________________
૧૫૪
સગ ૫ મિ
મંગળ કરી મહારાજા પ્રયાણને માટે પર્વત જેવા ઉન્નત ગજેન્દ્ર ઉપર આરૂઢ થયા. જાણે બીજા રાજાની સેના હોય તેમ રથ, અશ્વ અને હાથીઓ ઉપર આરૂઢ થયેલા હજારો સેવકૅ પ્રયાણવાજી વગાડવા લાગ્યા. એક સરખા તાલના શબ્દથી સંગીતકારીઓની જેમ પ્રયાણ વાદ્યોના નાદથી સર્વ સિન્ય એકઠું થયું. રાજાઓ, મંત્રીઓ, સામત અને સેનાપતિઓ વડે પરવરેલા મહારાજા જાણે અનેક મૂર્તિવાળા થયા હોય તેમ નગરીની બહાર નીકળ્યા. એક હજાર યક્ષેએ અધિષ્ઠિત થયેલું ચક્રરત્ન જાણે સેનાપતિ હોય તેમ સૈન્યની આગળ ચાલ્યું. શત્રુઓના જાણે ગુપ્તચર હોય તેમ મહારાજાના પ્રયાણને સૂચવતા રજસમૂહ ચોતરફ છવાઈને દૂર સુધી પ્રસરવા લાગ્યા. તે વખતે ચાલનારા લાખો હસ્તીઓથી, હાથીઓની ઉત્પત્તિભૂમિઓ ગજરહિત થઈ હશે એમ જણાવા લાગ્યું અને ઘોડા, રથ, ખચ્ચરે તથા ઉંટેના સમૂહથી જાણે સર્વ ભૂમિતલ વાહનરહિત થયું હશે તેમ જણાવા લાગ્યું. સમુદ્ર જેનારને જેમ સર્વ જગત જળમય જણાય તેમ પદાતિસૈન્યને જોઈને સર્વ જગત મનુષ્યમય જણાવા લાગ્યું. રસ્તે ચાલતા મહારાજા શહેરે-શહેરે, ગામે-ગામે અને માર્ગે-માર્ગે લોકેના આ પ્રમાણે પ્રવાદ સાંભળવા લાગ્યા. “આ રાજાએ એક ક્ષેત્રની જેમ આ ભરતક્ષેત્રને સાધ્યું છે અને મુનિ જેમ ચૌદ પૂર્વને મેળવે તેમ ચૌદ રત્ન મેળવ્યા છે. આયુધાની જેમ એમને નવ નિધિઓ વશ થયા છે, તે છતાં એ મહારાજા કઈ તરફ અને શા માટે પ્રયાણ કરે છે? કદાપિ વેચ્છાએ પિતાને દેશ જેવા જતા હોય તો તેમની આગળ શત્રુઓને સાધવામાં કારણરૂપ ચકરત્ન શા માટે ચાલે છે? પણ દિશાના અનુમાનથી તેઓ બાહુબલિ ઉપર જાય છે એમ જણાય છે. અહો ! મોટા પુરુષોને પણ અખંડ વેગવાળા કષા હોય છે. તે બાહુબલિ, દેવ અને અસુરથી પણ દુર્જાય છે એમ સાંભળવામાં આવ્યું છે, તેથી તેને જય કરવાને ઈચ્છતા આ રાજા આંગળીથી મેરુને ધારણ કરવાને ઈરછે છે. આ કાર્યમાં નાનાભાઈએ મોટાભાઈને જીત્યા” એમ થવાથી, અથવા “મોટાભાઈએ નાનાભાઈને જ એમ થવાથી બંને પ્રકારે મહારાજાને મોટો અપયશ પ્રાપ્ત થશે.”
સૈન્યથી ઊડતા રજના પૂરવડે જાણે વિધ્યાદ્રિ વધતું હોય તેમ તરફ અંધકારને પ્રસારતા, અના ખારા, ગજેની ગર્જના, રથના ચીત્કાર અને દ્ધાઓના કરાટએ રીતે ચાર પ્રકારની સેનાના શબ્દોથી, આનક નામના વાઘની જેમ દિશાઓને નાદવાળી કરતા, ગ્રીષ્મઋતુના સૂર્યની જેમ માર્ગની સરિતાઓનું શોષણ કરતા, ઉત્કટ પવનની જેમ માર્ગનાં વૃક્ષોને પાડતા, સન્યની વજાઓનાં વસ્ત્રોથી આકાશને બગલામય કરતા, સન્યના ભારથી પીડા પામતી પૃથ્વીને હસ્તીઓના મદથી શાંત કરતા અને પ્રતિદિવસે ચક્કાનુસારે ચાલતા મહારાજા, સૂર્ય જેમ બીજી રાશિમાં સંક્રમે તેમ બહલીદેશમાં આવી પહોંચ્યા અને દેશની સીમાંત પડાવ નાખી સમુદ્રની જેમ મર્યાદા કરીને તેઓ રહ્યા. - તે સમયે સુનંદાના પુત્ર બાહુબલિએ રાજનીતિરૂપ ગૃહના સ્તંભરૂપ, ચરપુરુષોથી ચક્રીને આવેલા જાણ્યા, એટલે તેણે પણ પિતાના પડદાથી જાણે સ્વર્ગને સંભારૂપ કરતી હોય તેવી પ્રયાણની ભંભા વગડાવી. પ્રસ્થાન કલ્યાણ કરીને મૂર્તિમાન કલ્યાણ હોય તેવા ભદ્ર ગજેન્દ્ર ઉપર ઉત્સાહની જેમ તે આરૂઢ થયા. મેટા બળવાન, મોટા ઉત્સાહવા, એકસરખા કાર્યમાં પ્રવર્તનારા, બીજાઓથી અભેદ્ય અને જાણે પોતાના અંશ હોય તેવા રાજકુમારે, પ્રધાને અને વીરપુરુથી વીંટાયેલ બાહુબલિ દેવતાઓથી વીટાઈદ્રના જેવા શોભવા લાગ્યા. જાણે તેના મનમાં વસેલા હોય તેમ કેટલાએક હાથી ઉપર બેસી, કેટલાએક ઘેડા ઉપર બેસી, કેટલાએક રથમાં બેસી અને કેટલાએક પાયદળ રૂપે–એમ