________________
૧૪૬
સગ ૪ થો
પામ્યું. દ્વાર પાસે અંદર પ્રવેશ કરવાની રજાને માટે તે કાય; કેમકે રાજમંદિરની એવી મર્યાદા છે. તેના કહેવાથી દ્વારપાળે અંદર જઈ બાહુબલીને નિવેદન કર્યું કે તમારા મોટા ભાઈને સુવેગ નામે એક દૂત આવીને બહાર ઉભેલે છે” રાજાએ આજ્ઞા કરી એટલે છડીદારે બુદ્ધિવંતમાં શ્રેષ્ઠ એવા તે સુવેગને સૂર્યમંડળમાં બુદ્ધિની જેમ સભામાં પ્રવેશ કરાવ્યા.
ત્યાં વિસ્મય પામેલા સુવેગે રત્નસિંહાસન ઉપર બેઠેલા અને જાણે તેજનું દૈવત હોય તેવા બાહુબલિને જોયા. જાણે આકાશમાંથી સૂર્યો આવ્યા હોય તેવા રત્નમય મુગટ ધારણ કરનારા તેજસ્વી રાજાએ તેની ઉપાસના કરતા હતા. પોતાના સ્વામીની વિશ્વાસરૂપ સવવ વલીના સંતાન મંડનરૂપ, બુદ્ધિવંત અને પરીક્ષણ વડે શુદ્ધ-પ્રધાનોને સમૂહ તેની પાસે બેઠેલે હતે. પ્રદીપ્ત મુગટમણિવાળા અને જગતને અધૂખ્ય નહીં ધારણ કરી શકાય તેવા) હોવાથી જાણે નાગકુમાર હોય તેવા રાજકુમારો તેની આસપાસ રહેલા હતા. બહાર કાઢેલી જિલ્લાવાળા સર્પોની પેઠે ઉઘાડા આયુધ્ધને હાથમાં રાખીને રહેલા હજારે આત્મરક્ષકેથી તે મલયાચલની પેઠે ભયંકર લાગતો હતો. ચમરીમૃગ જેમ હિમાલય પર્વતને તેમ અતિસુંદર વારાંગનાઓ તેને ચામર વીંજતી હતી. વીજળી સહિત શરદઋતુના મેઘની જેમ પવિત્ર વેષવાળા અને છડીવાળા છડીદારથી તે શોભતો હતે. સુવેગે અંદર પ્રવેશ કરી, શબ્દ કરતી સુવર્ણની લાંબી શૃંખલાવાળા હસ્તીની પેઠે લલાટથી પૃથ્વીને સ્પર્શ કરી તે બાહુબલિને પ્રણામ કર્યો. તત્કાળ મહારાજાએ ભ્રકુટીની સંજ્ઞાથી મંગાવેલા આસનને પ્રતિહારે બતાવ્યું એટલે તે તેના ઉપર બેઠે. પછી પ્રસાદરૂપ અમૃતથી ધેરાયેલી ઉજજવળ દષ્ટિથી સવેગ તરફ જતાં બાહબલિ રાજા આ પ્રમાણે બોલ્યા- “સવેગ ! આર્ય ભરત કુશળ છે ? પિતાજીએ લાલિત અને પાલિત કરેલી વિનીતાની સર્વ પ્રજા કુશળ છે? કામાદિક છ શત્રુઓની જેમ ભરતક્ષેત્રના છ ખંડોને વિજય મહારાજા ભરતે અંતરાય રહિત કર્યો ? સાઠ હજાર વર્ષ સુધી ઉત્કટ યુદ્ધ કરીને સેનાપતિ વિગેરે સર્વ પરિવાર કુશળતાએ પાછો આવ્યા ? સિંદુરથી લાલ કરેલા કુંભસ્થળો વડે આકાશને સંધ્યાના અબ્રમય કરતી મહારાજાના હાથીઓની ઘટા કુશળ છે ? હિમાલય સુધી પૃથ્વીને આક્રાંત કરીને આવેલા મહારાજાના ઉત્તમ અશ્વો લાનિરહિત છે ? અખંડ આજ્ઞાવાળા અને સર્વ રાજાઓએ સેવાતા આર્ય ભરતના દિવસે સુખે વ્યતીત થાય છે ?”
એવી રીતે પૂછીને વૃષભાત્મજ બાહુબલી મૌન રહ્યા એટલે આવેગરહિત થઈ અંજલિ જેડી સુવેગ બે --“સવ પૃથ્વીનું કુશળ કરનાર ભરતરાયને પોતાનું કુશળ તો સ્વતઃ સિદ્ધ જ છે. જેનું રક્ષણ કરનારા તમારા મોટા ભાઈ છે એવી નગરી, સેનાપતિ, હસ્તી અને અ વિગેરેનું અકુશળ કરવાને દેવ પણ સમર્થ નથી. એ ભારતરાજાથી અધિક કે તત્ય બીજો કોઈ ક્યાં છે કે જે તેમના છ ખંડ વિજયમાં વિદનકારી થાય, સર્વ રાજાઓ અખંડિત આજ્ઞાથી તેમનું સર્વત્ર સેવન કરે છે તથાપિ મહારાજા ભરતપતિ ક્યારે પણ અંતઃકરણમાં હર્ષ પામતા નથી; કારણ કે દરિદ્ર હોય તો પણ જે પિતાના કુટુંબથી સેવાય તે ઈશ્વર છે અને જે ઈશ્વર હોય તથાપિ કુટુંબથી ન લેવાય તેને એશ્વર્યસુખ ક્યાંથી હોય? સાઠ હજાર વર્ષને અંતે આવેલા તમારા મોટા ભાઈ ઉત્કંઠાથી સર્વ અનુજ બંધુઓની આવવાની રાહ જોયા કરતા હતા. સર્વ સંબંધી અને મિત્રાદિક ત્યાં આવ્યા અને તેઓએ તેમને મહારાજ્યાભિષેક કર્યો. તે સમયે તેમની પાસે ઈંદ્ર સહિત દેવતાઓ આવ્યા હતા, તે પણ તેમાં પિતાનાં નાના ભાઈને જોયા નહીં તેથી મહારાજા હર્ષ પામ્યા નહીં. બાર વર્ષ સુધી મહારાજ્યાભિષેક ચાલ્યા, તે દરમ્યાન ભાઈઓને ન આવેલા જાણી