________________
સર્ગ
છે
તરફ તાલબધ રાસડા લેતી હતી અને એક તરફ મધુર સ્વરથી ગાયન કરતી હતી. શિબિકાની આગળ દેવતાઓ ધૂપીઆ લઈને ચાલતા હતા. ધૂપીઆના ધૂમાડાના મિષથી જાણે તેઓ શોથી અશ્રુપાત કરતા હોય તેવા જણાતા હતા. કોઈ દેવતાઓ શિબિકા ઉપર પુપ નાંખતા હતા; કેઈ શેષા તરીકે તે પુષ્પોને ગ્રહણ કરતા હતા; કોઈ આગળ દેવદખ્ય વસ્ત્રોનાં તોરણ કરતા હતા; કોઈ ચક્ષકદમથી આગળ છંટકાવ કરતા હતાઃ કોઈ ગકણથી મુકેલા પાષાણની જેમ શિબિકા આગળ આળોટતા હતા અને કોઈ જાણે મોહ ચૂણ (માજમ) થી હણાયા હોય તેમ પાછળ દોડતા હતા. કોઈ “ હે નાથ ! હે નાથ !” એવા શબ્દો કરતા હતા; કઈ “અરે અમે મંદભાગી માર્યા ગયા ! ' એમ બોલી પિતાના આમાની નિંદા કરતા હતા; કોઈ “હે નાથ ! અમને શિક્ષા આપે” એમ યાચના કરતા હતા. કોઈ “હવે અમારો ધર્મસંશય કોણ છેદશે ?’ એમ બોલતા હતા; “ અમે અંધ જેમ હવે કયાં જઈશું? ” એમ બોલી કેઈ પશ્ચાત્તાપ કરતા હતા, અને કોઈ “અમને પૃથ્વી માગ આપો” એમ ઇચ્છતા હતા.
એ પ્રમાણે વર્તન કરતા અને વાજિંત્ર વગાડતા દેવતાઓ તથા ઇંદ્ર તે શિબિકાને ચિતા પાસે લાવ્યા. ત્યાં કૃત્યજ્ઞ ઇંદ્ર પુત્રની જેમ પ્રભુના દેહને ધીમે ધીમે પૂર્વ દિશાની ચિતામાં મૂક: બીજા દેવતાઓ એ સહોદરની જેમ ઈક્વાકુ કુળનાં મુનિએ નાં શરીરને દક્ષિણ દિશાની ચિતાઓમાં સ્થાપન કર્યા અને ઉચિતને જાણનારા અન્ય દેએ બીજા સાધુઓનાં શરીરને પશ્ચિમ દિશાની ચિતામાં સ્થાપન કર્યા. પછી ઈંદ્રની આજ્ઞાથી અગ્નિકુમાર દેવતાઓએ તે ચિતાઓમાં અગ્નિ પ્રકટ કર્યો અને વાયુકુમાર દેએ વાયુ વિકુ, એટલે ચોતરફ અગ્નિ પ્રગટ થઈને બળવા લાગ્યા. દેવતા ઓ ચિતામાં પુષ્કળ કપૂર અને ઘડા ભરી ભરીને ઘી તથા મધ નાંખવા લાગ્યા. જ્યારે અસ્થિ સિવાય બાકીની સર્વ ધાતુઓ દગ્ધ થઈ ગઈ ત્યારે મેઘકુમાર દેવતાઓ એ ક્ષી કર્યો. પછી પિતાના વિમાનમાં પ્રતિમાની જેમ પૂજા કરવાને માટે સૌધર્મેન્દ્ર પ્રભુની ઉપલી જમણી ડાઢા ગ્રહણ કરી, ઈશાને કે પ્રભુની ઉપલી ડાબી ડાઢા ગ્રહણ કરી, ચમરે નીચલી જમણું ડાઢા ગ્રહણ કરી, બલિ ઇન્ટે નીચેની ડાબી ડાઢા ગ્રહણ કરી, બીજા ઈંદ્રોએ પ્રભુના બાકીના દાંત ગ્રહણ કર્યા અને દેવતાઓએ બીજા અસ્થિ ગ્રહણ કર્યા. તે વખતે જે શ્રાવકે અગ્નિ માગતા હતા તેમને દેવતાઓએ ત્રણ કુંડના અગ્નિ આપ્યા, તે અગ્નિ લેનારા અગ્નિહોત્ર બ્રાહ્મણો થયા. તેઓ પિતાને ઘરે જઈ પ્રભુના ચિતાગ્નિને નિત્ય પૂજવા લાગ્યા અને ધનપતિ જેમ નિવૃત પ્રદેશમાં રાખી લક્ષદીપનું રક્ષણ કરે, તેમ તેઓ તેનું રક્ષણ કરવા લાગ્યા. ઈવાકુ વંશના મુનિઓને ચિતાગ્નિ શાંત થઈ જતે તે તેને સ્વામીના ચિતાગ્નિથી જાગૃત કરતા હતા અને બીજા મુનિઓના શાંત થયેલા ચિતાગ્નિને ઈવાફ કુળના મુનિઓના ચિતાગ્નિથી પ્રગટ કરતા હતા, પરંતુ બીજા સાધુઓના ચિતાગ્નિનું બીજા ચિંતાગ્નિ સાથે તેઓ સંક્રમણ કરતા નહોતા. તે વિધિ અદ્યાપિ બ્રાહ્મણો માં પ્રવર છે. કેટલાએક પ્રભુના ચિતાગ્નિની ભસ્મ લઈને ભક્તિથી તે ભસ્મને વંદન કરતા હતા અને શરીરે ચોળતા હતા, ત્યારથી ભમભૂષણધારી તાપસે થયા.
પછી જાણે અષ્ટાપદગિરિનાં નવાં ત્રણ શિખરે હોય તેવા તે ચિતાસ્થાને દેવતાઓએ રનના ત્રણ સ્તૂપ (દેરીઓ ) કર્યા. ત્યાંથી તેઓએ નંદીશ્વરદ્વીપે જઈ શાશ્વત પ્રતિમા સમીપે અડ્રિનકા ઉત્સવ કર્યો અને પછી ઈન્દ્ર સહિત સર્વ દેવતાઓ પોતપોતાને સ્થાને ગયા. ત્યાં ઇદ્રી પિતાપિતાનાં વિમાનમાં સુધર્મા સભાની અંદર માણુવક સ્થંભ ઉપર