વિમાનમાં બેસે તેમ નરકુંજર એવા તે વિમલવાહન રાજા સે પુરુષ એ વહન કરવા યે શિબિકામાં આરૂઢ થયા. જાણે સાક્ષાત્ ત્રણ રત્ન એ આવીને તેને સેવ્યું હોય તેમ વેત છત્ર અને બે ચામરો તેને સેવવા લાગ્યા. જાણે મળેલા બે મિત્રો હોય તેમ ચારણ-ભાટને કોલાહલ અને વાજિંત્રોને તારશબ્દ પુરુષોને હર્ષ આપવા લાગ્યો. તેથી જેમ ગ્રહપતિ શેભે તેમ પાછળ, આગળ અને બંને પડખે રહેલા શ્રીમાન સામંત રાજાઓથી તે શાભવા લાગ્યા. નમેલા ડીંટવાળા કમળની જેમ વળેલી ગ્રીવાવાળા અને આજ્ઞાને ઈચ્છનાર દ્વારપાળની પેઠે રાજકુમાર આગળ ચાલવા લાગ્યા. સંપૂર્ણ જળકુંભને ગ્રહણ કરનારી નગરસ્ત્રીઓ પગલે મંગળ કરી અનુક્રમે તેને જોવા લાગી. વિચિત્ર પ્રકારના માંચડાએથી વ્યાસ, પતાકાની પંક્તિઓથી ભરવાળા અને યક્ષકર્દમે પંકિલ થયેલા રાજમાર્ગને પવિત્ર કરતે તે ચાલવા લાગ્યો. દરેક માંચડે ગંધર્વવર્ગના જેવા સંગીતપૂર્વક અન્ય અન્ય વનિતાએ કરેલા આરાત્રિક મંગળને ગ્રહણ કરતું હતું. જાણે ચિત્રમાં આલેખેલા હોય તેવા પ્રફુલ્લિત અને નિશ્ચી નેત્રોવડે દૂરથી નગરલકોએ અદષ્ટપૂર્વની પેઠે તે જોવાતું હતું. જાણે મંત્રબળથી આકર્ષણ કર્યા હોય વા કામણ કર્યા હોય અને વાણીથી બંધાઈ ગયા હોય તેવા સર્વ લેકેથી તે ઘણી રીતે અનસરાતો હતો. એવી રીતે પુણ્યના ધામરૂપ તે રાજા અ રંદમાચાર્યના ચરણકમળથી પવિત્ર થયેલા ઉદ્યાન સમીપે આવ્યું, એટલે શિબિકામાંથી ઉતરીને પગે ચાલતા તેણે તપસ્વીઓના મનની પેઠે ઉદ્યાનમાં પ્રવેશ કર્યો. પછી રાજાએ ભુજા પરથી પૃથ્વીને ભારની પેઠે સર્વ આભૂષણે ઉતાર્યા. કામદેવના શાસનની પેઠે તેણે મસ્તક ઉપર ચિરકાળથી ધારણ કરેલી માળાને છેડી દીધી. પછી આયાર્યના વામપાર્વે રડી ત્યવંદન કરી આચાર્યો અ.પેલાં રજોહરણાદિ મુનિચિહ્નને તેણે ધારણ કર્યા. “હું સર્વ સાવદ્યોગનું પ્રત્યાખ્યાન કરું છું” એમ કહી પાંચ મુષ્ટિવડે કેશને લેચ કર્યો. તત્કાળ ગ્રહણ કરેલા વ્રતીલિંગથી જાણે બાળપણથી જ વ્રતધારી હોય તે તે મેટા મનવાળો રાજા ભવા લાગે. પછી પ્રદક્ષિણા પૂર્વક ગુરુને વંદન કરી અને ગુરુ એ ધર્મદેશના આપવા માંડી.
આ અપાર સંસારમાં સમુદ્રની અંદર દક્ષિણાવર્ત શંખની જેમ મનુષ્ય જન્મ કવચિત્ પ્રાપ્ત થાય છે. કદાપિ મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય તો પણ બેધિબીજ પ્રાપ્ત થવું બહુ દુર્લભ છે કદાપિ તે પ્રાપ્ત થાય પણ મહાવ્રત (ચારિત્ર) ના યુગ તે “ પુણ્યગથી જ પ્રાપ્ત થાય છે, જ્યાં સુધી વર્ષાઋતુ સંબંધી મેઘ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જ પૃથ્વી ઉપર સૂર્યને સંતાપ થાય છે, જયાં સુધી કેસરીસિંહ ન આવે ત્યાં સુધી જ હાથીઓથી વનનો ભંગ થાય છે, જ્યાં સુધી સૂર્યને ઉદય ન થાય ત્યાં સુધી જ જગત અંધકારથી અંધ રહે છે, જ્યાં સુધી પક્ષીઓને રાજા ગરૂડ ન હોય ત્યાં સુધી જ પ્રાણીઓને સપનો ભય લાગે છે અને જ્યાં સુધી કલ્પવૃક્ષ મળે નહિ ત્યાં “ સુધી જ પ્રાણીઓને દારિદ્રષ્ય રહે છે, તેમજ જ્યાં સુધી મહાવ્રત પ્રાપ્ત કર્યું નથી
ત્યાં સુધી જ પ્રાણીઓને સંસારનો ભય લાગે છે. આરોગ્ય, રૂપ, લાવણ્ય, દીર્ઘ આયુષ,