________________
૨૨૮
સર્ગ ૨ જે
કે જેમણે આવા પુત્રરત્નને જન્મ આપ્યો છે. અમે રુચક દ્વીપની મધ્યમાં રહેનારી દિકુમારીએ છીએ. અહંતનાં જન્મકૃત્ય કરવાને અમે અહીં આવેલી છીએ, માટે તમારે અમારાથી જરા પણ ભય રાખ નહિ.' એમ કહી પ્રભુનું નાભિનાળ ચાર આંગળ રાખી બાકી છેદી નાખ્યું. પછી તે નાળને ભૂમિમાં ખાડો ખોદીને નિધિની પેઠે સ્થાપન કર્યું અને રત્ન તથા હીરાથી ખાડાને પૂરી દીધું. તત્કાળ ઉત્પન્ન થયેલી દૂર્વાથી તે ખાડા ઉપર પીઠિકા બાંધી લીધી. દેવતાના પ્રભાવથી ઉદ્યાન પણ તત્કાળ ઉત્પન્ન થાય છે. પછી તેમણે સૂતિકાગ્રહની ત્રણ દિશામાં ક્ષણવારમાં લક્ષ્મીના ગૃહરૂપ ત્રણ કદલીગૃહો તૈયાર કર્યા. તે દરેકની મધ્યમાં ચતુશાલ કરી તેની વચમાં એકેકું મોટું રત્નસિંહાસન રચ્યું. પછી તે કુમારિકાએ પિતાના કરમાં પ્રભુને અને ભુજા ઉપર માતાને રાખી દક્ષિણ કદલીગૃહમાં ગઈ. ત્યાં ચતુઃશાલની અંદર ઉત્તમ રત્નસિંહાસન ઉપર સ્વામીને અને માતાને સુખેથી બેસાડ્યાં. અને પોતે જાતે સંવાહિકા થઈને સુખે કરન્યાસ કરી શતપાકાદિ તેલથી તે બંનેને અભ્યશન કર્યું, સુગંધી દ્રવ્ય અને સૂક્ષમ પીઠીથી ક્ષણવારમાં રત્નદર્પણની પેઠે તે બંનેને ઉદ્વર્તન કર્યું, પછી ત્યાંથી પૂર્વવત્ તેમને પૂર્વ દિશાના કદલીગૃહમાં લઈ ગઈ. ત્યાં ચતુશાલમાં રત્નના ઉત્તમ સિંહાસન ઉપર પ્રભુને અને માતાને સુખે બેસાડી ગંદક, પુષ્પાદક અને શુદ્ધોદકથી જાણે જન્મથી શિક્ષિત થયેલી હોય તેમ તેઓએ સ્નાન કરાવ્યું. ચિરકાળે ઉપયોગમાં આવેલી પિતાની શક્તિથી કતાર્થતાને માનતી એમણે તેમને વિચિત્ર રત્નનાં અલંકાર પહેરાવ્યાં. પછી પૂર્વની પેઠે તેમને લઈ ઉત્તર દિશાના મનહર કદલીગૃહમાં તેઓ આવી. ત્યાં તેમને ચતુશાલમાં સિંહાસન ઉપર બેસાડ્યાં, તે સમયે તે બંને પર્વત ઉપર બેઠેલ સિંહણ અને તેના પુત્રની શેભાને ધારણ કરતા હતા. ત્યાં તેમણે ક્ષણવારમાં આભિગિક દેવતાઓ પાસે ક્ષુદ્રહિમાચલ ઉપરથી ગે શીર્ષચંદનનાં કાછો મંગાવ્યાં. પછી અરણીના કાષ્ઠને મથીને અગ્નિ ઉત્પન્ન કર્યો. ચંદનના કાઠને ઘસવાથી પણ અગ્નિ ઉત્પન્ન થાય છે, ચોતરફથી ગશીર્ષ ચંદનના સમિધ કરીને તે દેવીઓએ આહિતાગ્નિની પેઠે તે અગ્નિને પ્રજવલિત કર્યો. તે અગ્નિના હેમથી ભૂતિકર્મ કરીને ભક્તિથી ઉન્નત થયેલી તે દેવીઓએ માતાને અને નિંદ્રને રક્ષાગ્રંથિ બાંધી અને ભગવંતના કર્ણમાં “તમે પર્વતની જેવા આયુષ્યવાળા થાઓ” એમ કહી તેઓએ પરસ્પર રત્નપાષાણને બે ગોળાઓને આસ્ફાલન કર્યા. પછી પ્રભુને કરતલમાં અને વિજયાદેવીને ભુજા ઉપર ગ્રહણ કરીને સૂતિકા ગૃહમાં લઈ ગઈ અને તેમને શય્યા ઉપર આરૂઢ કર્યા. પછી સ્વામી અને તેમની માતાના ઉજજવલ ગુણોને સારી રીતે ગાયન કરતી તેઓ થોડે દૂર ઊભી રહી.
તે સમયે સૌધર્મ દેવકમાં વૈભવવાળો, કોટી દેવતાઓ તથા કેટી અપ્સરાઓએ પરવરેલા, જેના પરાક્રમની કટિ ચારણે એ સ્તુતિ કરેલી છે, જેના ગુણસમૂહને ઘણી રીતે ગંધર્વોએ ગાયેલા છે, વારાંગનાઓ જેની બંને તરફ ચામર ઢોળે છે, મસ્તક ઉપર રહેલા અતિ મનોહર ત છત્રથી જે શોભી રહ્યો છે અને સુધર્મા સભામાં જેનું સુખકારી સિંહાસન છે એ શદ્ર પોતાના સિંહાસન ઉપર બેઠેલે છે તેનું આસન કંપા યમાન થયું. અનિકંપને લીધે શક કપના આટાપથી વિસંસ્થૂલ થઈ ગયે. તેના અધ કંપવા લાગ્યા, તેથી કુરાયમાન જવાળાવાળે જાણે અગ્નિ હોય તે જણાવા લાગે. ધૂમકેતુવાળું જાણે આકાશ હોય તેમ ચડાવેલી પ્રચંડ ભ્રકુટીથી તે ભયંકર દેખાવા લા, મદાવિષ્ટ હાથીની જેમ તેનું મુખ તામ્રવણું થઈ ગયું અને ઉછળતા તરંગ