________________
પર્વ ૧ લું
૧૫૫ -
લાખે યોદ્ધાઓ તત્કાળ એક સાથે બહાર નીકળ્યા. બળવાન અને ઊંચા અન્ને ધરી રહેલા પિતાના વિરપુરુષોથી જાણે એક વીરમય પૃથ્વીને રચતા હોય તેમ અચળ નિશ્ચયવાળા બાહુબલિ ચાલ્યા. વિભાગરહિત (સુવાંગ) જય કરવાની આકાંક્ષા રાખનારા તેના વીર સુભટ “એકલું છું તે પણ સવ શત્રુને જીતીશ” એમ પરસ્પર કહેવા લાગ્યા. રહણચળ પર્વતમાં સર્વે કાંકરા મણિમય હોય તેમ રીન્યમાં રણવાજીત્રને વગાડનારે પણ વીરમાની હતો. ચંદ્રની જેવી કાંતિવાળા તેના મંડળિક રાજાઓના છત્રમંડળથી જાણે આકાશ શ્વેત કમળમય હોય તેવું થઈ ગયું. દરેક પરાક્રમી રાજાઓને જોઈને જાણે પિતાની ભુજાઓ હોય તેમ માનતા તે આગળ ચાલવા લાગ્યા. માર્ગમાં ચાલતાં તે બાહુબલિ સૈન્યના ભારથી પૃથ્વીને અને જયવાજીત્રના શબ્દોથી સ્વર્ગને ફડવા લાગ્યા. પિતાના દેશને સીમાડે દૂર હતે, તો પણ તે તત્કાળ ત્યાં આવી પહોંચ્યા. કારણ કે રણને માટે ઉત્કંઠિત થયેલા વીરલોકે વાયુથી પણ વિશેષ વેગવાળા થાય છે, ભરતરાજાની છાવણીથી બહુ દૂર નહીં અને નજીક પણ નહીં તેવી જગ્યાએ ગંગાના તટ ઉપર બાહુબલિએ પડાવ નાંખે.
પ્રાત:કાળે ચારણભાટોએ અતિથિની જેમ તે બંને ઋષભકુમારને યુદ્ધાત્સવને માટે પરસ્પર નિયંત્રણ કર્યું. રાત્રે બાહુબલિએ સર્વ રાજાઓના મતથી સિંહ જેવા પરાક્રમવાળા સિંહરથ નામના પિતાના પુત્રને સેનાપતિ ની અને પટ્ટહસ્તીની જેમ તેના મસ્તક ઉપર જાણે પ્રકાશમાન પ્રતાપ હોય તેવા દેદીપ્યમાન સુવર્ણને એક રણપટ્ટ આજે પણ કર્યો. રાજાજીને પ્રણામ કરી, રણદીક્ષા પ્રાપ્ત કરી, જાણે પૃથ્વી મળી હોય તેમ હર્ષ પામીને તે પિતાના નિવાસસ્થાને ગયે. મહારાજા બાહુબલિએ બીજા રાજાઓને પણ યુદ્ધ કરવા માટે આદેશ આપી વિદાય કર્યા. જો કે તેઓ પોતે જ રણની ઈરછાવાળા હતા તે પણ સ્વામીની આજ્ઞા તે સત્કારરૂપ છે.
આ તરફ મહારાજા ભરતરાયે કુમારે, રાજાઓ અને સામતના મતથી વય આચાર્યની જેમ સુષેણુને રણદીક્ષા આપી સેનાપતિ નીમ્યો. સિદ્ધિમંત્ર જેવી સ્વામીની આજ્ઞા સ્વીકારીને, ચકવાની જેમ પ્રાતઃકાલની વાટ જોતો સુષેણ પિતાને આવાસે ગયે. કુમા, મુગટબંધ રાજાઓ અને સર્વ સામંતોને બોલાવીને ભરતરાજાએ આજ્ઞા કરી કે“શુરવીરે ! મારા નાના ભાઈ સાથેના યુદ્ધમાં અપ્રમાદી થઈ તમારે સુષેણ સેનાપતિને મારી જેમ અનુસરવું. હે પરાક્રમવાળા વીરો ! હસ્તીઓને મહાવતે વશ કરે તેમ તમે ઘણા પરાક્રમી અને દુર્મદ રાજાઓને વશ કર્યા છે; તથા વૈતાઢય પર્વતને ઉલ્લંઘન કરી દેવતાઓ અસરોને જીતે તેમ તમે દુય કિરાને તમારે પરાક્રમથી ગાઢ રીતે આક્રાંત કર્યા છે, પરંતુ તેઓમાં આ તક્ષશિલાના રાજા બાહુબલિના પાયદળની જેવો પણ એકે નહતો. પવન રૂને ઉડાડે તેમ એકલે એ બાહુબલિનો જ્યેષ્ઠ પુત્ર સોમયશા સર્વ સિન્યને દશે દિશામાં ઉડાડી દેવાને સમર્થ છે. વચમાં કનિષ્ટ પણ પરાક્રમમાં અકનિકએવા સિંહરથ નામે તેને નાના ભાઈ શત્રુઓની સેનામાં દાવાનળરૂપ છે. વધારે શું કહેવું ? પણ તેના બીજા પુત્ર અને પૌત્રોમાંના દરેક એક એક અક્ષૌહિણી સેનામાં મલ્લ સમાન અને યમરાજને પણ ભય ઉત્પન્ન કરે તેવા છે. જાણે તેના પ્રતિબિંબ હોય તેવા તેના સ્વામીભક્ત સામંતે બળમાં તેની સમાનતા કરે તેવા છે. બીજાઓના સૈન્યમાં જેમ મહાબળવાન એક અગ્રણી હોય તેમ તેના સૈન્યમાં સર્વે તેવા પરાક્રમી છે. રણમાં મહાબાહ બાહુબલિ તો દૂર રહો, પણ તેને એક સેનાબૂહ પણ વજની જેમ દુઃફેટ છે; માટે વર્ષાઋતુના મેલની સાથે પૂર્વ દિશાને પવન ચાલે તેમ યુદ્ધને માટે જતા સુષેણની પછવાડે