________________
श्रीमदर्हते नमः
श्री त्रिषष्टिशलाकापुरुषचरित्र
पर्व बीजं. सर्ग १ लो
श्री अजितनाथ चरित्र
जयंत्यजितनाथस्य, जितशोणमणिश्रियः । नमें द्रवदनादर्शाः, पादपद्मद्वयीनखाः ॥१॥
રાતા મણિઓની શેભાને જીતનારા અને નમતા એવા ઈદ્રોના મુખને પર્ણરૂપ શ્રી અજિતનાથના બંને ચરણરૂપી કમળના નખ જયવંત વર્તે છે.
कर्माहिपाशनि श-जांगुलीमंत्रसन्निभम् । अजितस्वामिदेवस्य, चरितं प्रस्तवीम्यतः ।। २ ॥
હવે કમરૂપી સપના પાશને નાશ કરવામાં જાંગુલિમંત્ર સમાન અજિતનાથસ્વામીનું ચરિત્ર હું (હેમચંદ્રાચાર્ય) વર્ણવું છું.
સર્વ દ્વીપની મધ્યમાં નાભિ સમાન એવા જબૂદ્વીપના મધ્યભાગમાં, જ્યાં પ્રાયે દુષમસુષમા નામે ચતુર્થ આરે નિરંતર વર્તે છે એવું મહાવિદેહ નામે ક્ષેત્ર છે. તે ક્ષેત્રમાં સીતા નામે મહાનદીના દક્ષિણ તટ ઉપર ઘણું સમૃદ્ધિવાળે વલ્સ નામે વિજય છે. પૃથ્વીમાં રહેલ સ્વર્ગ પ્રદેશને જાણે એક ભાગ હોય તેમ અદ્દભુત રમણિકતાને ધારણ કરતા તે વિજય (દેશ) શોભે છે, તેમાં ગામ ઉપર ગામ અને શહેર ઉપર શહેર વસેલાં હોવાથી શૂન્યતા ફક્ત આકાશમાં જ રહેલી હતી. ગામડામાં અને શહેરમાં પરસ્પર ઘણી સંપત્તિ સરખી હોવાથી માત્ર રાજાના આશ્રયને જ તફાવત દેખાતે. ત્યાં ૧ શ્રી આદીશ્વર ચરિત્ર કહ્યાથી અનતર. ૨ શહેરમાં રાજા હોય અને ગામડામાં ન હોય એટલો જ તફાવત હતે.