________________
પર્વ ૨ જું
૨૦૭ ઠેકાણે ઠેકાણે જાણે ક્ષીરસમુદ્રમાંથી નીકળીને આવતી સેરેથી પૂરાઈ ગઈ હોય તેવી સ્વચ્છ અને સ્વાદિષ્ટ જળની વાપિકાઓ, મહાત્માઓનાં મન જેવાં સ્વચ્છ, મોટાં અને જેનાં મધ્યભાગ (ઊંડાઈ) કળી શકાય નહીં તેવાં તળાવો અને મેદિનીરૂપી દેવીના પત્રવલ્લીના વિલાસને વિસ્તારતા લીલી વેવાળા બગીચા રહેલા હતા. ત્યાં ગામે ગામે વટેમાર્ગુની તૃષાને છેદનારા શેરડીઓના વાઢ, રસરૂપી જળના કુંભ જેવી શેરડીઓથી શોભતા હતા; દરેક ગોકુળ અંગવાળી જાણે છૂધની નદીઓ હોય તેવી દૂધના ઝરણાને કરનારી ગાયે પૃથ્વીતળને ભીંજવતી હતી અને દરેક માર્ગે જુગલિયા લોકેથી જેમ કુરુક્ષેત્રનાં કલ્પવૃક્ષો શોભે તેમ નીચે બેઠેલા વટેમાર્ગ એથી ફળવાળાં વૃક્ષે શેભી રહ્યાં હતાં.
એ વિજયમાં પૃથ્વીને તિલક સમાન અને સંપત્તિઓના ભંડારરૂપ સુસીમા એવા યથાર્થ નામવાળી નગરી : હતી. જાણે પૃથ્વીના મધ્યભાગમાંથી કઈ અસુરદેવેનું નગર પ્રગટ થયું હોય તેમ અસાધારણ સમૃદ્ધિથી તે નગરરત્ન શોભતું હતું. તે નગરીની અંદર ઘરમાં એકલી સ્ત્રીઓ સંચાર કરતી, તે પણ રત્નમય ભી તેમાં તેમનાં પ્રતિબિંબ પડવાથી જાણે તે સખીઓ સહિત હોય તેવી જણાતી હતી. તેની ચોતરફ સમુદ્રરૂપ ફરતી ખાઈવાળો અને વિચિત્ર રત્નમય શિલાઓ યુક્ત જગતીને કેટ જે કિલ્લો શોભતે હતો. મદજળને વર્ષના હાથીઓના સંચારથી વરસાદના જળની માફક તે નગરને માગની રજ શાંત થતી હતી. કુળવાન સ્ત્રીઓના ઘુમટાની અંદર પણ સૂર્યનાં કિરણે કુમુદિનીના ઉદરની જેમ અવકાશ પામતાં ન હતાં. ત્યાં રૌની ઉપર ફરકતા ધ્વજાના છેડાઓ જાણે “તું પ્રભુના રૌત્ય ઉપર થઈને ન જા” એમ સૂર્યને વારંવાર વારતા હોય તેવા જણાતા હતા; આકાશને શ્યામ કરનારા અને જળથી પૃથ્વીને ભરપૂર કરનારા ઘણા ઉદ્યાને, પૃથ્વી ઉપર આવેલા મેઘની જેવા લાગતા હતા હતા અને જાણે મેપર્વતના કુમાર હોય તેવા આકાશપર્વત ઊંચા શિખરવાળા સુવર્ણરત્નમય હજારો કીડાપર્વત શુભતા હતા. જાણે ધર્મ, અર્થ અને કામે મિત્રતા કરી સાથે ક્રીડા કરવાને ઊંચા પ્રકારનું એક સંકેતસ્થાન કર્યું હોય તેવી તે નગરી જણાતી હતી. નીચે અને ઉપર (પાતાળ અને સ્વર્ગમાં) રહેલી ભેગાવતી અને અમરાવતીની મધ્યમાં રહેલી આ નગરી, જાણે ઘણી સમૃદ્ધિથી તુલ્ય એવી તેની સહોદરા (બહેન) હોય તેવી શોભતી હતી. - તે નગરીમાં ચંદ્રની પેઠે નિર્મળ ગુણરૂપી કિરણોથી વિમળાત્મા એ વિમલવાહન નામે રાજા હતા. પિષણ કરતે, પાલન કરતો, વૃદ્ધિ પમાડતા અને ગુણેમાં જોડ તે વત્સલ રાજા પિતાની પ્રજાને અપત્યની પેઠે પાળતે હતો. તે ન્યાયવંત રાજા પિતાથી થયેલા અન્યાયને પણ સહન કરતા કરતા નહીં, કારણ કે નિપુણ લેકો પોતાના અંગમાં થયેલા ત્રણની પણ ચિકિત્સા કરે છે. એ મહાપરાક્રમી રાજા પવન જેમ વૃક્ષને નમાવે તેમ ચારે તરફના રાજાઓનાં મસ્તકને લીલા માત્રમાં નમાવતા હતા. મહાત્માં તપોધન જેમ નાના પ્રકારના પ્રાણીવર્ગનું પાલન કરે તેમ પરસ્પર અબાધિતપણે તે ત્રિવર્ગનું પાલન કરતો હતે. વૃક્ષો જેમ ઉપવનને શોભાવે તેમ ઔદાર્ય, દૌર્ય, ગાંભીર્ય અને શાંતિ વિગેરે ગુણો તેને પરસ્પર શોભાવતા હતા. સૌભાગ્યધુરંધુર અને પ્રસરતા એવા તેના ગુણે ચિરકાળે આવેલા મિત્રની પેઠે સર્વના કંઠમાં લગ્ન થતા હતા પવનની ગતિની પેઠે તે પરાક્રમી નૃપતિનું શાસન, પર્વત, અરણ્ય અને દુર્ગાદિ પ્રદેશમાં પણ ખલના પામતું નહોતું. સર્વ દિશાઓને આક્રાંત કરી જેનું પ્રચંડ તેજ પ્રસરતું છે એવા તે રાજાના ચરણુ, સૂર્યની પેઠે સર્વ રાજાઓનાં મસ્તક ઉપર અથડાતા હતા. જેમ