________________
પર્વ ૧ લું
૧૮૫ પૂજાય છે. તેઓને સ્વાધ્યાય કરવાને માટે ચક્રીશ્વરે અહંતોની સ્તુતિ અને મુનિ તથા શ્રાવકની સમાચારીથી પવિત્ર એવા ચાર વેદ રચ્યા. અનુક્રમે તેઓ માહનને બદલે બ્રાહ્મણ એવા નામની પ્રખ્યાત થયા અને કાંકિણું રતનની રેખાઓ તે યજ્ઞોપવિતરૂપ થઈ. ભરતરાજાની ગાદીએ તેમનો પુત્ર સૂર્યયશા નામે રાજા થયે, તેણે કાંકિણી રત્નના અભાવથી સુવર્ણની યજ્ઞોપવિત કરી. તે પછી મહાયશા વિગેરે થયા, તેમણે રૂપાની યજ્ઞોપવિત કરી. પછી બીજાઓએ પટ્ટસૂત્રમય યજ્ઞોપવિત કરી અને છેવટે બીજાઓએ સૂત્રમય કરી.
ભરતરાજા પછી સૂર્યયશા થયા, ત્યારપછી મહાયશા, પછી અતિબળ, પછી બળભદ્ર, પછી બળવીર્ય, પછી કીર્તિવીર્ય, પછી જળવીર્ય અને ત્યારપછી દંડવીર્ય-એ આઠ પુરુષ સુધી એ આચાર પ્રવર્યો. તેઓએ આ ભરતાદ્ધનું રાજ્ય ભગવ્યું અને ઈદ્ર રચેલે ભગવંતને મુગટ તેઓએ ધારણ કર્યો. પછી બીજા રાજાઓ થયા, તેઓ મુગટના મહાપ્રમાણને લીધે તેને ધારણ કરી શક્યા નહીં; કારણ કે હાથીને ભાર હાથી જ ધારણ કરી શકે, મોજાથી ધારણ કરી શકાય નહીં. નવમા અને દેશમાં તીથ કરના અંતરમાં સાધુનો વિચછેદ થયો તે જ પ્રમાણે ત્યારપછીના સાત પ્રભુના અંતરમાં શાસનનો વિચ્છેદ થયે. તે સમયમાં અહંતની સ્તુતિ અને યતિ તથા શ્રાવકના ધર્મમય વેદ જે ભરતચક્રીએ રચ્યા હતા તે ફેરવાયા. ત્યારપછી સુલસ અને યાજ્ઞવલ્કયાદિ બ્રાહ્મણે એ અનાર્ય વેદ કર્યા.
હવે ચક્રધારી ભરતરાજા શ્રાવકોને દાન આપતાં, કામક્રીડા સંબંધી વિનોદ કરતાં
નિર્ગમન કરતા હતા. એકદા ચંદ્ર જેમ ગગનને પવિત્ર કરે તેમ પૃથ્વીને પોતાના ચરણથી પવિત્ર કરતા ભગવાન આદીશ્વર અષ્ટાપદગિરિએ પધાર્યા. દેવતાઓએ તત્કાળ ત્યાં સમવસરણ કર્યું અને જગત્પતિ તેમાં બેસીને ધર્મદેશના આપવા લાગ્યા. આવી રીતે પ્રભુ રહ્યા છે, એ વૃત્તાંત્ત નિયોગી પુરુષોએ પવનની જેમ ત્વરાથી આવી ભરતરાજામે નિવેદન કર્યો. ભરતે પ્રથમની જેટલું જ તેમને પારિતોષિક આપ્યું. કલ્પવૃક્ષ હમેશાં આપે
પણ ક્ષીણ થાય નહીં. પછી અષ્ટાપદ પર્વતે સમવસરેલા પ્રભુની પાસે આવી, પ્રદક્ષિણ કરી નમીને ભરતરાજા આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા-“હે જગત્પતિ ! હું અજ્ઞા છું તથાપિ તમારા પ્રભાવથી તમારી સ્તુતિ કરું છું, કારણ કે ચંદ્રને જેના પુરુષોની મંદ દષ્ટિ હોય તો પણ સમર્થ થાય છે. હે સ્વામિન્! મેહરૂપી અંધકારમાં નિમગ્ન થયેલા આ જગતને પ્રકાશ આપવામાં દીપક સમાન અને આકાશની પેઠે અનંત તમારું કેવળજ્ઞાન જયવંત વતે છે. હે નાથ ! પ્રમાદરૂપ નિદ્રામાં મગ્ન થયેલા મારા જેવા પુરુના કાર્યને માટે આપ સૂર્યની જેમ વોરંવાર ગમનાગમન કરે છે. જેમ કાળે કરી પથ્થર થઈ ગયેલું (ઠરી ગયેલું) વૃત અગ્નિથી ઓગળે છે, તેમ લાખે જન્મ વડે કરી ઉપાર્જન કરેલાં કર્મ તમારા દર્શનથી નાશ પામે છે. હે પ્રભુ ! એકાંત સુષમ કાળ (બીજા આરા) થી સુષમ દુઃખમ કાળ (ત્રીજો આરો) સારે છે કે જે સમયમાં કલ્પવૃક્ષથી પણ વિશેષ ફળને આપનારા તમે ઉત્પન્ન થયા છે. હે સર્વ ભુવનના પતિ ! જેમ રાજા ગામડાં અને ભુવનેથી પોતાની નગરીને ઉત્કૃષ્ટ કરે છે, તેમ તમે આ ભુવનથી ભૂષિત કરેલું છે. જે હિત પિતા, માતા, ગુરુ અને સ્વામી એ સર્વે કરી શકતા નથી તે હિત તમે એક છતાં પણ અનેકની જેવા થઈને કરે છે. ચંદ્રથી જેમ રાત્રિ શેભે, હંસથી જેમ સરોવર શેભે અને તિલકથી જેમ મુખ શેભે તેમ તમારાથી આ ભુવન શોભે છે. આવી રીતે યાવિધિ ભગવાનની સ્તુતિ કરીને વિનયી ભરતરાજા પિતાને ગ્ય સ્થાને બેઠા. ૨૪