________________
પથ ૧ લુ
૨૦૩
વગાડનારા, પ્રિયમિત્રની પેઠે અન્યાન્ય કિંચિત્ પણ સંબંધ છેડયા સિવાય પોતાના વાદ્યો વગાડવા લાગ્યા. હાહા અને હૂહૂ નામના દેવગંધર્વોના અહંકારને હરનારા ગાયક સ્વરગીતિથી સુદર એવા નવી નવી જાતના રાગેા ગાવા લાગ્યા. નૃત્ય તથા તાંડવમાં ચતુર એવી નટીએ વિચિત્ર પ્રકારના અગવિક્ષેપથી સર્વને આશ્ચય પમાડો નાચવા લાગી. મહારાજા ભરતે એ જોવા યોગ્ય નાટકો નિર્વિઘ્ને જોયાં, કારણુ કે તેવા સમથ પુરુષો ગમે તેમ વર્તે તેમાં તેને કાણુ ખાધ કરી શકે ? એવી રીતે સ`સાંરસુખને ભેાગવતા ભરતેશ્વરે પ્રભુના માદિવસ પછી પાંચ લાખ પૂર્વ નિમન કર્યાં,
એક દિવસ ભરતેશ્વર સ્નાન કરી, અલિકમ કલ્પી, દેવદૃષ્ય વસ્ત્રથી શરીરને સાફ કરી, કેશમાં પુષ્પમાળા ગુંથી, ગાશીષ ચંદનવડે સર્વ અંગમાં વિલેપન કરી, અમૂલ્ય અને દિવ્ય રત્નનાં આભૂષા સર્વાંગે ધારણ કરી, અંતઃપુરની શ્રેષ્ઠ સ્ત્રીઓના પિરવાર સાથે છડીદારે બતાવેલ રસ્તે અંત:પુરમાંહેના રત્નના આદર્શ ગૃહમાં ગયાં. ત્યાં આકાશ અને સ્ફટિક મણુિના જેવા નિળ, તથા પોતાના સર્વ અંગનુ` રૂપ પ્રતિબિંબરૂપે દેખી શકાય તેવા, શરીરના પ્રમાણ જેવડા દણમાં પોતાના સ્વરૂપને જોતાં મહારાજાની એક આંગળીમાંથી મુદ્રિકા પડી ગઇ. જેમ મયૂરની કળામાંથી એક પીછું પડી જાય તેની તેને ખબર પડે નહીં, તેમ પડી ગયેલી તે મુદ્રિકા મહારાજાના જાણવામાં આવી નહીં. અનુક્રમે શરીરના સર્વ ભાગને જોતાં જોતાં દિવસે ચંદ્રિકા વિનાની ચંદ્રકળાની જેવી પાતાની મુદ્રિકા રહિત આંગળી કાંતિ વિનાની જોવામાં આવી. એ વખતે ‘અહા ! આ આંગળી શોભા રહિત કેમ છે ?' એમ ચિ'તવતા ભરતરાયે પૃથ્વી ઉપર પડેલી તે મુદ્રિકા જોઈ. પછી તેણે વિચાર્યું કે ‘શું ખીજા અંગો પણ આભૂષણ વિના શોભારહિત લાગતાં હશે ?' એમ ધારી તેણે બીજા આભૂષણા ઉતારવા માંડત્યાં.
.
પ્રથમ મસ્તક ઉપરથી માણિકના મુગટ ઉતાર્યા એટલે મસ્તક રત્ન વિનાની મુદ્રિકા જેવું દેખાવા લાગ્યું. કાન ઉપરથી માણિકયના કુંડળ ઉતાર્યા એટલે ખ'ને કાન ચંદ્રસૂર્ય વિનાની પૂર્વ પશ્ચિમ દિશા જેવા જણાવા લાગ્યા. ગળચવા દૂર કરવાથી તેમની ગ્રીવા જળ વિનાની નદી જેવી શોભા રહિત જણાવા લાગી. વક્ષસ્થળ ઉપરથી હાર ઉતાર્યા એટલે તે તારા વિનાના આકાશ જેવુ' શૂન્ય લાગવા માંડયું. ખાજુબંધ કાઢી નાંખેલા અને હાથ અર્ધ લતાપાસથી રહિત થયેલા એ સાલવૃક્ષ જેવા જણાવા લાગ્યા. હાથના મૂળમાંથી કડાં ક્રૂર કર્યા' એટલે તે આમલસારા વિનાના પ્રાસાદ જેવા જણાવા લાગ્યા. બીજી સવ` આંગનીઓમાંથી મુદ્રિકાના ત્યાગ કર્યા, એટલે તે મણિ રહિત સર્પની ફણા જેવી દેખાવા લાગી. ચરણમાંથી પાકટક દૂર કર્યો એટલે તે રાજહસ્તિના સુવર્ણક કણરહિત દાંતની જેવા જોવામાં આવ્યા. એમ સર્વ અંગનાં આભૂષણેના ત્યાગ કરવાથી પત્ર રહિત વૃક્ષની જેમ શાભા રહિત થયેલા પેાતાના શરીરને જોઇ મહારાજા વિચારવા લાગ્યા.અહા ! આ શરીરને ધિક્કાર છે ! ભીંતને જેમ ચિત્રાદિક ક્રિયાથી કૃત્રિમ શાભા કરાય છે તેમ શરીરની પણ આભૂષણાથી જ કૃત્રિમ શાલા કરાય છે. અંદર વિષ્ટાદિક મળથી અને બહાર મૂત્રદ્વિકના પ્રવાહથી મલિન એવા આ શરીરમાં વિચાર કરતાં કાંઈ પણ શાભાકારી જણાતું નથી. ખારી જમીન જેમ વરસાદના જળને દૂષિત કરે છે, તેમ આ શરીર વિલેપન કરેલા કપૂર અને કસ્તુરી વિગેરેને પણ દૂષિત કરે છે, જેઓ વિષયથી વિરાગ પામીને માક્ષફળ