________________
૧૫ર
સર્ગ ૩ જે સુવેગ ! મારા નાનાભાઈ બાહુબલિ કુશળ છે? કેમકે તું વેગથી આવ્યો તેથી હું ક્ષોભ પામું છું; અથવા તેણે તરછોડેલે તું ત્વરાથી આવે છે? કેમકે તે મારા બળ વાન બ્રાતાની એ વીરવૃત્તિ યુક્ત છે.”
સુવેગે કહ્યું-“દેવ ! તમારી જેવા અતુલ્ય પરાક્રમવાળા તે બાહુબલિનું અકુશળ કરવાને દેવ પણ સમર્થ નથી. એ આપને નાનો ભાઈ છે એમ ધારી પ્રથમ મેં તેને સ્વામીની સેવા માટે આવવા વિનયપૂર્વક હિતકારી વચને કહ્યાં. ત્યાર પછી ઔષધની પેઠે તીવ્ર અને પરિણામે ઉપકારી એવાં અવચનીય વચને કહ્યા, પરંતુ મીઠા વચનોથી અને તીક્ષ્ણ વચનથી પણ તેણે આપની સેવા સ્વીકારી નહીં; કેમકે સંનિપાતને વિકાર થાય ત્યારે ઔષધ શું કરી શકે ? તે બળવાન બાહુબલિ ગર્વવંત થઈ ત્રણ લેકને તૃણ તુલ્ય ગણે છે, અને સિંહની જેમ કોઈને પિતાને પ્રતિમલું જાણતો નથી, આપના સુષેણ સેનાનીનું અને સૈન્યનું વર્ણન કર્યું ત્યારે “એ શું ગણત્રીમાં છે એમ કહી દુર્ગધથી મરડવાની જેમ તેણે પિતાની નાસિકા મરડી. જ્યારે આપે કહે પખંડવિજય મેં વર્ણવ્યું ત્યારે તે નહીં સાંભળતાં પિતાના ભુજદંડને જોવા લાગ્યો અને કહ્યું કે “પિતાજીએ આપેલા ભાગથી સંતુષ્ટ થઈને રહેલા અમારી ઉપેક્ષાથી જ ભરતે ભરત ક્ષેત્રના છ ખંડ ગ્રહણ કર્યા છે.' સેવા કરવી તે દૂર રહી, પણ હાલ તો તે નિભચ થઈને ઉલટા વાઘણને દહેવા બોલાવે તેમ આપને રણને માટે બોલાવે છે. તમારે ભ્રાતા એ પરાક્રમી, માની અને મહાભુજ છે કે તે ગંધહસ્તીની જેમ અસહ્ય અને પરપરાક્રમને સહન કરતો નથી. તેની સભામાં ઈદ્રના સામાનિક દેવતાઓની જેમ તેના સામંતરાજાઓ પણ પ્રચંડ પરાક્રમી હોવાથી તેના આશયથી ન્યૂન આશયવાળા નથી. તેના રાજકુમાર પણ રાજતેજના અત્યંત અભિમાની છે. તેઓની ભુજામાં રણ કરવા માટે ખુજલી આવે છે, તેથી જાણે બાહુબલિથી પણ તેઓ દશગણા પરાક્રમી હોય તેવા જણાય છે. તેના અભિમાની મંત્રીઓ પણ તેની જેવા જ વિચારને અનુસરે છે; કેમકે જેવા સ્વામી હોય તેવો જ તેનો પરિવાર પણ હોય છે. સતી સ્ત્રીઓ જેમ પરપુરુષને સહન કરતી નથી તેમ તેની અનુરાગી પ્રજા પણ દુનિયામાં બીજો રાજા છે એવું જાણતી નથી. કર ભરનારા, વેઠ કરનારા અને દેશના સઘળા લકે પણ સેવકની જેમ પિતાને પ્રાણ આપીને તેનું પ્રિય કરવાની ઈચ્છા રાખે છે. સિંહોની જેવા વનચર અને ગિરિચર સુભટો પણ તેને વશ થઈ તેની માનસિદ્ધિ કરવાને ઈરછે છે. તે સ્વામિન્ ! વિશેષ શું કહું? પણ તે મહાવીર દર્શનની ઉત્કંઠાથી નહિ પણ યુદ્ધની ઈચ્છાથી હમણા તમને જોવાને ઈરછે છે. હવે આપને રુચે તેમ કરે; કારણ કે દ્રત લો કે મંત્રી નથી પણ માત્ર સત્ય સંદેશાને જ કહેનારા છે.” - એ પ્રમાણે સાંભળી ભરત (સૂત્રધાર)ની પેઠે સમકાળે વિસ્મય, કોપ, ક્ષમા અને હર્ષના દેખાવરૂપ નાટય કરી ભરતરાજા બોલ્યા–“સુર, અસુર અને નરમાં એ બાહુબલિની તુલ્ય કેઈ નથી એ બાળપણની ક્રિીડામાં મેં સ્વતઃ અનુભવ કરે છે. ત્રણ જગતના સ્વામીને પુત્ર અને મારે ના ભાઈ એ બાહુબલિ, ત્રણ જગતને તૃણરૂપ માને તે સ્તુતિરૂપ નથી પણ વાસ્તવિક છે. એવા નાના ભાઈથી હું પણ પ્રશંસા પામવાને વેગ્ય છું; કેમકે એક હાથ ના હોય અને બીજે માટે હોય તે તે પણ શોભે નહીં. સિંહ જે બંધનને સહન કરે, અષ્ટાપદ જ વશ થાય, તે બાહુબલિ વશ થાય; અને એ વશ થાય ત્યારે તે પછી ન્યૂન પણ શું કહેવાય ? તેના દુવિનયને હું સહન કરીશ. કદાપિ તેમ કરવાથી લોકો મને અશક્ત કહે તે ભલે કહે. સર્વ વસ્તુઓ પુરુષાર્થથી કે ધનથી
'