________________
૧૮૨
સર્ગ ૬ સમાન પ્રભુ તેમના જેવામાં આવ્યા. પ્રભુને ત્રણ વાર પ્રદક્ષિણા કરી, તેમના ચરણમાં નમન કરી, મસ્તકે અંજલિ જોડી ભરતે આ પ્રમાણે સ્તુતિ કરી–“હે પ્રભુ! મારી જેવાએ તમારો સ્તુતિ કરવી તે કુંભથી સમુદ્રનું પાન કરવા જેવું છે, તથાપિ હું તમારી સ્તુતિ કરીશ; કેમ કે હું ભક્તિથી નિરંકુશ છું. હે પ્રભે ! દીપકના સંપર્કથી જેમ વાટે પણ દીપકપણાને પામે છે, તેમ તમારા આશ્રિત ભવિજને તમારી તુલ્ય થાય છે. હે સ્વામિના મદ પામેલા ઈદ્રિયરૂપી હસ્તીકોને નિમંદ કરવામાં ઔષધરૂપ અને માર્ગને બતાવનાર તમારું શાસન વિજય પામે છે. હે ત્રિભુવનેશ્વર ! તમે ચાર ઘાતિકર્મને હણીને બાકીનાં ચાર કર્મની જે ઉપેક્ષા કરો છો તે લોકકલ્યાણને માટે જ કરે છે એમ હું માનું છું. હે પ્રભુ ! ગરૂડને પાંખમાં રહેલા પુરુ જેમ સમુદ્રનું ઉલંઘન કરે છે, તેમ તમારા ચરણમાં લગ્ન થયેલા ભથ્વજને આ સંસારસમુદ્રનું ઉલ્લંઘન કરે છે. હે નાથ ! અનંત કલ્યાણરૂપ વૃક્ષને ઉલસિત કરવામાં દેહદરૂપ અને વિશ્વની મેહરૂપી મહાનિદ્રામાં પ્રાતઃકાળ સમાન તમારું દર્શન જયવંત વ છે. તમારા ચરણકમલને સ્પર્શથી પ્રાણીઓના કમ વિદારણ થઈ જાય છે, કેમકે ચંદ્રનાં મૃદુ કિરણોથી પણ હાથીના દાંત ફુટે છે. મેઘની વૃષ્ટિની જેમ અને ચંદ્રની ચંદ્રિકાની જેમ જગન્નાથ ! તમારે પ્રસાદ સર્વને સરખો જ છે.”
આવી રીતે પ્રભુની સ્તુતિ કરી, નમસ્કાર કરી, ભરતપતિ સામાનિક દેવતાની જેમ ઈદ્રના પૃષ્ઠભાગે બેઠા. દેવતાઓની પછવાડે સર્વ પુરુષે બેઠા અને પુરુષોની પાછળ સર્વ નારીઓ ઊભી રહી. પ્રભુના નિર્દોષ શાસનમાં જેમ ચતુર્વિધ ધર્મ રહે તેમ સમવસરણના પ્રથમ કિલ્લામાં આવી રીતે ચતુર્વિધ સંઘ બેઠે; બીજા પ્રકારમાં પરસ્પર વિરોધી છતાં પણ જાણે નેહવાળા સહોદર હોય તેમ થઈ સર્વ તિરે હર્ષ સહિત બેઠા, ત્રીજા કિલ્લામાં આવેલા રાજાઓનાં સર્વ વાહને (હસ્તી, અશ્વાદિ, દેશના સાંભળવાને ઊંચા કર્ણ કરીને રહ્યા. પછી ત્રિભુવનપતિ એ સર્વે ભાષામાં પ્રવર્તતી અને મેઘના શબ્દ જેવી ગંભીર ગિરાથી દેશના આપવા માંડી. દેશના સાંભળતા તિર્યંચ, મનુષ્ય અને દેવતાઓ જાણે અત્યંત ભારથી મુક્ત થયા હોય, જાણે ઈષ્ટ પદ પામ્યા હોય, જાણે કલ્યાણ અભિષેક કર્યો હોય, જાણે ધ્યાનમાં રહ્યા હોય, જાણે અહમિંદ્રપણું પામ્યા હોય અને જાણે પરબ્રહ્મને પામ્યા હોય તેમ હર્ષ થી સ્થિર થઈ ગયા. દેશના સમાપ્ત થયા પછી મહાવ્રતને પાળનારા પિતાને ભ્રાતાએને જોઈ, મનમાં તાપ પામી ભરતરાય આ પ્રમાણે વિચારવા લાગ્યા–“અહો ! અગ્નિની જેમ હમેશાં અતૃપ્ત એવા મેં આ ભાઈઓના રાજ્યને ગ્રહણ કરીને શું કર્યું ? હવે એ ભગફળવાળી લક્ષ્મી બીજાને આપી દેવી તે રક્ષામાં ઘી હેમ્યાની જેમ મૂઢ એવા મારે નિષ્ફળ છે. કાગડાઓ પણ બીજા કાગડાને બોલાવી અનાદિકનું ભક્ષણ કરે છે અને હું આ બંધુઓ વિના ભેગ ભોગવું છું, તેથી તે કાગડાથી પણ હીન છું. માસક્ષપણકો જેમ કઈ દિવસ ભિક્ષા ગ્રહણ કરે છે, તેમ હું ફરીથી જે તેમને ભેગસંપત્તિ આપું તે મારા પ ગે તેઓ ગ્રહણ કરે ખરા.” એવી રીતે વિચારી, પ્રભુના ચરણ સમીપે જઈ, અંજલિ જડી તેમણે ભેગને માટે પિતાના બ્રાતાઓને નિમંત્રણ કર્યું. " તે વખતે પ્રભુએ કહ્યું--“હે સરલ અંત:કરણવાળા રાજા ! આ તારા બ્રાતાઓ મહાસત્તવાળા છે અને તેઓએ મહાવ્રત પાળવાની પ્રતિજ્ઞા કરી છે, તેથી સંસારની અસારતા જાણીને પૂર્વ ત્યાગ કરેલા ભેગને વમન કરેલા અન્નની જેમ તેઓ ફરીથી ગ્રહણ નહીં કરે. એવી રીતે ભેગના આમંત્રણ સંબંધી પ્રભુએ નિષધ કર્યો, એટલે ફરીથી એક મહિનાના ઉપવાસ કરનાર.