________________
૧૬૨
સર્ગ ૫ મે
ભરત ચક્રવત્તી એ સ્વીકાર્યું, એટલે તેઓ બીજા સૌન્યમાં બાબલિ પાસે ગયા. “ અહો ! આ બાહુબલિ દઢ અવખંભવાળી મૂર્તિથી અવૃષ્ય છે. એમ વિચારી વિસ્મય પામતા દેવતાઓ તેને આ પ્રમાણે કહેવા લાગ્યા
હે ઋષભનદન ! હે જગતુનેત્રરૂપી ચકોરને આનંદકારી ચંદ્ર! તમે ચિરકાળ જય પામે અને આનંદમાં રહો. સમુદ્રની જેમ તમે કદાપિ મર્યાદાને ઉલ્લંઘતા નથી અને કાયર પુરુષો રણથી ભય પામે તેમ તમે અવર્ણ વાદથી ભય પામે તેવા છે. પિતાને સંપત્તિમાં તમે ગવરાહત છે, પરની સંપત્તિમાં ઈર્ષ્યા રહિત છો. દુર્વિનીત પુરુષોને શિક્ષા કરનારા છે, ગુરુજનોને વિનય કરનાર છે અને વિશ્વને અભય કરનારા ઋષભસ્વામીના તમે એગ્ય પુત્ર છે; તેથી આ અપરલોકોને ઉછેદ કરવાના કાર્યમાં પ્રવર્તવું તમને યુક્ત નથી. તમારા જયેષ્ઠ ભાઈ ઉપર આ ભંયકર આરંભ કર્યો છે તે તમને ઘટિત નથી અને . અમૃતથી જેમ મૃત્યુ સંભવિત નથી તેમ તમારાથી એવું સંભવતું પણ નથી. આટલાથી . હજી કાંઈ બગડયું નથી, માટે ખેલ પુરુષની મૈત્રી જે આ યુદ્ધનો આરંભ તમે છોડી
ઘો. હે વીર ! મંત્રોથી મોટા સર્પોને પાછા વાળવાની જેમ તમારી આજ્ઞાથી આ વીર - સુભટને યુદ્ધના વેગમાંથી પાછા વાળો અને તમારા મોટાભાઈ ભરતરાયની પાસે જઈ . તેમને વશ થાઓ. તેમ કરવાથી તમે “ શક્તિવાન છતાં વિનયી થયા” એવી પ્રશંસાને પાત્ર થશે. ભરતરાજાએ ઉપાર્જિત કરેલા છ ખંડ ભરતક્ષેત્રને તમે સ્વપાર્જિતની પેઠે ભેગો, કારણ કે તમારા બંનેમાં કાંઈ અંતર નથી.” એમ કહી મેઘની પેઠે તેઓ વિરામ પામ્યા એટલે બાહુબલિ કાંઈક હસીને ગંભીર વાણીથી બોલ્યા-” હે દેવતાઓ ! અમારા વિગ્રહનો હેતુ તત્વથી જાણ્યા સિવાય તમે પોતાના સ્વચ્છ દિલથી આ પ્રમાણે કહે છે. તમે પિતાજીના ભક્ત છે અને અમે તેમના પુત્રો છીએ; એવા આપણું સંબંધથી તમે આવી રીતે કહો છો તે યુક્ત છે. પૂર્વે દીક્ષા સમયે અમારા પિતાજીએ યાચકોને સુવર્ણાદિક આપ્યું તેમ અમને અને ભરતને દેશ વહેંચી આપ્યા હતા. હું તો મને આપેલા દેશથી સંતુષ્ટ થઈ રહ્યો હતો, કેમકે ફક્ત ધનને વાતે પરદ્રોહ કેણ કરે? પરંતુ સમુદ્રમાં જેમ મોટા મઢ્ય નાના માસ્યને ગળી જાય, તેમ ભરતક્ષેત્રરૂપ સમુદ્રમાં સર્વ રાજાઓનાં રાજ્યોને તે ભરત ગળી ગયે. પેટભરે માણસ જેમ ભોજનથી અસંતુષ્ટ રહે તેમ તેટલાં રાજ્યોથી પણ અસંતુષ્ટ રહેલા તેણે પિતાના નાના ભાઈઓનાં રાજ્ય ખુંચવી લીધાં. જ્યારે નાના ભાઈઓ પાસેથી પિતાજીએ આપેલા રાજ્ય તેણે ખુંચવી લીધાં, ત્યારે પોતાનું ગુરૂપણું તેણે પોતાની મેળે જ ખોયું છે. ગુરૂપણું વયમાત્રથી નથી. પણ તેવા આચરણથી છે. ભાઈઓને રાજ્યથી દૂર કરીને તેણે ગુરૂપણનું આચરણ બતાવી આપ્યું છે ! સુવર્ણની બુદ્ધિથી પિત્તળની જેમ અને મણિની બુદ્ધિ કાચને ગ્રહણ કરવાની જેમ ભ્રાંતિ પામેલા મેં આટલા વખત સુધી તેને ગુરૂબુદ્ધિથી જે હતો. પિતાએ અથવા વંશના કેઈ પણ પૂર્વ પુરુષે કોઈને પૃથ્વી આપી હોય તો તે નિરપરાધી હોય ત્યાં સુધી તેને અ૫ રાજ્યવાળો રાજા પણ પાછી હરી લે નહીં, તો એ ભરત કેમ હરે? નાના ભાઈઓનું રાજ્ય હરણ કરીને નિશ્ચયે એ લજજા પામે નહીં, તેથી હવે જયની ઈચ્છાથી મારા રાજ્યને માટે મને પણ બોલાવે છે. વહાણ જેમ સમુદ્રને ઉતરી અંતે જતાં કેઈ તટના પર્વત સાથે અથડાય, તેમ સર્વ ભરતક્ષેત્રને જય કરી તે મારી સાથે અથડાણ છે. લુબ્ધ, મર્યાદા રહિત અને રાક્ષસની જેવા નિર્દય તે ભરતને મારા નાના ભાઈઓએ લજજાથી ભળે નહીં, તો હું તેના કયા