________________
૨૦૯
પર્વ ૨ જું “એવી દુષ્કર સામગ્રી પામ્યા છતાં પણ, જે પ્રાણી પિતાના કલ્યાણને માટે યત્ન કરતો “ નથી તે તૈયાર રસઈ મળ્યા છતાં ભૂખ્યા બેસી રહેનાર માણસ જેવો છે. ઊર્ધ્વગતિ “(સ્વર્ગાદિ) અને અર્ધગતિ (નર્માદિ) બંને પિતાને આધીન છે, તો પણ જડબુદ્ધિ પ્રાણી
જળની પેઠે અધે મુખે જ દોડે છે. હું સમય આવશે એટલે સ્વાર્થને સાધીશ” “ એ વિચાર રાખીને ધર્મકાર્યથી દૂર રહેનારાઓને ધર્મકાર્ય કર્યા અગાઉ જ વગડામાં “ તસ્કરની પેઠે યમદૂતો આવીને લઈ જાય છે. પાપ કરીને જેઓનું પોષણ કરેલું એવા “સર્વ સ્વજનોના જતાં છતાં પણ કાળ, રાંક જેવા રક્ષણ રહિત જંતુને અકસ્માત “આવીને લઈ જાય છે. ત્યાંથી નરકગતિને પ્રાપ્ત થયેલી પ્રાણી ત્યાં અનંત વેદના ભગવે
છે, કારણ કે માણસને ઋણની માફક કમ પણ જન્માંતરમાં સાથે દેડનારા છે. આ “મારી માતા, આ મારો પિતા, આ મારો ભ્રાતા અને આ મારે પુત્ર એવી જે મમતા“બુદ્ધિ છે તે મિથ્યા છે; કારણ કે આ શરીર પણ પોતાનું નથી. જુદા જુદા સ્થાન“(ગતિ) થી આવેલા એવા એ માતાપિતાદિકની સ્થિતિ, વૃક્ષ પર આવી રહેલા પક્ષીની
પેઠે એક ઠેકાણે થયેલી છે ત્યાંથી તેઓ રાત્રે એક ઠેકાણે રહેલા વટેમાર્ગ એ જેમ “સવારે જુદા જુદા સ્થાન તરફ ચાલ્યા જાય છે તેમ જુદી જુદી ગતિમાં ચાલ્યા જાય છે. “પાણીના રેંટની માફક આ સંસારમાં જા આવ કરતાં પ્રાણીઓને પોતાનો કે પારકે
કોઈ નથી, માટે ત્યાગ કરવાને ગ્ય જ જે કુટુંબાદિક તેને પ્રથમથી જ ત્યાગ કરવો “ અને સ્વાર્થને માટે યત્ન કરે; કારણ કે સ્વાર્થભ્રષ્ટ થવું તે જ મૂર્ખતા કહેવાય
છે. નિર્વાણ (મેલ) લક્ષણવાળે એ સ્વાર્થ એકાંત અનેક સુખ આપનાર છે અને તે મૂલત્તરગુણવડે કરીને સૂર્યના કિરણોની જેમ પ્રગટ થાય છે.”
આવી રીતે રાજા ચિતવત હતો તેવામાં ચિંતામણિની જેમ શ્રીમાન અરિંદમ નામના સૂરિમહારાજા ઉદ્યાનમાં આવીને સમવસર્યા. તેમના આગમનની વાર્તા સાંભળીને જાણે અમૃતને ઘૂંટડે પીધે હોય તેમ રાજા હર્ષ પામે. તત્કાળ મયૂરપત્રનાં છત્રોથી જાણે આકાશને મેઘ સહિત કરતા હોય તેમ તે સૂરિમહારાજાને વાંદવા ચાલ્યા. જાણે લક્ષમીદેવીનાં બે કટાક્ષ હોય તેવા બે ચામરો તેની બંને તરફ ઢળાવા લાગ્યા. સુવર્ણના કવચવાળા હોવાથી જાણે સુવર્ણની પાંખોવાળા પક્ષીઓ હોય તેવા અને ગતિવડે પવનને જીતનારા વેગવંત ઘેડાઓથી તે સર્વ દિશાઓને રૂંધવા લાગ્યું. જાણે અંજનાચલના જંગમ શિખરે હોય તેવા મોટા હાથીઓના ભારથી પૃથ્વીતળને નમાવવા લાગ્યો. પિતાના સ્વામીના મનને જાણવાથી તેઓને મન:પર્યવજ્ઞાન થયું હોય તેવા સામંત રાજાઓએ ભક્તિવડે તેને પરિવારિત કર્યો. બંદિલો કોના કોલાહલની જાણે સ્પર્ધા કરતા હોય તેવા આકાશમાં પ્રસરતા મંગલસૂર્યના શબ્દો દૂરથી જ તેનું આગમન સૂચવવા લાગ્યા. હાથણી ઉપર બેઠેલી શૃંગાર રસની નાયિકારૂપ હજાર વારાંગનાઓથી તે પરિવારિત થયો. હસ્તી ઉપર બેસીને એવી રીતે પ્રયાણ કરતા તે રાજા વૃક્ષોના સ્થાનરૂપ નંદનવન સમાન તે ઉદ્યાન સમીપે આવ્યા પછી રાજાઓમાં કુંજર સમાન રાજાએ હાથી ઉપરથી ઉતરીને સિંહ જેમ પર્વતની ગુફામાં પ્રવેશ કરે તેમ ઉદ્યાનમાં પ્રવેશ કર્યો અને આચાર્ય મહારાજાને જોયા.
તે આત્મારામ મહામુનિ વાના બખ્તરની પેઠે કામદેવના બાણથી અભેદ્ય, રાગરૂપી રેશમાં ઔષધ સમાન, શ્રેષરૂપી શત્રુમાં દ્વિષતપ(શત્રુઓને તપાવના૨), ક્રોધરૂપી અગ્નિમાં નવીન ૧. એક્ષપ્રાપ્તિને પણે મૂળગુ પંચ મહાવ્રતાદિ અને ઉત્તરગુણ પિંડવિશુદ્ધિ વિગેરે. સૂર્યકિરણની વૃદ્ધિને પક્ષે મૂળ અને ઉત્તરા નક્ષત્ર, ૨૭