________________
- પર્વ ૧ લું
૧૩૯ વૃત્તાંત સાંભળવાથી ભરત ક્ષેત્રના ખંડના વિજયથી પણ અધિક પ્રમોદ થયે. સ્વામીના આગમનને કહેનારા કૃત્યને તેમણે સાડી બાર કાટી નૈયાનું પારિતોષિક આપ્યું અને સુંદરીને કહ્યું--તારા મને રથની મૂર્તિમંત જાણે સિદ્ધિ હોય તેવા જગગુરુ વિહાર કરતા અહીં આવ્યા છે.’ પછી ચક્રીએ દાસીજનની જેમ અંતઃપુરની સ્ત્રીઓની પાસે સુંદરીનો નિષ્ક્રમણ અભિષેક કરાવ્યું. સ્નાન કરી, પવિત્ર વિલેપન કર્યા પછી જાણે બીજું વિલેપન કર્યું હોય તેવા છેડાવાળા ઉજજવળ વસ્ત્ર અને ઉત્તમ રત્નાલંકાર સુંદરીએ પહેર્યા. જો કે તેણે શીલરૂપ મહાઅલંકાર ધારણ કરેલ હતું તે પણ આચાર જાળવવાને માટે તેણે બીજા અલંકારો સ્વીકાર્યા. તે વખતે રૂપસંપત્તિવડે શેભતી સુંદરીની પાસે સ્ત્રીરત્ન સુભદ્રા દાસી જેવી લાગતી હતી. શિયળવડે સુંદર તે બાળા જંગમ ક૯૫વલ્લીની જેમ યાચકોને જે માગે તે આપતી હતી, હંસી જેમ કમલિની ઉપર બેસે તેમ કપૂરની રજ જેવા સફેદ વસ્ત્રથી શેભતી તે એક શિબિકામાં આરૂઢ થઈ. હસ્તીઓ, ઘોડેસ્વારે પાયદળ અને રથી પૃથ્વીને આચ્છાદિત કરતા મહારાજા મરૂદેવીની જેમ સુંદરીની પછવાડે ચાલ્યા. તેને બે પડખે ચામર ઢોળાતા હતા, મસ્તકે વેત છત્ર શોભતું હતું અને ચારણ ભાટે તેના વ્રત સંબંધી ગાઢ સંશ્રયને વખાણતા હતા. જો જાઈએ તેના દીક્ષોત્સવનાં મંગળિક ગીત ગાતી હતી અને ઉત્તમ સ્ત્રીઓ પગલે પગલે તેના ઉપરથી લણ ઉતારતી હતી. એવી રીતે સાથે ચાલનારા અનેક પૂર્ણ પાત્રોથી શોભતી તે પ્રભુના ચરણ થી પવિત્ર થયેલા અષ્ટાપદપર્વત ઉપર આવી. ચંદ્રસહિત ઉદયાચળની જેમ પ્રભુએ અધિષ્ઠિત કરેલા તે ગિરિને જોઈ ભારત તથા સુંદરી ઘણે હર્ષ પામ્યા. સ્વર્ગ અને મોક્ષમાં જવાની જાણે નિસરણી હોય તેવા તે વિશાળ શિલાવાળા પર્વત ઉપર તે બંને ચડવા
સારથી ભય પામેલા પ્રાણીઓને શરણ તુલ્ય, ચા૨ દ્વારવાળા અને સંક્ષિપ્ત કરેલી (જબૂદ્વીપની) જગતિ (કોટ) હોય તેવા સમવસરણ સમીપે આવ્યા. સમવસરણના ઉત્તરદ્વારના માર્ગથી તેમણે યથાવિધિએ પ્રવેશ કર્યો. પછી હર્ષ અને વિનયવડે પોતાના શરીરને ઉછૂવસિત તથા સકૅચિત કરતા તેઓએ પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ પંચાગે ભૂમિને સ્પર્શ કરી નમસ્કાર કર્યો. તે સમયે જાણે રત્નભૂતળમાં સંક્રાંત થયેલા પ્રભુના બિંબને જેવાને તેઓ ઈચ્છતા હોય તેમ જણાતું હતું. પછી ચક્રવતીએ ભક્તિથી પવિત્ર થયેલી વાણીવડે પ્રથમ ધર્મચક્રી (તીર્થકર) ની સ્તુતિ કરવાને આરંભ કર્યો.
હે પ્રભુ! અછતા ગુણોને કહેનારા મનુષ્ય અન્ય જનોની સ્તુતિ કરી શકે છે, પણ હું તો તમારા છતા ગુણ કહેવાને પણ અસમર્થ છું, તેથી આપની સ્તુતિ કેમ કરી શકું ? તથાપિ દરિદ્ર પુરુષ પણ જેમ લક્ષ્મીવંતને અ૫ ભેટ કરે છે તેમ છે ? હું આપની સ્તુતિ કરીશ. હે પ્રભુ! ચંદ્રના કિરણોથી શેફાલી જાતનાં વૃક્ષેનાં પુષ્પો ગળી જાય છે તેમ તમારા ચરણકમળના દર્શન માત્રથી પ્રાણીઓના અન્ય જન્મનાં કરેલા પાપો પણ ગળી જાય છે. હે સ્વામી ! જેની ચિકિત્સા ન થઈ શકે એવા મહામોહરૂપી સંનિપાતવાળા પ્રાણીઓને વિષે પણ અમૃત ઔષધિના રસ જેવી તમારી વાણી જયવંતી વર્તે છે. હે નાથ ! વર્ષાઋતુની વૃષ્ટિની જેમ ચક્રવતી અને રંકજન ઉપર સદશ ભાવવાળી તમારી દષ્ટિ પ્રીતિસંપત્તિના એક કારણરૂપ છે. હે સ્વામી! ક્રૂર કર્મરૂપી બરફની ગાંઠને ગાળી દેવામાં સૂર્યની જેવા આ૫ અમારી જેવાના પુણ્યથી જ પૃથ્વી પર વિચરે છે. હે પ્રભુ! શબ્દાનુશાસનમાં વ્યાપી રહેલા સંજ્ઞાસૂત્રની જેવી ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યમય તમે કહેલી ત્રિપદી જયવંતી વર્તે છે. હે ભગવન્ ! જેઓ તમારી સ્તુતિ કરે છે તેઓને આ છેલ્લે ભવ થાય છે, તે જેઓ તમારી સેવા અને ધ્યાન કરે તેની તે વાત જ શી કરવી?”