________________
પર્વ ૨ જું
રર૫ તેમણે પહેર્યા હતાં, કુંડળાકારે હોવાથી ઈન્દ્રધનુષની શોભાને અનુસરતા અને વિચિત્ર મણિઓથી રચેલાં કંઠાભરણે તેમણે ધારણ કર્યા હતાં, રત્નગિરિના શિખર ઉપરથી પડતા નિર્ઝરણાની શોભાને હરનારા સ્તન ઉપર રહેલા મુક્તાહારથી તેઓ મનહર લાગતી હતી, કામદેવે સ્થાપન કરેલાં જાણે સુંદર ભાથાં હોય તેવા માણિક્યનાં કંકણથી તેમની ભુજાવલ્લી શોભતી હતી, જગતને જય કરવા ઈચ્છતા કામદેવને માટે જાણે પણ તૈયાર કરી હોય તેવી અમૂલ્ય રતનોએ રચેલી કટીમેખલાને તેઓ ધારણ કરતી, તેના અંગનાં કિરણથી જીતાયેલા સર્વ તિષ્ક દેનાં કિરણોથી જાણે તેમના ચરણકમળમાં લગ્ન થયા હેય તેવા રત્નના નુપૂરોથી તેઓ વિરાજતી હતી. તેઓમાં કેઈની અંગકાંતિ પ્રિયંગુ વૃક્ષની જેવી શ્યામ હતી, કઈ પિતાની કાંતિથી આકાશમાં તાલીવનને વિસ્તાર કરતી હોય તેવી જણાતી હતી, કેઈ બાળસૂર્યની જેવી પોતાની કાંતિ ફેલાવતી હતી, કોઈ ચંદ્રિકાની જેમ પોતાની કાંતિથી પોતાના આત્માને સ્નાન કરાવતી હતી, કઈ પિતાની કાંતિથી દિશાઓને કનકસૂત્ર આપતી હતી અને કોઈ જાણે વૌડુર્યમણિની પૂતળીઓ હોય તેવી કાંતિવાળી જણાતી હતી. ગોળાકાર સ્તનોથી જાણે ચક્રવાકયુગ્મ સહિત નદીઓ હોય, લીલાયુક્ત ગતિથી જાણે રાજહંસીઓ હોય, કેમળ હસ્તોથી જાણે પલવ સહિત લતાએ હોય, સુંદર ભેચનથી જાણે વિકસિત પદ્મવાળી પદ્મિનીઓ હોય, લાવણ્યપૂરથી જાણે જળ સહિત વાપિકાઓ હોય અને અપૂર્વ સૌંદર્યથી જાણે કામદેવની અધિદેવતા હોય તેવી તે શેભતી હતી. એ પ્રમાણેના સ્વરૂપને ધારણ કરતી તે છપ્પન દિશાકુમારીએાએ પોતાનાં આસન કંપાયમાન થતાં સંભ્રમથી તત્કાળ અવધિજ્ઞાને જોયું. એક સાથે સર્વે ને વિજયાદેવીની કુક્ષિથી તીર્થકરને પવિત્ર જન્મ જાણવામાં આવ્યું. તેઓ ચિંતવવા લાગી કે--
આ જમ્બુદ્વીપમાં દક્ષિણ ભરતાદ્ધના મધ્ય ભાગમાં વિનીતાનગરીની અંદર ઇવાકુ કુળમાં જન્મેલા જિતશત્રુ રાજાની વિજયાદેવી નમે ધર્મપત્નીથી આ અવસર્પિણીમાં ત્રણ જ્ઞાનને ધારણ કરનાર શ્રીમાન બીજા તીર્થકર ભગવાન ઉત્પન્ન થયેલા છે. ' એમ વિચારી, આસનથી ઉઠી. હર્ષ સહિત તીર્થકર દિશા તરફ સાત આઠ પગલાં ચાલી, જાણે મનને આગળ કર્યું હોય તેમ પ્રભુને નમી, શક્રસ્તવથી સર્વેએ ભક્તિપૂર્વક વંદના કરી. પછી ફરી પોતાનાં રત્નસિંહાસન ઉપર બેસી તેઓએ પોતપોતાના આભિયોગિક દેવતાઓને આ પ્રમાણે આજ્ઞા કરી
અહે દેવતાઓ ! આજે અમારે દક્ષિણ ભરતાદ્ધિમાં ઉત્પન્ન થયેલા બીજા તીર્થ”. કરનું સૂતિકાકર્મ કરવાને જવું છે માટે વિસ્તાર ગર્ભવાળા અને મોટા પ્રમાણવાળા વિવિધ રત્નમય વિમાનો અમારે માટે વિકુ.” તેઓને એ આદેશ થતાં ઘણું શક્તિવાળા તે દેવતાઓએ તત્કાળ વિમાન રચીને તેમને બતાવ્યાં. તે વિમાનો હજારો સુવર્ણ કુંભેથી ઉત હતાં, પતાકાઓથી વૈમાનિક દેવતાનાં વિમાનના જાણે પલ્લવ હોય તેવાં જણાતાં હતાં, તાંડવશ્રમથી શ્રાંત થયેલી નર્તકીઓના સમૂહ હોય તેવી પૂતળીઓથી શોભતા મણિ સ્તંભવડે તે સુંદર લાગતાં હતાં, ઘંટા એના ઘોષના આડંબરથી હાથીઓને અનુસરતાં હતાં, અવાજ કરતી ઘુઘરીઓના સમૂહથી વાચાળ જણાતાં હતાં, લક્ષ્મીનાં જાણે આસન હોય તેવી વાવેદિકાઓથી સુંદર દીસતાં હતાં, અને પ્રસરતી હજારે કાંતિઓ (કિરણો)થી જાણે સૂર્યબિંબ હોય તેવાં જણતાં હતાં. તેની ચોતરફથી ભીંતે અને સ્તંભોના પાટડા રનમય ઈહામૃગ, ઋષભ, ઘોડા, પુરુષ, મૃગ, મગર, હંસ, શરભ, ચામર, હાથી, કિનર, વનલતા અને પદ્મલતાના સમૂહાથી અંકિત કરેલાં હતાં,
૨૯