________________
પર્વ ૧ લું
૧૭૧ પિતાને પિતાના (ઋષભસ્વામીના) પુત્રપણે માનનારા એ ભરતરાજાને ધિક્કાર છે અને તેના ક્ષાત્રવ્રતને પણ ધિક્કાર છે? કે મેં દંડનું આયુધ ધારણ કર્યું છે અને તેણે ચક્રને ગ્રહણ કર્યું. દેવતાઓની સમક્ષ એણે ઉત્તમ યુદ્ધ કરવાની પ્રતિજ્ઞા કરી, પણ આ પ્રમાણે વર્તવાથી બાળકની પેઠે તેણે તે પ્રતિજ્ઞા તેડી છે, તેથી તેને ધિક્કાર છે ! તપસ્વી જેમ તેજોણેશ્યા બતાવે, તેમ ક્રોધિત થયેલે તે ચક્ર બતાવીને સર્વ વિશ્વને ભય પમાડે તેમ મને પણ ભય પમાડવાની ઇચ્છા રાખે છે; પણ જેવી રીતે તેણે પોતાના ભુજદંડને સાર જાણી લીધો તેવી રીતે આ ચક્રનું પરાક્રમ પણ ભલે જાણે!” એવી રીતે વિચાર કરનારા બાહુબલિ તરફ ભરતપતિએ પોતાના સર્વ બળથી ચક્ર છોડયું. ચક્રને પિતાની પાસે આવતું જોઈ તક્ષશિલાનો પતિ વિચારવા લાગ્ય-‘જીર્ણ થયેલા પાત્રની જેમ ચક્રને હું ચૂર્ણ કરી નાંખુ? કંદુકની લીલાની જેમ આઘાત કરીને તેને ફેંકી દઉં? ક્રીડાથી પથ્થરના કટકાની જેમ તેને આકાશમાં ઉડાડી દઉં ? બાળકના નાળની જેમ તેને પૃથ્વીમાં દાટી દઉં? ચપળ ચકલાનાં બચ્ચાની જેમ તેને હાથમાં પકડી લઉં? વધને ગ્ય અપરાધીની જેમ તેને દૂરથી જ છોડી દઉં? કે ઘંટીમાં પડેલા કણની જેમ તેના અધિષ્ઠાયક હજાર યક્ષેને દંડવડે શીધ્ર દળી નાંખું ? અથવા એ સર્વ વિધિ પાછળ રાખી પ્રથમ તેનું સામર્થ્ય તો જાણું.” તે એવી રીતે વિચારે છે તેટલામાં શિષ્ય જેમ ગુરુની પ્રદક્ષિણા કરે તેમ ચકે બાહુબલિની પ્રદક્ષિણા કરી. ચક્રાનું ચક્ર સામાન્ય સગોત્રી પુરુષ ઉપર પણ ચાલી શકે નહી, તો તેવા ચરમશરીરી પુરુષ ઉપર કેમ શક્તિવંત થાય?તેથી પક્ષી જેમ માળામાં આવે અને અશ્વ જેમ ઘોડારમાં આવે, તેમ ચક્ર પાછું આવીને ભરતેશ્વરના હાથ ઉપર બેઠું.
“મારવાની ક્રિયામાં વિષધારી સપના વિષની જેમ ચકી પાસે અમોઘ અસ્ત્ર એ ચક જ હતું. હવે તેના જેવું બીજું અસ્ત્ર એની પાસે નથી, માટે હું, દંડાયુધ છતાં ચક્ર મૂકી અન્યાય કરનારા એ ભરતને તથા તેના ચક્રને મુષ્ટિપ્રહારવડે ચાળી નાંખું.” એવી રીતે અમર્ષથી ચિંતવીને સુનંદાના પુત્ર બાહુબલિ યમરાજની પેઠે ભયંકર મુષ્ટિ ઉગામીને ચક્રી તરફ દોડયા. શુંઢમાં મુદ્દગરવાળા હાથીની જેમ મુષ્ટિવાળા કરથી દેડતા બાહુબલિ ભરતની નજીક આવ્યા; પણ સમુદ્ર જેમ મર્યાદાભૂમિમાં રહે તેમ તે ત્યાં સ્થિર થઈ ગયા. એ મહાસત્ત્વ પિતાના ચિત્તમાં વિચાર કરવા લાગ્યા–“અહો ! આ ચક્રવતની જેમ હું પણ રાજ્યમાં લુબ્ધ થઈને મોટા ભાઈનો વધ કરવા તૈયાર થયા છે, તેથી શિકારીથી પણ વિશેષ પાપી છું; જેમાં પ્રથમ ભાઈ અને ભત્રીજાને મારી નાંખવા પડે તેવા શાકિની મંત્રની પેઠે રાજયને માટે કેણ ચન કરે? રાજ્યશ્રી પ્રાપ્ત થાય અને ઈચ્છા પ્રમાણે તેને ભોગવે, તે પણ મદિરાપાની પુરુષને મદિરાથી જેમ તૃપ્તિ ન થાય, તેમ રાજાઓને તેનાથી સંતેષ થતો નથી. આરાધન કર્યા છતાં પણ અલ્પ છળને પામી શુદ્ર દેવતાની પેઠે રાજ્ય લક્ષ્મી ક્ષણવારમાં પરાડૂળમુખી થઈ જાય છે. અમાવાસ્યાની રાત્રિની પેઠે એ ઘણું તમને (અંધકાર) વાળી છે, નહીં તો પિતાજી તેને તૃણની પેઠે શા માટે ત્યાગ કરે? તે પિતાને હું પુત્ર છતાં મેં ઘણે કાળે તેને દુષ્ટ આચરણવાળી જાણું, તે બીજે કે તેને તેવી જાણી શકશે? માટે આ રાજ્યલક્ષમી સર્વથા ત્યાગ કરવા યંગ્ય જ છે. એ નિશ્ચય કરી મોટા મનવાળા તે બાહુબલિએ ચક્રવર્તીને આ પ્રમાણે કહ્યું- હે ક્ષમાનાથ! હે
! ફક્ત રાજ્યને માટે મેં શત્રુની પેઠે તમને ખેદ પમાડયો તે ક્ષમા કરજે. આ સંસારરૂપી મોટા પ્રહમાં તંતપાસની જેવા ભાઈ, પુત્ર અને કલત્રાદિકથી તથા રાજ્યથી પણ મારે સયું! હું તો હવે ત્રણ જગતના સ્વામી અને વિશ્વને અભયદાન આપવામાં એક સદાવ્રતવાળા પિતાજીના માર્ગમાં પાથરૂપે પ્રવતીશ.”