________________
પ ૧
૧૮૩
પશ્ચાત્તાપયુક્ત ચક્રીએ વિચાયું– સંગરહિત એવા આ મારા ભાઇ કિ ભાગને ભાગવશે નહીં; તે। પણ પ્રાણધારણને માટે આહારને તા ભાગવશે.' એમ ધારી તેમણે પાંચસે મોટાં ગાડાં ભરી આહાર મગાવી પાતાના અનુજ ભાઇઓને પૂર્વની જેમ નિમ`ત્રણ કર્યું. તે વારે પ્રભુએ કહ્યું—'ભરતપતિ ! એ આધાકમી ( મુનિને અર્થે બનાવીને લાવેલ ) આહાર યતિઓને કલ્પતા નથી.’ પ્રભુએ એ પ્રમાણે નિષેધ કર્યાથી તેમણે અકૃત અને અકારિત અન્નને માટે નિમ ત્રણ કર્યું, કારણ કે સરલપણામાં સર્વ શેાભે છે, તે વખતે હે રાજેંદ્ર ! મુનિઓને રાજપિડ કલ્પતા નથી' એમ કહી ધ ચક્રી પ્રભુએ ચક્રવત્તી ને ફરીથી વાર્યા, પ્રભુએ સર્વ રીતે મને નિષેધ કર્યા એમ વિચારી, ચંદ્ર જેમ રાહુવડે દુભાય તેમ મહારાજા ભરત પશ્ચાત્તાપવડે દુભાવા લાગ્યા. ભરતને એવી રીતે વિલ ય થયેલા જોઈ ઈન્દ્રે પ્રભુને પૂછ્યું-‘હે સ્વામિન્ ? અવગ્રહર કેટલા પ્રકારના છે ??
પ્રભુએ કહ્યું–ઇંદ્ર સંબધી, ચક્રી સંબધી, રાજા સંબધી, ગૃહસ્થ સ`બધી અને સાધુ સંબંધી–એવા પાંચ પ્રકારે અવગ્રહ થાય છે. એ અવગ્રહા ઉત્તરાત્તર પૂર્વ પૂર્વ ના બાધ કરે છે, તેમાં પૂર્વોક્ત અને પરોક્ત વિધિમાં પૂર્વોક્ત વિધિ બળવાન છે.’
મે મારા
ઇંદ્રે કહ્યું-હે દેવ ! જે સાધુએ મારા અવગ્રહમાં વિહાર કરે છે તેઓને અવગ્રહની આજ્ઞા કરી છે.’
એવી રીતે કહી પ્રભુના ચરણકમલમાં વંદન કરી ઇંદ્ર ઊભા રહ્યો. ભરતરાજાએ એ સાંભળી પુનઃ વિચાર કર્યો કે એ મુનિએ એ જો કે મારા અન્નદિકના આદર કર્યા નથી, તથાપિ અવગ્રહના અનુગ્રહની આજ્ઞાથી તે! હું આજે કૃતાર્થ થાઉં,' એમ મનમાં ધારી શ્રેષ્ઠ હૃદયવાળા ચક્રીએ ઇંદ્રની જેમ પ્રભુના ચરણ પાસે જઈ પેાતાના અવગ્રહની પણ આજ્ઞા કરી. પછી પાતાના સહધમી (સામાન્ય ધર્મબંધુ) ઇંદ્રને પૂછ્યું -‘હાલ અહી લાવેલા આ ભાતપાણીનું મારે શુ કરવું ?
ઇંદ્રે કહ્યું-તે સર્વ ગુણાત્તર (વિશેષ ગુણવાન) પુરુષોને આપી દેવું.
ભરતે વિચાર્યું–‘સાધુએ સિવાય બીન્ન ગુણાત્તર પુરુષો કોણ ? હા ! મારા જાણવામાં આવ્યુ., દેશિવેતિ એવા શ્રાવકે ગુણાત્તર છે, માટે આ સઘળુ તેમને આપવું ચાગ્ય છે.' એમ નિશ્ચય કર્યા પછી ચક્રીએ સ્વર્ગપતિ ઇંદ્રનું પ્રકાશમાન અને મનોહર આકૃતિવાળુ રૂપ જોઈ વિસ્મય પામી તેને પૂછયુ-‘હે દેવતિ ! સ્વર્ગમાં પણ તમે આવે રૂપે રહેા છે. કે બીજે રૂપે રહેા છે ? કારણ કે દેવતાઓ તેા કામરૂપી (ઇચ્છિત રૂપ કરનારા) કહેવાય છે.’
ઇન્દ્રે કહ્યું હે રાજન્ ( સ્વર્ગમાં અમારું આવું રૂપ ન હોય ત્યાં જે રૂપ હોય છે તે મનુષ્યાથી જોઇ પણ શકાતું નથી.’
ભરતે કહ્યું – – તમારા તેવા પ્રકારના રૂપના દર્શન માટે મને ઘણી ઈચ્છા થાય છે. તેથી હું સ્વ પતિ ! ચંદ્ર જેમ ચકારને પ્રસન્ન કરે તેમ તમારી દિવ્ય આકૃતિના દર્શનથી તમે મારા ચક્ષુને પ્રસન્ન કરો.’
ઇન્દ્રે કહ્યું–હે રાજા ! તમે ઉત્તમ પુરુષ છે. તમારી પ્રાર્થના વ્યર્થ ન જવી જોઈએ, માટે હું મારા એક અંગનું તમને દર્શન કરાવીશ. ’ એમ કહી ઇન્દ્રે ચોગ્ય અલંકારથી શેાભતી અને જગતરૂપી મંદિરમાં દીપિકા સમાન પાતાની એક અગુલિ ભરતરાયને ખતાવી તે પ્રકાશિત કાંતિવાળી ઇદ્રની આંગળી જોઇ, પૂર્ણિમાના ચંદ્રને જોવાથી સમુદ્રની જેમ ૧ મુનિને અર્થે કરેલ નહિ અને કરાવેલ નહિ તે. ર રહેવા-વિચારવાના સ્થાનને માટે આજ્ઞા લેવી પડે તે