________________
પર્વ ૧ લું
૧૧ કેટલાક રીપ્યમાન શિખરોથી જાણે વિદેશે આવેલે વૈતાઢય પર્વત હોય, કેટલાક સુવર્ણના શિખરોથી જાણે મેરુનાં શિખર ત્યાં આવેલા હોય, રત્નની ખાણોથી જાણે હિણચળ હોય અને ઔષધિસમૂહથી જાણે બીજા સ્થાનમાં આવી રહેલે હિમાદ્રિ હોય તે એ પર્વત જણાતો હતે. આસક્ત થતાં વાદળાંથી જાણે તેણે વસ્ત્રો ધર્યા હોય અને નિર્ઝરણુના જળથી જાણે તેને સ્કંધ ઉપર અધોવસ્ત્ર લટકતા હોય તે તે શોભતો હતો. દિવસે નજીક આવેલા સૂર્યથી જાણે તેણે ઊંચે મુગટ ધારણ કર્યો હોય અને રાત્રે નજીક રહેલા ચંદ્રથી જાણે ચંદનરસનું તેણે તિલક કર્યું હોય એવું જણાતું હતું. ગગનને ધ કરનારા શિખરેથી જાણે તેને અનેક મસ્તકે હોય અને તાડનાં વૃક્ષોથી જાણે તે અનેક શું જાદંડવાળ હોય તેવું જણાતે હતો. ત્યાં નાળીયેરીના વનમાં તેના પાકવાથી પીળી થયેલી હુંબમાં પિતાનાં બચ્ચાંના ભ્રમથી વાંદરાઓના ટોળાં દોડાદોડ કરતાં હતાં અને આમ્રફળને ચુંટવામાં આસક્ત થએલી સૌરાષ્ટ્ર દેશની સ્ત્રીઓના મધુર ગાયનને મૃગલા ઊંચા કાન કરી સાંભળતા હતા. તેની ઉપલી ભૂમિ ઊંચી સળીઓના મિષથી જાણે પળી આવ્યા હોય તેવા કેતકીનાં જીણું વૃક્ષેથી છવાઈ રહી હતી. દરેક સ્થાને શ્રીખંડ વૃક્ષના રસની જેમ પાંડુવર્ણ થયેલા સિંદુવારનાં વૃક્ષેથી જાણે સળંગે તેણે માંગલિક તિલકાવળી કરી હોય તે તે પર્વત જણાત હતું. ત્યાં શાખાઓમાં રહેલા વાંદરાઓનાં પુછડાંથી આંબલીનાં વૃક્ષોથી પીપળા અને વડનાં વૃક્ષેનો દેખાવ આપતા હતા. પિતાની અદ્દભુત વિશાલ લતાની સંપત્તિથી જાણે હર્ષ પામ્યા હોય તેવા નિરંતર ફળતા પનસ વૃક્ષેથી તે પર્વત શોભતે હતો. અમાવાસ્યાની રાત્રિના અંધકારની જેવા લેષ્માતક વૃક્ષેથી જાણે અંજનાચલની ચૂલિકાઓ ત્યાં આવેલ હોય તેવું જણાતું હતું. પિોપટની ચાંચ જેવા રાતાં પુષ્પોવાળાં કેસુડાનાં વૃક્ષની કુંકુમનાં તિલકવાળા મેટા હાથીની જે તે શેભતો હતો કે ઈ ઠેકાણે દ્રાક્ષને દારૂ, કેઈ ઠેકાણે ખજુરને દારૂ અને કોઈ ઠેકાણે તાડીના દારૂને પાન કરતી ભિલે લે કેની સ્ત્રીઓ તે પર્વત ઉપર પાનગોષ્ટિ બાંધતી હતી, સૂર્યનાં અખલિત કિરણરૂપી બાણથી પણ અભેદ્ય એવા તાંબુલી લતાને મંડપથી જાણે તેણે કવચ ધારણ કર્યું હોય તેવું જણાતું હતું. ત્યાં લીલા દુર્વાકુરના સ્વાદથી હર્ષ પામેલાં મૃગનાં ટોળાં મોટાં વૃક્ષે નીચે બેસી વાગોળતાં હતાં, જાણે જાતિવંત વૈદુર્યમણિ હોય તેવા આ પ્રફળના સ્વાદમાં જેની ચાંચ મગ્ન થયેલી છે એવા શુક પક્ષીઓથી તે પર્વત મનોહર લાગતું હતું. કેતકી, ચંબેલી, અશોક, કદંબ અને બે રસલીનાં વૃક્ષમાંથી પવને ઉડાડેલા પરા ગવડે તેની શિલાઓ રમય થઈ હતી અને પાંથલે કે એ ફેડેલા નાળીએરના જળથી તેની ઉપલી ભૂમિના તળીઆ પંકિત થયાં હતાં. ભદ્રશાલ વિગેરે વનમાંહેનું કોઈ એક વન ત્યાં લાવ્યા હોય તેમ વિશાળતાથી શોભતા અનેક વૃક્ષવાળા વનથી તે પર્વત સુંદર લાગતો હતો. મૂળમાં પચાસ યે જન શિખરમાં દશ જન અને ઊંચાઈમાં આઠ જન એવા તે શત્રુંજય ગિરિ ઉપર ભગવાન ઋષભદેવજી આરૂઢ થયા.
ત્યાં દેવતાઓએ તત્કાળ બનાવેલા સમવસરણમાં સર્વહિતકારી પ્રભુ બેઠા અને દેશના આપવા લાગ્યા. ગંભીર ગિરાથી દેશના આપતા પ્રભુની પાછળ જાણે તે ગિરિ પિતાની ગુફામાંથી થયેલા પ્રતિશબ્દથી બોલતા હોય એવું જણાતું હતું. જેમાસાની આખરે મેઘ જેમ વૃષ્ટિથી વિરામ પામે તેમ પ્રથમ પૌરસી પૂરી થયા પછી પ્રભુ દેશનાથી વિરામ પામ્યા અને ત્યાથી ઉઠીને મધ્ય ગઢને મંડપમાં રહેલા દેવનિર્મિત દેવછંદ ઉપર જઈને બેઠા. પછી મંડળિક રાજાની પાસે જેમ યુવરાજ બેસે, તેમ સર્વ ગણધરોમાં મુખ્ય