________________
સગ ૨ જે
રરર
રહી હતી. તે ગૃહની અંદર બંને તરફ ઊંચી, મધ્ય ભાગમાં જરા નીચી, હંસની રેમલતાના રૂથી ભરેલી, ઓશીકાથી શોભતી અને ઉજજવળ ઓછાડ સહિત એવી સુંદર શય્યા ઉપર રહેલા વિજયાદેવી ગંગાના તીર ઉપર રહેલી હંસલીની જેમ ઈદ્રાના જોવામાં આવ્યા. પિતાને ઓળખાવી, તેમને નમસ્કાર કરી તેમણે તીર્થકરના જન્મને સૂચવનારું સ્વપ્નનું ફળ કહ્યું. પછી સૌધર્મેદ્ર કુબેરને આજ્ઞા કરી કે “ જેમ ઋષભદેવ રાજ્યની આદિમાં તમે આ નગરીને રત્નાદિકથી પૂરેલી હતી તેવી રીતે વસંતમાસ જેમ નવીન પન્નુવાદિકથી ઉદ્યાનને નવું કરે તેમ આ નગરીને નવીન ગૃહ વિગેરેથી નવી કરો અને મેઘ જેમ જળવડે પૃથ્વીને પૂરે તેમ સુવર્ણ ધન, ધાન્ય અને વસ્ત્રોથી ચિતરફ આ નગરીને પૂરી ઘો.” એવી રીતે કહી શક અને બીજા સર્વ ઈદ્રાએ નંદીશ્વર દ્વીપે જઈ શાશ્વત અહંતની પ્રતિમા ને અષ્ટાહ્નિકા ઉત્સવ કર્યો અને ત્યાંથી સર્વે પિતાને સ્થાનકે ગયા. કુબેર પણ ઈદ્રની આજ્ઞા પ્રમાણે કરીને ત્યાંથી પિતાની અલકાપુરીમાં ગયા. જાણે મેરુપર્વતનાં શિખરે હોય તેવા ઊંચા સુવર્ણના રાશિથી, જાણે વૈતાઢય પર્વતના શિખર હોય તેવા રૂપાના ઢગલાઓથી, જાણે રત્નાકરનું સર્વસ્વ હોય તેવા રત્નોના ઢગલાથી, જગતના હર્ષનાં જાણે બીજ હોય તેવાં સત્તર પ્રકારના ધાન્યથી, સર્વ કલ્પવૃક્ષોથી જાણે લાવ્યા હોય તેવાં વસ્ત્રાથી,
તિષ્ક દેવતાઓને જાણે રથ હોય તેવાં અતિ સુંદર વાહનોથી તથા દરેક ગૃહ, દરેક દુકાન અને દરેક ચેક નવા કરવાથી ધનદે પૂરેલી તે નગરી અલકાપુરી જેવી શોભવા લાગી.
તે જ રાત્રિએ સુમિત્રની સ્ત્રી જયંતી જેનું બીજું નામ યશેમતી હતું તેમણે પણ તે જ ચૌદ સ્વપ્ન જોયા. કુમુદિનીની પેઠે અધિક હર્ષ ધરતી તે વિજયા અને વૈજયંતીએ બાકી રહેલી રાત્રિ જાગ્રતપણે જ નિર્ગમન કરી. સ્વામિની વિજયાએ પ્રાતઃકાળે તે સ્વપ્નવૃત્તાંત જિતશત્રુ રાજાને કહ્યું અને વૈજયંતીએ સુમિત્રવિજયને કહ્યો. વિજય દેવીનાં તે સ્વપ્ન સરલ મને વિચારી જિતશત્રુ રાજા તેનું ફળ આવી રીતે કહેવા લાગ્યાઃ “હે મહાદેવિ ! ગુણેથી જેમ યશની વૃદ્ધિ થાય, શાસ્ત્રાભ્યાસથી જેમ વિશેષ જ્ઞાનની સંપત્તિ થાય અને સૂર્યનાં કિરણોથી જેમ જગતમાં ઉદ્યોત થાય તેમ આ સ્વપ્નથી તમારે પણ ઉત્કૃષ્ટ એ પુત્ર થશે.” એવી રીતે રાજા સ્વપ્નનું ફળ વિસ્તારતા હતા, એવામાં પ્રતિહારીએ નિવેદન કરેલા સુમિત્રવિજય ત્યાં આવ્યા. પંચાંગે ભૂતલને સ્પર્શ કરવાપૂર્વક રાજાને દેવવત્ નમસ્કાર કરી તેઓ યથાસ્થાને બેઠા. ક્ષણવાર રહી ફરીથી તે કુમારે ભકિતથી અંજલિ જોડી આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી કે “આજની રાત્રિના છેલ્લા પ્રહરે આપની વધુ વૈજયંતીએ મુખમાં પ્રવેશ કરતાં એવાં સ્વપ્ન જોયાં છે, તે આ પ્રમાણે–ગર્જનાથી દિગ્ગજને પણ જેય કરનાર હસ્તી, ઊંચી કોંઢવાળો અને ઉજજવળ આકૃતિવાળે વૃષભ, ઊંચી કેશાવળીની પંકિતએ પ્રકાશિત મુખવાળો કેસરી, બંને તરફ એકેક હસ્તીએ અભિષેક કરાતી લક્ષ્મી, ઈદ્રધનુષ્યની જેવી પંચવણ પુષ્પોની માળા, અમૃતકુંડની જે સંપૂર્ણ મંડળવાળો ચંદ્ર, સર્વ વિશ્વના એકત્ર કરેલા પ્રતાપવાળો હોય તેવો સૂર્ય, ગુલતી પતાકાવાળો દિવ્ય રત્નમય મહાધ્વજ, નવાં શ્વેત કમળોથી મુખ પર આછાર્દિત થયેલે પૂર્ણકુંભ, જાણે હજાર નેત્રવાળું હોય તેવું વિકસિત કમળોએ શોભતુ પઘસવર, તરંગોથી જેણે આકાશને ડુબાવવા ઈચ્છતા હોય તે સમૃદ્ધ ઈદ્રના સામાનિક દેવાના વિમાનની જેવું મટી ઋદ્ધિવાળું વિમાન, રતનાચળને જાણે સર હોય તે ફુરણાયમાન કાંતિવાળા રત્નકુંજ અને પિતાની શિખાથી આકાશને પલ્લવિત કરતે નિઈમ અગ્નિ-એવા ચૌદ વ તેણે જોયા છે. તેનું ફળ તત્ત્વથી આપ જાણે છે અને