________________
૨૧૭
પર્વ ૨ જું
મોટી સમૃદ્ધિ, હુકમ, ઐશ્વર્ય, પ્રતાપીપણું, સામ્રાજ્ય, ચક્રવર્તીપણું, દેવપણું, સામાન્ય “નિકપણું, ઇંદ્રપણું, અહમિંદ્રપણું, સિદ્ધતા અને તીર્થંકરપણું એ સર્વ આ મહાવતનું
જ ફળ છે. એક દિવસ પણ નિર્મોહ થઈને વ્રત પાળનાર માણસ કદાપિ જે તે ભવે મોક્ષ “ ન પામે તો પણ સ્વર્ગગામી તે અવશ્ય થાય છે; તે જે મહાભાગ તૃણની પેઠે સર્વ “લક્ષમીને છોડી દીક્ષા ગ્રહણ કરી ચિરકાળ ચારિત્ર પાળે છે તેની તે શી વાત?”
એવી રીતે અરિદમ મહામુનિએ દેશના આપી અન્યત્ર વિહાર કર્યો; કારણ કે મુનિઓ એક ઠેકાણે રહેતા નથી. પછી ગ્રામ, પુર, અરણ્ય, આકાર અને દ્રોણ વિગેરેમાં તે વિમલવાહન મુનિએ ગુરુની સાથે છાયાની પેઠે વિહાર કર્યો. સૂર્યની કાંતિથી સર્વ લેક આક્રાંત થયા પછી જીવરક્ષાને માટે માર્ગે યુગમાત્ર દષ્ટિ આપી ઈર્યામાં વિચક્ષણ એવા તે ઋષિ વિહાર કરતા હતા (ઇર્યાસમિતિ), ભાષા સમિતિમાં ચતુર એવા તે મુનિ નિરવદ્ય, મિત અને સર્વજનને હિતકારી વાણી બેલતા હતા (ભાષાસમિતિ). એષણાનિપુણ એવા એ મહામુનિ બેંતાલીશ ભિક્ષાદેશે અદુષિત એવા પિંડને પારણના દિવસે ગ્રહણ કરતા હતા ( એષણા સમિતિ ), ગ્રહણ કરવામાં ચતુર એવા તે મુનિ આસન વિગેરેને જોઈ, યત્નથી તેની પ્રતિલેખના કરી લેતા-મૂકતા હતા (આદાનનિક્ષેપણસમિતિ ) અને સર્વ પ્રાણીઓ ઉપર દયાળુ એવા તે મહાત્મા કફ, મૂત્ર અને મળ વિગેરે પદાર્થો નિર્જીવ પૃથ્વી ઉપર છોડતા હતા (પારિષ્ઠાપનિકાસમિતિ) કલ્પનાજાળથી મુક્ત અને સમતામાં રહેલા પિતાના મનને તે મહામુનિએ ગુણરૂપી વૃક્ષોના આરામની અંદર આરામ લેનારું કર્યું હતું ( મનગુપ્તિ). ઘણું કરીને સંજ્ઞાદિકના પણ પરિહાર સહિત તેઓ મૌનપણે રહેતા હતા. કદીપિ ત અનુગ્રાહ્ય પુરુષના આગ્રહથી બોલતા તો મિત, ભાષણુથી જ બોલતા હતા. (વચનગુપ્તિ). સ્કંધને ખુજલી કરવાની ઈચ્છાવાળા મહિષ વિગેરે સ્તંભબુદ્ધિથી તેમના શરીર સાથે ઘર્ષણ કરતા હતા તથાપિ તે કાર્યોત્સર્ગને છોડતા ન હતા. શયન, આસન, નિક્ષેપ, આદાન અને ચંક્રમણ (વિહાર) વિગેરે સ્થાનોમાં હમેશાં તે મહામનવાળા મુનિ કાયષ્ટાનું નિયમન કરતા હતા (કાયગુપ્તિ). એવી રીતે મહામુનિ ચારિત્રવાળા મુનિ કાયચેષ્ટાનું નિયમન કરતા હતા (કાયગુપ્તિ). એવી રીતે મહામુનિ ચારિત્રરૂપી શરીરને ઉત્પન્ન કરવામાં અને શેધન કરવામાં માતારૂપ એવી પાંચ સમિતિ અને ત્રણ ગુણિરૂપ આઠ પ્રવચન-માતાને ધારણ કરતા હતા. . સુધાથી આર્ત થતા છતાં પણ શકિતસંપન્ન થઈને એષણાને ઉલ્લંધન કર્યા સિવાય અદીન અને અવિહળ થઈ એ વિદ્વાન મુનિ સંયમયાત્રાને માટે ઉદ્યમ કરતા વિચરતા હતા (સુધાપરિસહ ૧) માર્ગમાં જતાં તૃષિત થયા તે પણ એ તત્વવેત્તા મુનિ દીનપણું આદરીને કાચા પાણીને ઈચ્છતા નહીં, પણ પ્રાસુક જળને ગ્રહણ કરતા હતા (તૃષાપરિસહ ૨). શીતવડે પીડા પામતા અને ત્વચા ઉપર વસ્ત્રના રક્ષણ રહિત છતાં પણ એ મહાત્મા અકખ્ય વસ્ત્રને લેતા નહીં. તેમજ અગ્નિ પણ સળગાવતા નહીં અને તાપતાં પણ નહીં (શીત પરિસહ ૩ ). ઉનાળામાં તડકાથી તપેલા તે મુનિ ઉષ્ણતાને નિદતા નહી તેમજ છાયાને પણ સંભારતા નહીં. કેઈ વખત પંખાનો ઉપયોગ કરતા નહી, મજજન કરતા નહીં કે વિલેપન પણ કરતા નહીં ( ઉણુ પરિસહ ૪). ડાંસ અને મસલા વિગેરે કરડતા તે પણ તે મહાત્મા સર્વની ભજનની લોલુપતા જાણતા, તેથી તેમના ઉપર દ્વેષ કરતા નહીં અને તેમને ઉડાડતા નહીં; તેમને નિરાશ ન કરતાં તેમની