________________
સર્ગ ૨ જે
બીજ રોપે તેમ હસ્તલેપવાળા તે બંનેના હસ્તસંપુટમાં એક મુદ્રિકા નાંખી પ્રભુના બંને હાથ તે બંનેના હાથે સાથે મળતાં, બે શાખામાં લગ્ન થયેલી બે લતા વડે જેમ વૃક્ષ શોભે તેમ તેઓ ભવા લાગ્યા. સરિતાઓના જળ જેમ સમુદ્રમાં મળે તે સમયે વધૂવરની દષ્ટિ પરસ્પર તારામલક પર્વમાં મળવા લાગી. વાયુ વિનાના જળની પેઠે નિશ્ચળ થયેલી દષ્ટિ દૃષ્ટિની સાથે અને મન મનની સાથે પરસ્પર જોડાઈ ગયા અને એક બીજાના નેત્રની કીકીઓમાં તેઓ પરસ્પર પ્રતિબિંબિત થયા, તે જાણે પરસ્પર અનુરાગથી એક બીજાના હૃદયમાં પેઠા હોય તેમ જણાવા લાગ્યા. એ વખતે વિધુત્રભાદિક ગજદતા એક મેરુની પાસે રહે તેમ સામાનિક દેવતાઓ ભગવાનની પાસે અનુવર (અણવર) થઈને રહ્યા હતા. કન્યા તરફની જે સ્ત્રીઓ મશ્કરી કરવામાં ચતુર હતી તેમણે અનુવર ઉપર કૌતકધવલ ગાવાને આ પ્રમાણે આરંભ કર્યો–વરવાળે માણસ જેમ સમુદ્રને શેષણ કરવાની શ્રદ્ધાવાળો હોય તેમ લાડવા ખાવાને આ અણવર ક્યા મનથી શ્રદ્ધાળુ થયું છે? તરે જેમ કાંદા ઉપર તેમ માંડા ઉપર અખંડ દૃષ્ટિ રાખનાર આ અનુવર કયા મનથી પૃહા કરે છે? જન્મથી માંડીને જાણે પૂર્વે કોઈ વખત દીઠા ન હોય તેમ રાંકના બાળકની પેઠે વડાં ખાવાને આ અનુવ૨ કયા મનથી લલચાય છે ? મેઘમાં જેમ ચાતક અને પૈસામાં જેમ યાચક તેમ પાણીમાં આ અનુવ૨ કયા મનથી ઈચછા કરે છે? જેમ વાછડે ઘાસમાં શ્રદ્ધાળ થાય તેમ આ અનુવર આજે કયા મનથી તાંબૂલપત્રમાં શ્રદ્ધાળુ થયો છે ? માખણના પિંડ ઉપર જેમ બિલાડો લંપટ થાય તેમ આ અનુવર કયા મનથી ચૂર્ણ ઉપર ટાંપી રહ્યો છે ? કયારાના કાદવ ઉપર જેમ પાડે શ્રદ્ધા રાખે તેમ વિલેપન (અત્તર વિગેરે)માં અનુવર ક્યા મનથી શ્રદ્ધા રાખે છે ? ઉન્મત્ત માણસ જેમ નિર્માલ્ય ઉપર પ્રીતિ રાખે તેમ આ અનુવર પુષ્પમાળાની ઉપર ચપળ લોચન કરી કયા મનથી શ્રદ્ધા બાંધે છે ?” આવા કૌતુકધવળને કૌતુકથી ઊંચા કાન અને મુખ કરીને સાંભળનારા દેવતાઓ જાણે ચિત્રમાં આલેખ્યા હોય તેવા થઈ ગયા. લેકને વિષે આ વ્યવહાર બતાવો એગ્ય છે એમ ધારી વિવાદમાં નીમાયેલા મધ્યસ્થ માણસની જેમ પ્રભુ તેની ઉપેક્ષા કરતા હતા. પછી મોટા વહાણની સાથે જેમ બે નાવિકાઓ બાંધે, તેમ જગત્પતિના છેડા સાથે બંને વધૂના વસ્ત્રના છેડા ઇદ્ર બાંધ્યાં. આભિગિક દેવતાની પેઠે ઈદ્ર પોતે ભક્તિથી પ્રભુને કટી ઉપર તેડી વેદીગૃહમાં લઈ જવા ચાલ્યા, એટલે બે ઇંદ્રાણીઓ એ આવી તત્કાળ બંને કન્યાને કટી ઉપર તેડી અને હથેવાળ છૂટો પાડવા સિવાય સ્વામીની સાથે જ ચાલી. ત્રણ જગના શિરરત્નરૂપ તે વધૂવરે પૂર્વ દ્વારથી દીવાળા સ્થાનની મધ્યમાં પ્રવેશ કર્યો. કોઈ ત્રાયશ્ચિંશ (ગુરુસ્થાનકી) દેવતાઓ તત્કાળ જાણે પૃથ્વીમાંથી ઉઠયો હોય તે અગ્નિ વેદી મધ્યમાં પ્રગટ કર્યો. તેમાં સમિધ આપણુ કરવાથી આકાશચારી મનુષ્યો(વિદ્યાધરો)ની સ્ત્રીઓના કર્ણના અવતં સરૂપ ધૂમાડાની રેખા આકાશમાર્ગમાં વ્યાપ્ત થઈ ગઈ. પછી સ્ત્રીઓ મંગળગીત ગાતી હતી તે સમયે પ્રભુએ સુનંદા અને સુમંગલાની સાથે અષ્ટ મંગળ પૂર્ણ થતાં સુધી અગ્નિની પ્રદક્ષિણા કરી. પછી આશીષના ગીત ગવાતાની સાથે પાણિક્ષની સાથે છેડાછેડી પણ છોડી. પછી પ્રભુના લગ્ન ઉત્સવથી થયેલા હર્ષવડે રંગાચાર્ય (સૂત્રધાર)ની પઠે આચરણ કરતા ઇંદ્ર ઈંદ્રાણીઓ સહિત હસ્તાભિનયની લીલા બતાવી નાચવા માંડયું. પવને નૃત્ય કરાવેલા વૃક્ષની પાછળ જેમ આશ્રિત લતાઓ નૃત્ય કરે તેમ ઈદની પછવાડે બીજા દેવતાઓ પણ નૃત્ય કરવા લાગ્યા. કેટલાએક દેવતાઓ ચારણની પેઠે જય જય શબ્દ કરવા લાગ્યા; કોઈ ભરતની પેઠે વિચિત્ર પ્રકારના નૃત્ય કરવા લાગ્યા; કઈ જાતિથી જ ગંધર્વ હોય તેમ ગાયન કરવા લાગ્યા; કોઇ પોતાના મુખને સ્કુટરીતે જાણે વાજિંત્ર હોય તેમ વગાડવા લાગ્યા; કઈ વાનની