________________
પર્વ ૧ લું
૧૩૭ - પછી મહારાજા રતનસિંહાસન ઉપરથી ઊઠયા, તેની સાથે જાણે તેમનાં પ્રતિબિંબ હોય તેમ બીજા સર્વે પણ ઊઠયા. પર્વત ઉપરથી ઉતરવાની જેમ સ્નાનપીઠ ઉપરથી ભરતેશ્વર પિતાના આગમનમાર્ગથી ઉતર્યા અને તે સાથે બીજા પણ પોતપોતાને રસ્તેથી ઉતર્યા. પછી જાણે પિતાને અસહ્ય પ્રતાપ હોય તેમ ઉત્તમ હસ્તી ઉપર બેસી ચક્રી પિતાને પ્રાસાદે પધાર્યા. ત્યાં સ્નાનગૃહમાં જઈ નિર્મળ જળથી સ્નાન કરી તેમણે અષ્ટમભક્તનું પારણું કર્યું. એવી રીતે બાર વર્ષે અભિષેકસવ સંપૂર્ણ થયે. ત્યારે ચક્રવતીં એ
સ્નાન, પૂજા, પ્રાયશ્ચિત્ત અને કૌતુકમંગળ કરી, બહારના સભાસ્થાનમાં આવી સોળ હજાર આત્મરક્ષક દેવતાને સત્કાર કરી તેમને વિદાય કર્યા. પછી વિમાનમાં રહેલા ઈદ્રની જેમ મહારાજા પોતાના ઉત્તમ પ્રાસાદમાં રહી વિષયસુખ ભોગવવા લાગ્યા.
મહારાજાને પિતાની આયુધ શાળામાં રહેલાં ચક્ર, છત્ર, ખડ્ઝ અને દંડે ચાર એકેન્દ્રિય રત્ન હતા; રેહણાચળમાં માણિકયની જેમ તેમના લક્ષમીગૃહમાં કાંકિણીરત્ન, ચર્મ રત્ન, મણિરત્ન અને નવ નિધિઓ હતાં. પોતાની જ નગરીમાં ઉત્પન્ન થયેલા સેનાપતિ, ગૃહપતિ, પુરોહિત અને વિદ્ધકિ એ ચાર નરરત્નો હતા; વૈતાઢય પર્વતના મૂળમાં ઉત્પન્ન થયેલ ગજરત્ન અને અધરત્ન હતા અને વિદ્યાધરની ઉત્તમ શ્રેણીમાં ઉત્પન્ન થયેલ સ્ત્રીરત્ન હતું. નેત્રને આનંદ આપનારી મૂર્તિથી તેઓ ચંદ્ર જેવા શોભતા હતા અને દુસહ પ્રતાપથી સૂર્ય જેવા લાગતા હતા. પુરુષરૂપ ” થયેલ સમુદ્ર હોય તેમ તેને મધ્યભાગ ( હૃદયને આશય) જાણી શકાતો ન હતો અને કુબેરની જેમ તેમણે મનુષ્યોની સ્વામિના મેળવી હતી. જબૂદ્વીપ જેમ ગંગા અને સિંધુ વિગેરે ૧૪ મોટી નદીઓથી શોભે તેમ તેઓ પૂર્વોક્ત ચતુર્દશ રત્નોથી શોભતા હતા. વિહાર કરતા ષભ પ્રભુના ચરણ નીચે જેમ નવ સુવર્ણ કમલ રહે તેમ તેમના ચરણે નીચે નિરંતર નવ નિધિઓ રહેતા હતા. જાણે ઘણા મૂલ્યથી ખરીદ કરેલા આત્મરક્ષક હોય તેવા સોળ હજાર પારિપાર્થક દેવતાઓથી તે વીંટાએલા રહેતા હતા. બત્રીસ હજાર કન્યાની જેમ બત્રીસ હજાર રાજાઓ નિર્ભર ભક્તિથી તેમની ઉપાસના કરતા હતા. બત્રીસ હજાર નાટકોની જેમ બત્રીસ હજાર દેશની બીજી બત્રીસ હજાર કન્યાઓ સાથે તેઓ રમતા હતા. જગતમાં શ્રેષ્ઠ રાજા એવા તેઓ ત્રણસેં ને ત્રેસઠ દિવસથી સંવત્સર (વર્ષ) ની જેમ તેટલા રસઈઆઓથી શોભતા હતા. અઢાર લિપિને પ્રવર્તાવનાર ઋષભદેવ ભગવાનની જેમ અઢાર શ્રેણી પ્રશ્રેણીવડે તેમણે પૃથ્વીમાં વ્યવહાર પ્રવર્તાવ્યો હતો. ચોરાશી લાખ હસ્તી, ચેરાશી લાખ અધ, રાશી લાખ રથ અને છાનુ કોટી ગામડાઓ તથા તેટલા જ પાયદળથી તેઓ શેભતા હતા. બત્રીસ હજાર દેશ અને તેર હજાર મોટા નગરના તેઓ અધિપતિ હતા. નવાણું હજાર દ્રાણમુખ અને અડતાળીશ હજાર કિલ્લાબંધ શહેરોના તે ઈશ્વર હતા. આડંબરયુક્ત લીવાળા ચોવીશ હજાર કMટ અને ચોવીશ હજાર મ ડબ અને વીશ હજાર ખાણોના તેઓ માલિક હતા. સેળ હજાર બેટ (ખેડા) ના તેઓ શિક્ષાકર્તા (ધણી) હતા. ચૌદ હજાર સંબધના તથા છપ્પન દ્વીપ (બેટ) ના તેઓ પ્રભુ હતા અને ઓગણપચાસ કરાજ્યના તેઓ નાયક હતા. એવી રીતે આખા ભરતક્ષેત્રના તેઓ શિક્ષા આપનાર સ્વામી હતા.
અયોધ્યા નગરીમાં રહી અખંડિત આધિપત્ય ચલાવનાર તે મહારાજા અભિષેક ઉત્સવના પ્રાંતસમયે એક વખત પોતાના સંબંધીઓના સમરણમાં પ્રવર્તી, એટલે અધિકારી પુરુષ એ સાઠ હજાર વર્ષના વિરહથી મહારાજાના દર્શનમાં ઉત્સુક થયેલા સર્વ સંબં
- ૧૮