________________
સર્ગ ૨ જે
૨૨૪
આ તેમનું ગોરું મુખ
કઈ સુધી વિસ્તૃત થયરીને ઉજાળેલી સુવર્ણ
વસ્ત્રાલંકારે શોભતા રાજાની આજ્ઞાથી પિતપોતાને સ્થાનકે ગયા. ગંગા અને સિંધુ જેમ સમુદ્રમાં જાય તેમ વિજયા અને વૈજયંતી હર્ષ પામતી પિતાના વાસગૃહમાં ગઈ
પછી ઈદ્રની આજ્ઞાથી દેવ (વૈમાનિક) અને અસુર (ભુવનપતિ) ની સ્ત્રીઓએ વિજયાદેવીને સેવવાને આ પ્રમાણે આરંભ કર્યો-વાયુકુમાર દેવતાની રમણીઓ દરરોજ આવીને તેમના ગૃહમાંથી રજ, કાક અને તૃણાદિક દૂર કરવા લાગી, મેઘકુમારની દેવીએ દાસીની જેમ તેમના આંગણાની ભૂમિનું ગંધદકથી સિંચન કરવા લાગી, છ ઋતુની અધિછાતા દેવીઓ જાણે ગર્ભમાં રહેલા પ્રભુને હમેશાં અર્થ આપવાને ઉદ્યમવંત થઈ હોય તેમ ત્યાં પંચવણ પુષ્પની વૃષ્ટિ કરવા લાગી, મહાદેવીના ભાવને જાણનારી જ્યોતિષ્ક દેવીઓ સમયને અનુકુળ તેમ સુખકારી લાગે તે પ્રમાણે પ્રકાશ કરવા લાગી, વનદેવીઓ દાસીની જેમ તોરણાદિક રચવા લાગી અને અન્ય દેવાંગનાઓ બંદીસેકની સ્ત્રીઓની જેમ વિજયા“દેવીની સ્તુતિ કરવા લાગી. એવી રીતે સર્વ દેવીઓ પિોતાના અધિદેવતાની જેમ પ્રતિદીન તેમની અધિક અધિક સેવા કરવા લાગી. મેઘઘટા જેમ સૂર્યના બિંબને અને પૃથ્વી જેમ નિધાનને ધારણ કરે તેમ મહાદેવી વિજયા અને વૈજયંતી ગર્ભને વહન કરવા લાગી. જળસંપૂર્ણ તલાવડી જેમ મધ્યમાં ઊગેલા સુવર્ણ કમળથી અધિક શોભે તેમ સ્વભાવે સુંદર એવી તે બંને દેવીએ ગર્ભ ધારણ કરવાથી અધિક શોભવા લાગી. સુવર્ણની કાંતિના જેવું તેમનું ગોરું મુખકમળ હાથીને દાંતને છેદવાથી થયેલી કાંતિના જેવી પીળાશને ધારણ કરવા લાગ્યું. સ્વભાવથી કર્ણ સુધી વિસ્તૃત થયેલાં તેમનાં ચન શરઋતુના કમળની જેમ અધિક વિકાસ પામવા લાગ્યા. તત્કાળ માજન કરીને ઉજાળેલી સુવર્ણશલાકાની જેમ તેમનું લાવણ્ય અધિક વધવા લાગ્યું. નિરંતર મંથરગતિ (મંદગતિ)એ ચાલનારી તે દેવીઓ મદથી આળસુ થયેલી રાજહંસીની જેમ અતિ મંદપણે ચાલવા લાગી. બન્નેના સુખદાયક ગર્ભ નદીમાં ઊગેલ કમળનાળની જેમ અને છીપમાં ઉત્પન્ન થયેલ મૌક્તિક રનની જેમ અતિ ગૂઢ રીતે વૃદ્ધિ પામવા લાગ્યા.
એમ નવ માસ અને સાડાઆઠ દિવસ વ્યતીત થયે માઘ માસની શુકલ અષ્ટમીને દિવસે શુભ મુહૂર્તે સર્વ ગ્રહો ઊંચ સ્થાને રહ્યા હતા તે સમયે રોહિણી નક્ષત્રમાં સત્ય અને પ્રિય વાણી જેમ પુણ્યને જન્મ આપે તેમ વિજયાદેવીએ ગજલાંછનવાળા એક પુત્રને જન્મ આપ્યો. દેવીને અને પુત્રને પ્રસવ સંબંધી કાંઈ પણ દુઃખ થયું નહી; કારણ કે તીર્થકરોના તે સ્વાભાવિક પ્રભાવ છે. તે સમયે અકાળે ઉત્પન્ન થયેલ, મેઘ વિનાની વિજળીના પ્રકાશ જે ક્ષણવાર ત્રણ ભુવનમાં ઉદ્યોત થઈ રહ્યો. શરઋતુમાં પાંને વાદળાની છાયાના સુખની જેમ ક્ષણવાર નારકીઓને પણ સુખ ઉત્પન્ન થયું. શરદઋતુમાં જળની જેમ સર્વ દિશામાં પ્રસન્નતા થઈ અને પ્રાતઃકાળે કમલેની જેમ લોકોને અધિક ઉલાસ થયો. ભૂમિમાં પ્રસરતો પવન જાણે ભૂતલમાંથી ઉત્પન્ન થતું હોય તેમ અનુકૂળ થઈ દક્ષિણ તરફ મંદમંદ વાવા લાગે. ચોતરફ શુભસૂચક શકુને થવા લાગ્યાં, કારણ કે મહાત્માના જન્મથી સર્વ સારું જ થાય છે. આ તે સમયે પ્રભુની પાસે જવાની ઈચ્છાથી જાણે ઉત્સુક થયાં હોય તેવાં દિકુમારીએનાં આસનો કંપાયમાન થયાં. સુંદર મુગટમણિની કાંતિના પ્રસારના મિષથી જાણે તેમણે ઉજજવળ કસુંબી વસ્ત્રના બુરખા ધર્યા હોય તેવી તે દિશાકુમારીએ શોભતી હતી. અમૃતઊર્મિઓથી ઉભરાતા જાણે સુધાકુંડ હોય તેવાં સ્વપ્રભાથી સંપૂર્ણ પૂરાયેલાં મોતીનાં કુંડળ