________________
૧૩૦
સગ ૪ થે હે આર્ષભિ! આજે તમને જોવાથી અમે સાક્ષાત્ ઋષભદેવને જ જોયા છે. અજ્ઞાનપણથી અમે તમને જે પીડા કરી તે તમે ક્ષમા કરજો, કેમકે તમે અમને અજ્ઞાનપણામાંથી જાગૃત કર્યા છે. પૂર્વે જેમ અમે ઋષભસ્વામીના ભૂત્ય હતા તેમ હવે તમારા ભત્ય થયા છીએ; કેમકે સ્વામીની પેઠે સ્વામીપુત્રની સેવા પણ લજજાકારી હોતી નથી. હે મહારાજ ! દક્ષિણ અને ઉત્તર ભરતાદ્ધની મધ્યમાં રહેલા વૈતાઢયના બંને પાર્શ્વમાં દુર્ગ પાળની પેઠે અમે તમારા શાસનમાં રહીશું. એમ કહી વિનમિ રાજાઓ-જે કે તેઓ મહારાજાને કાંઈ ભેટ આપવાની ઈચ્છા કરતા હતા છતાં જાણે કાંઈ યાચના કરવાને ઈચ્છતા હોય તેમ નમસ્કાર કરી અંજલિ જેડી, જાણે સ્થિર રહેલી લક્ષમી હોય તેવી સ્ત્રીઓમાં રત્નરૂપ પોતાની સુભદ્રા નામે દુહિતા ચક્રીને અર્પણ કરી. . ન જાણે સૂત્ર (દરી) છાંટીને બનાવી હોય તેમ તેની સમચોરસ આકૃતિ હતી; ત્રિલયની અંદર રહેલા માણિકયના તેજને જાણે પુંજ હોય તેવી તેની કાંતિ હતી; કૃતજ્ઞ સેવકોથી આવૃત્ત હોય તેમ યૌવનાવસ્થાથી તથા નિત્ય સ્થિર રહેનારા શોભાવાળા કેશ અને નથી તે અત્યંત શોભતી હતી; દિવ્ય ઔષધની પેઠે તે સર્વ રોગને શાંત કરનારી હતી અને દિવ્ય જળની પેઠે તે ઈચ્છાનુકૂળ શીત અને ઉષ્ણુ સ્પર્શવાળી હતી. તે ત્રણ ઠેકાણે યામ, ત્રણ ઠેકાણે શ્વેત, ત્રણ ઠેકાણે તામ્ર, ત્રણ ઠેકાણે ઉન્નત, ત્રણ ઠેકાણે ગંભીર, ત્રણ ઠેકાણે વિસ્તીર્ણ, ત્રણ ઠેકાણે દીર્ઘ અને ત્રણ ઠેકાણે કૃશ હતી. પિતાના કેશકલાપથી તે મયૂરના કલાપને જીતતી હતી અને લલાટથી અષ્ટમીના ચંદ્રને પરાભવ કરતી હતી. રતિ અને પ્રીતિની ક્રીડાવાપી હોય તેવી તેની સુંદર દષ્ટિ (નેત્ર) હતી; લલાટના લાવણ્યજળની ધારા હોય તેવી તેની દીર્ઘ નાસિકા હતી; નવીન દર્પણના જેવા સુંદર તેના ગાલ હતા; * જાણે બે હીંચકા હોય તેવા ખભા સુધી પહોંચતા તેના બે કર્ણ હતા; બે સાથે થયેલા બિંબફળની જેવા તેની અધર હતા; હીરાકણીઓની શ્રેણીની શોભાને પરાભવ કરનારા દાંત હતા; ઉદરની પેઠે ત્રણ રેખાવાળું તેનું કંઠદળ હતું; કમલનાળ જેવી સરલ અને બિસના જેવી કે મળ તેની ભુજાઓ હતી; કામદેવના બે કલ્યાણકળશ હોય તેવા તેના સ્તન હતા; સ્તને એ જાણે પુષ્ટતા કરી લીધી હોય અને તેથી કૃશ થયું હોય એવું તેનું કમળ ઉદર હતું; સરિતાની ભમરી જેવું તેનું નાભિમંડળ હતું; નાભિરૂપી વાપિકાના તીર ઉપરની દુર્વાવલિ હોય તેવી તેની માવલિ હતી; કામદેવની જાણે શવ્યા હોય તેવા તેના વિશાળ નિતંબ હતા; હી ડેાળાના બે સુવર્ણ સ્તંભ હોય તેવા સુંદર તેના ઉરૂદંડ હતા; મૃગલીની જેઘાને તિરસ્કાર કરનારી તેની જંઘા હતી; હસ્તની પેઠે તેના ચરણ પણ કમલને તિરસ્કાર કરનારા હતા; કરચરણની અંગુલીરૂપી દળથી જાણે પલ્લવિત વલ્લી હોય તેવી તે જણાતી હતી, પ્રકાશમાન નખરૂપી રત્નથી રત્નાચળની તટી હોય તેવી જણાતી હતી, વિશાળ, સ્વચ્છ, કમળ અને સુંદર વસ્ત્રોથી તે મૃદુ પવનના પડવાથી તરંગિત થયેલી સરિતા જેવી લાગતી હતી; સ્વછ કાંતિથી તરંગિત થયેલા મનહર અવયથી તે પિતાના સુવર્ણ તથા રત્નમય આભૂષણોને ઉલટી શોભાવતી હતી તેની પાછળ છાયાની જેમ છત્રધારિણી સ્ત્રી સેવા કરતી હતી; બે હંસથી કમલિનીની પેઠે સંચાર કરતા બે ચામથી તે શેભતી હતી અને અપ્સરાથી લક્ષ્મીની જેમ તથા સરિતાઓથી જાનવીની જેમ તે સુંદર બાળા સમાન વચવાળી હજારો સખીઓથી પરિવૃત હતી.
નમિરાજાએ પણ મહા મૂલ્યવંત રને ચક્રવતીને ભેટ કર્યા, કેમકે સ્વામી ઘેર આવે ત્યારે મહાત્માઓને શું અદેય છે? પછી ભરતપતિએ વિદાય કરેલા નમિ