________________
૧૪૮
સર્ગ ૪ થે સુવેગનાં એવા વચન સાંભળી પોતાના બાહુબળથી જગતના બળનો નાશ કરનાર બાહુબલિ જાણે બીજે સમુદ્ર હોય તેમ ગંભીર શબ્દ બોલ્યા–“ હે દૂત ! તને શાબાશ છે. વાચાળમાં તુ અગ્રણી છે જેથી મારી આગળ આવી વાણી બોલવાને સમર્થ થયો છે. મોટા ભાઈ ભરત અમારે પિતાતુલ્ય છે. તેઓ બંધુ સમાગમ ઈચ્છે છે તે તેમને ઘટે છે; પણ સુર, અસુર અને રાજાઓની લક્ષ્મીથી ઋતુવાળા થયેલા તે અ૮૫ વૈભવવાળા અમારા આવવાથી લજજા પામશે એમ ધારીને અમે આવ્યા નથી, સાઠ હજાર વર્ષ સુધી પરરાજ્યોને ગ્રહણ કરવામાં રોકાયેલા હતા તેજ તેમને કનિષ્ઠ ભાઈઓનાં રાજ્યો ગ્રહણ કરવામાં વ્યગ્ર થવાનું કારણ છે. જે સૌથ્રાપણાનું કારણ હોત તો તે પોતાના ભાઈઓની પાસે એક એક દૂતને રાજ્ય અથવા સંગ્રામની ઈચ્છાથી શા માટે મોકલત ? લોભી એવા પણ મોટા ભાઈની સાથે કાણુ યુદ્ધ કરે એવી બુદ્ધિથી મહાસત્ત્વવંત એવા અમારા નાના ભાઈઓ પિતાને અનુસર્યા છે. તેમના રાજ્ય ગ્રહણ કરવાથી છળ જોનારા તારા સ્વામીની બકચેષ્ઠા હવે પ્રગટ થઈ છે. એવી જ રીતે અને એ જ સનેડ બતાવવા માટે એ ભરતે વાણીના પ્રપંચમાં વિશેષ પ્રકારે વિચક્ષણ એવા તને મારી પાસે મોકલ્યો છે. એ નાના ભાઈઓએ દીક્ષા લઈ પિતાનાં રાજનું દાન કરી જે હર્ષ તેને ઉત્પન્ન કર્યો છે તે હર્ષ એ રાજ્યલુબ્ધને મારા આવવાથી થશે ? નહીં થાય. તેમને હું વજથી કઠોર છું, પરંતુ થોડા વૈભવવાળ છતાં ભાઈને તિરસ્કાર કરવાના ભયથી હું તેની ઋદ્ધિ ગ્રહણ કરતા નથી. તે પુપોથી કોમળ છે પણ માયાવી છે, કે જેણે અવર્ણ વાદથી ભય પામેલા પોતાના નાના ભાઈઓનાં રાજ્ય જાતે ગ્રહણ કર્યા. તે દૂત! ભાઈએના રાજ્યને ગ્રહણ કરનારા તે ભારતની અમે ઉપેક્ષા કરી તેથી નિભર્યમાં પણ નિર્ભય એવા અમે શેના ! ગુરુ જનમાં વિનય રાખે એ પ્રશસ્ત છે, પણ જે ગુરુ પોતે ગુરુ થાય તે પણ ગુના ગુણથી રહિત એવા ગુજનમાં વિનય રાખવો એ તે ઉલટું લજજાસ્પદ છે, ગર્વવાળા, કાર્ય અકાર્યને નહીં જાણનારા અને ઉન્માર્ગગામી એવા ગુરુજનને પણ ત્યાગ જ કરવો જોઈએ. અમે શું તેના અશ્વાદિક લઈ લીધા છે કે તેનાં નગરાદિક ભગ્ન કર્યા છે કે જેથી અમારા અવિનયને એ સર્વસહ રાજાએ સહન કર્યો એમ તું કહે છે. દુનિના પ્રતિકાર માટે અમે તેવા કાર્યમાં પ્રવર્તાતા નથી; માટે વિચારીને કાર્ય કરનારા પુરુષો શું ખલ પુરુષોનાં વચનથી દૂષિત થાય છે? આટલે વખત અમે આવ્યા નહીં તેથી નિઃપૃષ્ઠ થઈને તેઓ કોઈ ઠેકાણે ચાલ્યા ગયા તે આજ હવે અમે તે ચકીની પાસે આવીએ ! ભૂતની પેઠે છળને શોધનાર તે સર્વત્ર અપ્રમત્ત અને અલુબ્ધ એવા અમારી કઈ ભૂલને ગ્રહણ કરશે ? તેમને કઈ દેશ કે બીજું કાંઈ પણ અમે ગ્રહણ કર્યું નથી. વળી એ ભરતેશ્વર અમારા સ્વામી શી રીતે થાય ? મારા અને તેમના ભગવાન ઋષભદેવ જ સ્વામી છે, તો અમે બંનેને પરસ્પરમાં સ્વામીસંબંધ કેમ ઘટે? તેના કારણરૂપ હું ત્યાં આવવાથી તેઓનું તેજ કેમ રહેશે? કારણ કે સૂર્યનો ઉદય થયે અગ્નિ તેજસ્વી રહેતું નથી. અસમર્થ રાજાઓ પોતે સ્વામી છતાં પણ તેને સ્વામી ગણી તેની સેવા કરે, કેમકે એવા રાંક રાજાઓના નિગ્રહ અને અનુગ્રહ કરવામાં એ સમર્થ છે. ભ્રાતૃનેહના પક્ષે પણ જે હું તેની સેવા કરું તે તે ચક્રવતી પણાને સંબંધે જ ગણાય; કેમકે લોકોનાં મુખ બંધાતાં નથી. હું તેમને નિર્ભય ભ્રાતા છું અને તે આજ્ઞા કરવા યોગ્ય છે; પણ જાતિપણાના સ્નેહનું તેમાં શું કામ છે ? એક જાતિ એવા વાથી અથવા વજનું વિદારણ નથી થતું શું? સુર અસુર અને નરેની ઉપાસનાથી તે ૧ બગલા જેવી ચેષ્ઠા (માયાવીપણું).