________________
પવ ૧ લું
૭૩
પર્વતની ચૂલિકા જેવા શોભતા હતા. તેમાં મૂકેલા સુવર્ણમય ઉદ્યોતકારી કુંભે જાણે ચક્રવતીના કાંકણીરત્નનાં મંડલે હોય તેવા શોભતા હતા અને ત્યાં સુવર્ણ વેદિકાએ પિતાના પ્રસરતા કિરણોથી જાણે બીજા તેજને સહન નહીં કરવાથી સૂર્યના તેજનો આક્ષેપ કરતી હોય તેવી જણાતી હતી. તેમાં પ્રવેશ કરનારાઓ મણિમય શિલાની ભીંતોમાં પ્રતિબિંબિત થઈ ઘણું પરિવારવાળા જણાતા હતા. રત્નના સ્તંભ ઉપર પૂતળીઓ નૃત્ય કરવાથી શ્રાંત થયેલી નર્તકીઓના જેવી શોભતી હતી. તે મંડપની દરેક દિશાએ સંતાનવૃક્ષ (કલ્પવૃક્ષ)નાં તારણો કર્યા હતાં, તે જાણે કામદેવે તૈયાર કરેલા ધનુષ્યો હોય તેવા શોભતા હતા અને સ્ફટિકના દ્વારની શાખા ઉપર નીલમણિ તોરણે રચ્યા હતા, તે શરદઋતુની મેઘમલામાં રહેલી પિપટની પંક્તિઓના જેવા સુંદર લાગતા હતા. કોઈ ઠેકાણે સ્ફટિકથી બાંધેલી ભૂમિ ઉપર નિરંતર કિરણે પડવાથી તે મંડપ ક્રીડા કરવાની અમૃત સરસીના વિલાસને વિસ્તારતો હતે, કઈ ઠેકાણે પદ્મરાગ મણિની શિલાઓના કિરણે પ્રસારતા તેથી તે કસુંબી અને વિસ્તારવાળા દિવ્ય વસ્ત્રોના સંચયવાળો દેખાતો હતો, કોઈ ઠેકાણે નીલમણિની શિલાઓના ઘણા મનહર કિરણોના અંકુર પડવાથી તે જાણે ફરીથી વાવેલા માંગલિક વાંકુરવાળો હોય તેવો શોભતે હતો અને કોઈ ઠેકાણે મરકતમય પૃથ્વીના કિરણો અખંડિત પડતા હતા તેથી તે ત્યાં લાવેલા લીલા અને મંગળમય વંશની શંકાને ઉત્પન્ન કરાવતો હતો. તે મંડપમાં ઉપર
ત દિવ્ય વસ્ત્રને ઉલેચ (ચંદરે ) હતો તે જાણે તેના મિષથી આકાશગંગા કૌતુક જોવાની ઈચ્છાથી ત્યાં આવી હોય તેમ જણાતું હતું અને ચંદરવાની ચોતરફ થંભે ઉપર મોતીની માળાઓ લટકાવેલી હતી, તે જાણે આઠ દિશાઓના હર્ષના હાસ્ય હોય તેવી જણાતી હતી. મંડપના મધ્ય ભાગમાં દેવીઓએ રતિના નિધાનરૂપ રત્નકળશની આ કાશ સુધી ઊંચી ચા૨ શ્રેણિઓ સ્થાપના કરી હતી. તે ચાર શ્રેણિના કુંભને ટેકે આપનારા લીલા વાંસે વિશ્વને ટેકો આપનારા સ્વામીના વંશની વૃદ્ધિને સૂચવતા હતા.
તે સમયે-“હે રંભા ! માળાનો આરંભ કર, હે ઉર્વશી ! દૂર્વા તૈયાર કર, વૃતાચિ ! વરને અધ્ય દેવાને માટે ઘી અને દધિ વગેરે લાવ, હે મંજુષા ! સખીઓને ધવલ મંગળ સુંદર રીતે ગવરાવ, હે સુગંધે ! તું સુગંધી વસ્તુઓ તૈયાર કર, હે તિલોત્તમા ! દ્વારદેશમાં ઉત્તમ સાથિયા કર, હે મેના ! તું આવેલા લોકોને યોગ્ય આલાપની રચનાથી સન્માન આપ, હે સુકેશિ ! વધૂ અને વરને માટે કેશાભરણ તૈયાર કર, હે સહજન્યા ! જ યાત્રા (જાન)માં આવેલા પુરુષોને સ્થાન બતાવ, હે ચિત્રલેખા ! માતૃભુવનમાં વિચિત્ર ચિત્ર આલેખ. હે પૂર્ણિમે! તું પૂર્ણ પાત્રો શીધ્ર તૈયાર કર, હે પુંડરીક ! તુ પુંડરીકથી પૂર્ણ કુંભને શણગાર, હે અમ્લેચા ! તું વરમાંચીને ગ્ય સ્થાનમાં સ્થાપન કર, હે હંસપાદિ! તું વઘુવરની પાદુકાને સ્થાપન કર, હે પુંજિકાલા ! તું શીધ્ર વેદિકા ગમયથી લીપ, હે રામા ! તું બીજે કેમ રમે છે ! હે હેમા ! તું સુવણને કેમ જુએ છે? હે કુતસ્થલા ! તું જાણે ગાંડી થઈ હોય તેમ વિસંસ્થૂલ કેમ થઈ ગઈ છે? હે મારીચિ! તું શું વિચાર કરે છે? હે સુમુખિ ! તું ઉન્મુખી કેમ થઈ છે ? હે ગાંધવિ ! તું આગળ કેમ નથી રહેતી ? હે દિવ્યા ! તું ફેગટ ક્રીડા કેમ કરે છે ? હવે લગ્નસમય નજીક આવે છે તેથી પિતપોતાના વિવાહચિત કાર્યમાં સર્વ રીતે ઉતાવળ કરે.આ પ્રમાણે અપ્સરાઓના પરસ્પર એક બીજાના નામ આપી સ૨સ કોલાહલ થવા લાગે. ૧. અમૃત–તલાવડી.
૧૦