________________
૨૦૪
સર્ગ ૬ ઠે
ને આપનારા તપ તપે છે, તે તત્ત્વવેદી પુરુષો જ આ શરીરનું ફળ ગ્રહણ કરે છે.” એવી રીતે વિચાર કરતા સમ્યફ પ્રકારે અપૂર્વકરણના અનુક્રમથી ક્ષપકશ્રેણીમાં આરૂઢ થયેલા અને શુકલધ્યાનને પામેલા તે મહારાજાને, વાદળાના અપગમથી જેમ સૂર્યને પ્રકાશ થાય તેમ ઘાતિકર્મના ક્ષયથી કેવળજ્ઞાન પ્રગટ થયું. - તે વખતે તત્કાળ ઈદન આસન કંપાયમાન થયું. કારણ કે અચેતન વસ્તુઓ પણ મહત પુરુષોની મેટી સમૃદ્ધિને કહી આપે છે, અવધિજ્ઞાનથી જાણી ઈદ્ર ભરત રાજાની પાસે આવ્યા. ભક્ત પુરુષ સ્વામીની પેઠે સ્વામીના પુત્રની સેવા પણ સ્વીકારે છે. તો તેવા સ્વામીના પુત્રને કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં શું ન કરે? ઈ કે ત્યાં આવીને કહ્યુંહે કેવળજ્ઞાની ! તમે દ્રવ્યલિંગ સ્વીકાર કરે, જેથી હું તમને વંદન કરું અને તમારે નિષ્કમણ ઉત્સવ કરું ભરતેશ્વરે પણ તે જ વખતે બાહુબલિની જેમ પંચમુષ્ટિક કેશોત્પાદનરૂપ દીક્ષાનું લક્ષણ અંગીકાર કર્યું; અર્થાત્ પંચમુષ્ટિ લોન્ચ કર્યો અને દેવતાઓએ આપેલા રજોહરણ વિગેરે ઉપકરણે સ્વીકાર્યા. ત્યારપછી ઈન્ટે તેમને વંદના કરી; કારણ કે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હોય તો પણ અદીક્ષિત પુરુષની વંદના થાય નહીં એવો આચાર છે. તે સમયે ભરતરાજાના આશ્રિત દશ હજાર રાજાઓએ પણ દીક્ષા લીધી; કેમકે તેવા સ્વામીની સેવા પરલેકમાં પણ સુખ આપનારી થાય છે.
પછી પૃથ્વીના ભારને સહન કરનારા ભરતચક્રીને પુત્ર આદિત્યયશાને ઇ રાજ્યાભિષેક ઉત્સવ કર્યો.
રાષભસ્વામીની જેમ મહાત્મા ભરતમુનિએ કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી ગ્રામ, ખાણ, નગર, અરણ્ય, ગિરિ અને દ્રાણમુખ વિગેરેમાં ધર્મદેશનાથી ભવી પ્રાણીને પ્રતિ બધ કરતાં, પરિવાર સહિત લક્ષપૂર્વ પર્યત વિહાર કર્યો. પ્રાંતે તેમણે પણ અષ્ટાપદ ઉપર જઈ વિધિ સહિત ચતુર્વિધ આહારનું પ્રત્યાખ્યાન કર્યું. એક માસને અંતે ચંદ્ર શ્રવણનક્ષત્રનો હતો તે સમયે અનંત ચતુષ્ક (અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય) સિદ્ધ થયાં છે જેમને એવા તે મહર્ષિ સિદ્ધિક્ષેત્રને પ્રાપ્ત થયા.
એવી રીતે ભરતેશ્વરે સિત્તાતર પૂર્વલક્ષ કુમારપણમાં નિર્ગમન કર્યા, તે વખતે ભગવાન ઋષભદેવજી પૃથ્વીનું પ્રતિપાલન કરતા હતા. ભગવંત દીક્ષા લઈ છદ્મસ્થ અવસ્થામાં એક હજાર વર્ષ રહ્યા, તેમ તેમણે એક હજાર વર્ષ માંડલિકપણામાં નિગ મન ર્યા. એક હજાર વર્ષે ઓછા એવા છે લક્ષપૂર્વ તેમણે ચક્રવત્તી પણામાં નિર્ગમન કર્યા. કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી વિશ્વના અનુગ્રહને માટે દિવસે સૂર્યની જેમ તેમણે એક લાખ પૂર્વ સુધી પૃથ્વી ઉપર વિહાર કર્યો. એ પ્રમાણે ચોરાશી પૂર્વલક્ષ આયુષ્યને ભેગવી, મહાત્મા ભરત મોક્ષપદ પામ્યા. તે વખતે તત્કાળ હર્ષ પામેલા દેવતાઓની સાથે સ્વર્ગપતિ છે તેમને મોક્ષમહિમા કર્યો.
इत्याचार्य श्रीहेमचंद्रसूरिविरचिते महाकाव्ये प्रथमपर्वणि मरीचिभवभाविशलाकापुरुषभगवन्निर्वाणवर्णनों .
નામ ઘણું સઃ સમાત છે ૬ Sજa%83%8888888888888%EBBDA23888888