________________
૩૨
સગ ૧ લે
અનુભવ વિનાના બીજો કોઈ માણસ આ પ્રમાણે જાણી-લખી શકે નહીં.” સર્વ સ્થળો બતાવીને એ એમ કહી રહ્યો એટલે તમારું કહેવું યથાસ્થિત છે એમ કહી પંડિતા શ્રીમતીની પાસે આવી અને હૃદયને શલ્ય રહિત કરવામાં ઔષધરૂપ તે આખ્યાન તેને કહી બતાવ્યું. મેઘના શબ્દોથી વિદર પર્વતની ભૂમિ રત્ન વડે અંકુરિત થાય તેમ શ્રીમતી પોતાના પ્યારા પતિનો વૃત્તાંત સાંભળવાથી રોમાંચિત થઈ. પછી તેણે પંડિતાના મુખથી પોતાના પિતાને વિજ્ઞપ્તિ કરાવી. અસ્વતંત્રપણું એ કુળજીઓનો સ્વાભાવિક ધર્મ છે. મચૂર જેમ મેઘના શબ્દથી ખુશ થાય તેમ પંડિતાની વાણીથી વજસેન રાજા ખુશ થયા અને પછી તરત જ વાસંઘ કુમારને બેલાવીને તેણે કહ્યું- મારી પુત્રી શ્રીમતી પૂર્વજન્મની પેઠે આ ભવમાં પણ તમારી ગૃહિણી થાઓ.” વાસંઘે તે કબૂલ કર્યું, એટલે વજસેન ચક્રવર્તીએ, સમુદ્ર જેમ વિષ્ણુને લક્ષમી પરણાવે તેમ પિતાની પુત્રી શ્રીમતીનું તેની સાથે પાણિગ્રહણ કરાવ્યું. પછી ચંદ્ર અને ચાંદનીની પેઠે જોડાયેલા તે સ્ત્રી–ભર્તાર ઉજજવળ રેશમી વસ્ત્ર ધારણ કરીને નૃપતિની આજ્ઞા લઈ લોહાગંલપુરે ગયા. ત્યાં સુવર્ણ જંઘ રાજાએ પુત્રને યોગ્ય જાણી રાજ્ય ઉપર બેસાડડ્યો અને પોતે દીક્ષા ગ્રહણ કરી.
અહીં વજસેન ચક્રવર્તીએ પોતાના પુત્ર પુષ્કરપાળને રાજ્યલકમી આપી, દીક્ષા અંગીકાર કરી અને તેઓ તીર્થંકર થયા. પોતાની પ્રિયા શ્રીમતીની સાથે વિલાસ જોગવતાં વાઘ રાજાએ. હાથી જેમ કમળને વહન કરે તેમ રાજ્યને વહન કર્યું:. ગંગા અને સાગરની પેઠે વિયેગને નહીં પામતા-નિરંતર ભેગસુખ ભેગવતા તે દંપતીને એક પુત્ર ઉત્પન્ન થયે. એવામાં સર્પના ભારાની ઉપમાને સેવન કરનારા અને મહાક્રોધી એવા સીમાના સામંત રાજાઓ પુષ્કરપાળ કુમારની વિરુદ્ધ થયા. સર્પની પેઠે તેઓને વશ કરવાને તેણે વાજંઘ રાજાને બેલાવ્યો અને તે બળવાન રાજા તેને મદદ કરવા ચાલ્યો. ઇંદ્રની સાથે ઇંદ્રાણી ચાલે તેમ અચળ ભક્તિવાળી શ્રીમતી પણ તેની સાથે ચાલી. અર્ધમાગે ગયા ત્યાં અમાવાસ્યાની રાત્રિએ પણ ચંદ્રિકાના બ્રમને આપનારું એક મોટું શકિટનું વન તેમના જોવામાં આવ્યું. “આ વનમાં દૃષ્ટિવિષ સર્ષ રહે છે” એમ પાંથાએ કહ્યું એટલે તે બીજે માર્ગે ચાલ્યા, કારણ કે નીતિશ પુરુષે પ્રસ્તુતાર્થમાં જ તત્પર હોય છે. અનુક્રમે કુંડરીકની ઉપમાવાળા વાઘ પુંડરીકિણ નગરીમાં આવ્યા અને તેના બળથી પુષ્કરપાળને સર્વ સામતે વશ થયા. વિધિજ્ઞ પુષ્કરપાળે વડિલની માફક વજાજેઘરાજાને ઘણો સત્કાર કર્યો. - અન્યદા શ્રીમતીના બંધુની આજ્ઞા લઈને, લક્ષ્મીની સાથે જેમ લક્ષ્મીપતિ ચાલે તેમ વાઘ રાજા શ્રીમતીની સાથે ત્યાંથી પોતાના નગર તરફ ચાલ્યા. શત્રુઓને નાશ કરનાર તે રાજા જ્યારે શરકટ વન નજીક આવ્યા ત્યારે માર્ગના કુશળ પુરુષોએ તેને કહ્યું-હમણાં આ વનમાં બે મુનિઓને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે, તેથી દેવતાઓના આવવાના ? તે દષ્ટિવિષ સર્ષ નિર્વિષ થયે છે. સાગરસેન અને મુનિસેન નામના બે મુનિઓ સૂર્યચંદ્રની પેઠે હજી પણ અહીં જ વિદ્યમાન છે અને તેઓ સહદર છે.” એવું જાણી રાજા અત્યંત ખુશ થયે અને વિષ્ણુ જેમ સમુદ્રમાં નિવાસ કરે તેમ તેણે તે વનમાં નિવાસ કર્યો. દેવતાઓની પર્ષદાથી વીંટાયેલા અને દેશના આપતા તે બંને મુનિઓને ભક્તિભારથી જાણે નગ્ન થઈ ગયે હોય તેમ રાજાએ સ્ત્રી સહિત વંદના કરી. દેશનાંતે રાજાએ અને, પાણી, વસ્ત્ર અને ઉપકરણાદિકથી મુનિને પ્રતિલાવ્યા. પછી ચિત્તમાં વિચાર કર્યો-“અહો! સહોદર ભાવમાં સમાન એવા આ બંને નિષ્કાય, નિર્મમ અને પરિગ્રહવર્જિત મુનિઓને