________________
૧૭૪
સગ ૫ મે આરૂઢ થયેલા પુરુષોને કેવળજ્ઞાન થતું નથી.” એમ કહી તે બંને ભગવતી જેમ આવી હતી તેમ ચાલી ગઈ. મહાત્મા બાહુબલિ તે વચનથી અંતઃકરણમાં વિસ્મય પામી આવી રીતે વિચારવા લાગ્યા–“અહો ! સાવદ્યાગને ત્યાગ કરનારા અને વૃક્ષની જેમ કાયોત્સર્ગમાં રહેનારા મારે આ અરણ્યમાં હસ્તી ઉપર આરોહણ ક્યાંથી ? આ બંને આર્યા ભગવાનની શિષ્યા છે. તે ક્યારે પણ અસત્ય ભાષણ કરે નહિ તે આમાં શું સમજવું ? અરે હા ! બહુ કાળે મારા જાણવામાં આવ્યું કે વ્રતથી મોટા અને વયથી નાના એવા મારા ભાઈઓને હું કેમ નમસ્કાર કરું ? એવું જે મને માન થયું છે તે રૂપી હાથી ઉપર હું નિર્ભયપણે આરૂઢ થયેલે છું. ત્રણ જગતના ગુરૂની ઘણે કાળ મેં સેવા કરી, તે પણ જળચર જીવોને જેમ જળમાં તરતાં આવડે નહીં, તેમ મને વિવેક ઉત્પન્ન થો નહીં, જેથી પૂર્વે વ્રતને પ્રાપ્ત થયેલા એ મહાત્મા ભ્રાતાઓને “એ કનિષ્ટ છે એમ ધારી તેમને વાંદવાની ઇચ્છા મને થઈ નહીં. હવે હમણાં જ ત્યાં જઈને એ મહામુનિઓને વંદના કરું.'
એમ વિચારી મહાસત્તવ બાહુબલિએ પિતાને ચરણ ઉપાડ, તે જ વખતે ચોતરફથી જેમ લતા અને વેલડીએ ગુટવા લાગી તેમજ ઘાર્તિકર્મ પણ ત્રુટવા લાગ્યા અને તે જ પગલે એ મહાત્માને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી ઉત્પન્ન થયું છે કેવળજ્ઞાન અને કેવળદર્શન જેમને એવા સૌમ્ય દર્શનવાળા એ મહાત્મા ચંદ્ર જેમ સૂર્યની પાસે જાય તેમ ઋષભસ્વામીની પાસે ગયા. ત્યાં તીર્થકરને પ્રદક્ષિણા કરી અને તીર્થને નમસ્કાર કરી જગતને નમવા ગ્ય બાહુબલિ મુનિ પ્રતિજ્ઞાને તરી કેવળીની પર્ષદામાં જઈને બેઠા.
- इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरित्रे महाकाव्ये प्रथमपर्वणि છે વાદુપિંગ્રામલાવવજ્ઞાનીનો નામ મ સ . પ . 88 SSSSSSSSSSSSSSB3%BEST BESARD8338
હું