________________
૧૧૮
સર્ગ ૪ છે.
હોય તે એક રત્નસમૂહ પણ અપર્ણ કર્યો. આ સર્વ ગ્રહણ કરીને ચક્રીએ વરદામપતિને અનુગ્રહિત કર્યો અને જાણે પિતાને કીર્તિકર હોય તેમ તેને ત્યાં સ્થાપિત કર્યો. પછી વરદામપતિને કૃપાપૂર્વક બેલાવી-વિદાય કરી વિજયી ભરતેશ પોતાની છાવણીમાં આવ્યા.
રથમાંથી ઉતરી, સ્નાન કરી રાજચ પરિજન સાથે અષ્ટમ ભક્તનું પારણું કર્યું અને પછી ત્યાં વરદામપતિને અષ્ટાનિકા ઉત્સવ કર્યો. મહાત્મા જ આત્મીય જનને લોકમાં મહત્ત્વ અપાવવાને માટે માન આપે છે,
પછી પરાક્રમવડે જાણે બીજા ઈંદ્ર હોય એવા તે ચક્રવતી ચક્રને અનુસારે પશ્ચિમ દિશાએ પ્રભાસતીર્થ તરફ ચાલ્યા. સૈન્યના ચાલવાથી ઊડેલી રેણુવડે જમીન અને આકાશના મધ્યભાગને પૂરતા તેઓ કેટલેક દિવસે પશ્ચિમ સમુદ્રના તટ ઉપર આવી પહોંચ્યા. સોપારી, તાંબૂલી અને નારી એલીના વનથી આકલ એવા પશ્ચિમ સમદ્રના તટ ઉપર તેમણે પડાવ નાખ્યો. ત્યાં પ્રભાસપતિને ઉદ્દેશીને અષ્ટમભક્ત વ્રત કર્યું અને પૂર્વ પ્રમાણે પૌષધાલયમાં પૌષધ લઈને બેઠા. પૌષધને અંતે જાણે બીજે વરુણ હોય તેવા ચક્રીએ રથમાં બેસીને સાગરમાં પ્રવેશ કર્યો. રથને ચકની નાભિ સુધી જળમાં લઈ જઈ તેણે પિતાનું ધનુષ અધિજ્ય કર્યું. પછી જયલક્ષ્મીને ક્રીડા કરવાની વીણરૂપ ધનુર્યષ્ટિની તંત્રી જેવી પણછને પિતાના હાથવડે શબ્દાયમાન કરી, જાણે સાગરને છડીદંડ હોય તેવા ભાથામાંથી બાણ કાઢી, આ સન ઉપર અતિથિને આરૂઢ કરે તેમ તેને ધનુષાસન પર આરૂઢ કર્યું. સૂર્યબિંબમાંથી આકૃષ્ટ કરેલું જાણે એક કિરણ હોય એવા તે બાણને ચક્રીએ પ્રભાસદેવની સન્મુખ પ્રક્ષિપ્ત કર્યું. વાયુની જેવા વેગથી સમુદ્રમાં બાર જન ઉલ્લંઘન કરી ગગનને પ્રકાશિત કરતું તે બાણ પ્રભાસપતિના સભાસ્થાનમાં જઈને પડયું. બાણને જોઈ પ્રભાસેશ્વર કપ પામે, પણ તેની ઉપરના અક્ષરે વાંચીને રસને પ્રગટ કરનારા નટની પેઠે તત્કાળ શાંત થઈ ગયું. પછી બાણ અને બીજી ભેટ લઈને પ્રભાસપતિ ચક્રવર્તીની પાસે આવ્યા અને નમસ્કાર કરી આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરવા લાગે-“હે દેવી! આપ સ્વામીએ ભાસિત (પ્રકાશિત) કરેલે હું આજે જ ખરો પ્રભાસ થયે છું, કેમ કે સૂર્યના કિરણોથી જ કમલ થાય છે. હે પ્રભું ! હું પશ્ચિમ દિશામાં સામંત રાજાની પેઠે રહી હમેશા પ્રથ્વીને શાસન કરનારા તમારી આજ્ઞાને ધારણ કરીશ.” એમ કહી પ્રથમ પ્રેરેલું બાણ યુદ્ધપ્રસંગમાં ફેકેલા બાણને લાવી આપનાર સેવકની જેમ ભરતેશ્વરને અર્પણ કર્યું. અને તે સાથે મૂર્તિવંત પિતાનું તેજ હોય તેવાં કડા, કટીસૂત્ર, ચૂડામણિ, હાર તથા બીજું કેટલુંક દ્રવ્ય વિગેરે ભેટ કર્યું. તેને આશ્વાસન આપવાને માટે ચક્રાએ તે સર્વ ગ્રહણ કર્યું. કેમકે ભેટ ગ્રહણ કરવી તે સ્વામીનું પ્રથમ પ્રસાદચિહ્ન છે. પછી કયારામાં જેમ વૃક્ષને સ્થાપન કરે તેમ ત્યાં સ્થાપિત કરીને તે શત્રુનાશક નૃપતિ પિતાના અંધાવામાં આવ્યા. કલ્પવૃક્ષની પેઠે ગૃહરને તત્કાળ ઉપનીત કરેલા દિવ્ય ભજનથી તેણે અફૂમનું પારણું કર્યું અને પછી પ્રભાસદેવને અષ્ટારૃિનકા ઉત્સવ કર્યો, કેમકે પહેલી વખત તે સામંત જેવા રાજાની પણ સંસ્કૃતિ કરવી ઉચિત છે.
દીપકની પછવાડે પ્રકાશ ચાલે તેમ ચક્રની પછવાડે ચાલતા ચક્રવર્તી સમુદ્રના દક્ષિણ તટ સમીપે સિંધુનદીને કિનારે આવી પહોંચ્યા. તેને કિનારે કિનારે પૂર્વાભિમુખ ચાલીને સિંધુદેવીના સદન સમીપે તેમણે પડાવ નાખ્યો. ત્યાં પોતાના મનમાં સિંધુદેવીનું સ્મરણ કરી તેમણે અષ્ઠમ તપ કર્યો; તેથી પવને હણેલા ઊર્મિની જેમ સિંધુદેવીનું સન ચલિત થયું.
૧ પ્રત્યંચા (પણ૭) ચડાવેલું. ૨ કમલ-કમઅલ પાણીને શોભાવનાર. ૩ મુગટ.