________________
પૂર્વ ૧ લું
૧૪૯
ભલે પ્રસન્ન થાઓ. પણ તેમાં મારે શું? કેમકે સજ્જ રથ પણ માર્ગે ચાલવાને સમ થાય છે, ઉન્માગે તેા ભાંગી જાય છે. ઈંદ્ર પિતાજીના ભક્ત છે; તેથી તેને પિતાજીના જ્યેષ્ઠ પુત્ર ગણી પાતાના અર્ધ આસન ઉપર બેસાડે તે તેથી શું તે ગવ પામે છે? એ ભરતરૂપ સમુદ્રમાં સૈન્ય સહિત બીજા રાજાઓ સાથુઆના ચૂર્ણની મુષ્ટિ જેવા થાય છે તે ખરૂ', પણ તેજથી દુઃસહ એવા હુ તે તે સમુદ્રમાં વડવાનળ જેવા છું. સૂર્યના તેજમાં ખીજા' તેજ માત્ર લય થઈ જાય, તેમ ભરતરાજા પેાતાનાં અશ્વ, હસ્તી, પાયલ અને સેનાપતિ સુદ્ધાં મારામાં લય થઈ જાય, બાળપણામાં હાથીની જેમ મે' તેને પગેથી પકડીને મારા કરવડે માટીના ઢેફાંની જેમ ગગનમાં ઉડાડયા હતા; ગગનમાં બહુ ઊંચે ઊડયા પછી પાછા નીચે પડતાં ‘એ પ્રાણરહિત ન થાઓ ' એમ ધારી મેં જ તેને પુષ્પની પેઠે ઝીલી લીધા હતા; પણ હાલમાં વાચાળ થયેલા એવા તેના જીતેલા રાજાઓનાં ચાટુ ભાષણાથી જાણે બીજા જન્મને પામ્યા હાય તેમ તે એ સઘળું ભૂલી ગયા જણાય છે; પરંતુ તે સર્વે ચાલુકારા નાસી જશે અને એ એકલા બાહુબળથી થતી વ્યથાને સહન કરશે. અરે ક્રૂત! તું અહીંથી ચાલ્યા જા. રાજ્ય અને જીવિતની ઇચ્છાથી તે ભલે અહી આવે. પિતાએ આપેલા રાજ્યભાગથી તુષ્ટ થયેલા હું તેની પૃથ્વીની ઉપેક્ષા કરું છું તેથી મારે ત્યાં આવવાની જરૂર નથી.”
બાહુબલિએ એવી રીતે કહેવાથી જાણે વિચિત્ર કાયાવાળા ( ચિતરા ) હોય તેવા અને સ્વામીની દૃઢ આજ્ઞારૂપી પાશથી બધાએલા બીજા રાજાએ પણ કાપથી રક્ત નેત્રે કરી સુવેગને જોવા લાગ્યા. ‘મારા મારા’ એમ રાષથી ખેલતા અને અધરને સ્ફુરાવતા કુમારા વારવાર તેની ઉપર કટાક્ષ નાંખવા લાગ્યા, ખડ્ગને હલાવતા પરિકર બાંધી દઢ થયેલા અંગરક્ષકા જાણે મારવાને ઈચ્છતા હાય તેમ ભ્રકુટી ચડાવીને તેને જોવા લાગ્યા અને સ્વામીના કોઈ સાહસિક પદ્દાતિ આ વરાકને મારી તા નહીં નાખે એમ મ`ત્રીએ તેની ચિ'તા કરવા લાગ્યા. તેવામાં હાથ તૈયાર કરી પગને ઊંચા કરી રહેલા હેાવાથી જાણે તેને કંઠમાંથી પકડવાને ઉત્સુક હાય તેવા છડીદારે તેને આસન ઉપરથી ઉઠાડયા. આ પ્રમાણે થવાથી તે મનમાં ક્ષેાભ પામ્યા, તેા પણ ધૈ'નુ' અવલંબન કરી સુવેગ સભાસ્થાનમાંથી બહાર નીકળ્યા. ક્રાધ પામેલા ખાહુબલિના આકરા શબ્દોના અનુમાનથી રાજદ્વારમાં રહેલું પાયદળસૌન્ચ રાષવડે ક્ષેાભ પામ્યું. તેમાંના કેટલાક ક્રોધથી ઢાલ ફેરવવા લાગ્યા, કેટલાક તલવાર નચાવવા લાગ્યા, કેટલાક ફેકવાને માટે ચક્ર તૈયાર કરવા લાગ્યા, કાઇ મુગર લેવા લાગ્યા, કાઈ ત્રિશૂળવડે સ્ફાટન કરવા લાગ્યા, કાઈ ભાથાં બાંધવા વાગ્યાં, કોઈ દંડ ગ્રહણ કરવા લાગ્યા અને કાઈ પરશુને પ્રેરવા લાગ્યા. તેને આવી સ્થિતિવાળા જોઇ ચાતરફથી જાણે પગલે પગલે પાતાનુ મૃત્યુ જોતા હોય તેમ સ્ખલિત ચરણથી ચાલતા સુવેગ નરસિંહ (ખાહુબલિ ) ના સિંહદ્વારથી બહાર નીકળ્યા. ત્યાંથી રથમાં બેસી ચાલતાં માર્ગોમાં નગરાકાની પરસ્પર થતી આવી વાણી તેણે સાંભળી
૧ લેા પુરુષ–આ નવીન પુરુષ રાજદ્વારમાંથી કાણુ નીકળ્યે ?
૨ જો પુરુષ–એ ભરતરાજાના દૂત જણાય છે.
૧ લેા પુરુષ–શું પૃથ્વીમાં બાહુબલિ સિવાય બીજો કાઈ રાજા છે ? બીજો—હા, અયાધ્યામાં બાહુબલના મોટા ભાઇ ભરત નામે રાજા છે. પહેલા આ દૂતને તેણે અહીં શા માટે માકલ્યા હશે ?