________________
પર્વ ૧ લું
૧૩૧ વિનમિએ પિતાના પુત્રના પુત્રોને રાજ્ય સેપી, વિરક્ત થઈ ઋષભદેવ ભગવંતના ચરણમૂળમાં જઈ વત ગ્રહણ કર્યું.
ત્યાંથી ચક્રરત્નની પછવાડે ગમન કરતા તીવ્ર તેજસ્વી ભરતરાજા ગંગાના તટ ઉપર આવ્યા. જાહ્નવીના સ્થાનથી દૂર નહીં તેમ નજીક નહીં એવું સ્થાનકે પૃથ્વીના ઇદ્ર પિતાના સૈન્યને પડાવ નખાવ્યા. મહારાજાની આજ્ઞાથી સુષેણ સેનાપતિએ સિંધુની પેઠે ગંગા ઉતરી તેને ઉત્તરનિષ્ફટ સા (તાબે કર્યો). પછી ચક્રવતીએ અષ્ટમભક્તથી ગંગાદેવીની સાધના કરી. સમર્થ પુરુષોનો ઉપચાર તત્કાળ સિદ્ધિને માટે થાય છે. ગંગાદેવીએ પ્રસન્ન થઈ મહારાજાને બે રત્નમય સિંહાસન અને એક હજાર ને આઠ રત્નમય કુંભે આપ્યાં. તે ગંગાદેવી રૂપલાવણ્યથી કામદેવને પણ કિંકરતુલ્ય કરનારા ભરતરાજાને જોઈ ક્ષોભ પામી. વદનરૂપી ચંદ્રને અનુસરનારા મનહર તારાગણ હોય તેવા તેણે સર્વાગે મુક્તામય આભૂષણ પહેર્યા હતાં. કેળની અંદરની ત્વચા જેવાં તેણે વસ્ત્ર પહેર્યા હતાં. તે જાણે તેના પ્રવાહ જળ તે રૂપે પરિણામ પામ્યા હોય તેવા જણાતા હતા. રોમાંચરૂપી કંચુકીથી તેના સ્તન ઉપરની કંચુકી તડાતડ ફાટતી હતી અને જાણે સ્વયંવરની માળા હોય તેવી ધવળદષ્ટિને તે ફેંકતી હતી. આવી સ્થિતિ પામેલી ગંગાદેવીએ ક્રીડા કરવાની ઈચ્છાથી પ્રેમભરિત ગદ્ગદ્ વાણીવડે ભરતરાયની અત્યંત પ્રાર્થના કરી અને પોતાના પતિગૃહમાં તેમને લઈ ગઈ. ત્યાં તેની સાથે વિવિધ ભેગને ભેગવતા મહારાજાએ એક દિવસની પેઠે સહસ્ત્ર વર્ષ
વ્યતીત કર્યા. પછી કઈ રીતે દેવીને સમજાવી, તેની આજ્ઞા લઈ ત્યાંથી નીકળ્યા અને પિતાના પ્રબળ સન્ય સાથે ખંડપ્રપાતા ગુફા તરફ ચાલ્યા.
કેશરીસિંહ જેમ એક વનથી બીજે વન જાય તેમ અખંડ પરાક્રમવાળા ચક્રી તે સ્થાનથી ખંડપ્રપાતા ગુફા સમીપે પહોંચ્યા. ગુફાથી થોડે દૂર એ બલિષ્ટ રાજાએ પોતાના સૈન્યને નિવાસ કરાવ્યું. ત્યાં તે ગુફાના અધિષ્ઠાયક નાટયમાલ દેવને મનમાં ધારણ કરી અષ્ટમ તપ કર્યો, તેથી તે દેવનું આસન કંપ્યું. અવધિજ્ઞાનવડે ભરતચકીને આવેલા જાણું દેવાદાર જેમ લેણદાર પાસે આવે તેમ તે ભેટ લઈને સામો આવ્યા. મહદ્ ભક્તિવાળા તે દેવે ષખંડ ભૂમિના આભૂષણરૂપ મહારાજાને આભૂષણો અર્પણ કર્યા અને સેવા અંગી. કાર કરી. નાટય કરેલા નટની પેઠે નાયમાલ દેવને વિવેકયુક્ત ચક્રીએ પ્રસન્ન થઈને વિદાય કર્યો અને પછી પારણું કરી તે દેવને અષ્ટાદ્ધિક ઉત્સવ કર્યો. હવે ચક્રીએ સુષેણ સેનાનીને આજ્ઞા કરી કે “ખંડપાતા ગુફા ઉઘાડે.' સેનાપતિએ મંત્રીની પેઠે નાટયમાલ દેવને મનમાં ધારી અષ્ટમ કરી પૌષધાલયમાં પૌષધવ્રત ગ્રહણ કર્યું. અષ્ટમને અંતે પૌષધાગારથી નીકળી પ્રતિષ્ઠામાં જેમ શ્રેષ્ઠ આચાર્ય બલિવિધાન કરે તેમ બલિવિધાન કર્યું, પછી પ્રાયશ્ચિત્ત અને કૌતુક મંગળ કરી, મોટા મૂલ્યવાળાં ડાં વસ્ત્રો ધારણ કરી હાથમાં ધૂપધાણું ગ્રહણ કર્યું. ગુફા પાસે જઈ જોતાં જ પ્રથમ નમસ્કાર કરી તેના બારણાની પૂજા કરી અને ત્યાં અષ્ટમંગળક આલેખ્યા. ત્યાર પછી કપાટ ઉઘાડવાને માટે સાત આઠ પગલાં પાછા ચાલી જાણે તે બારણાની સુવર્ણમય કુંચી હોય તેવા દંડરત્નને ગ્રહણ કર્યું અને બારણું ઉપર તે વડે પ્રહાર કર્યો, સૂર્યનાં કિરણવડે કમલકેશ ખુલ્લી જાય તેમ દંડરત્નના આઘાતથી તે બંને દ્વાર ઉઘડી ગયાં. . | ગુફાદ્વાર ઉઘડયાના સમાચાર ચક્રીને નિવેદન કર્યા એટલે હસ્તીન્કંધ ઉપર આરૂઢ થઈ હસ્તીના દક્ષિણ કુંભસ્થળ ઉપર ઊંચે સ્થાનકે મણિરત્ન મૂકીને તેમણે ગુફામાં પ્રવેશ કર્યો. સત્યે અનુસરેલા ભરત રાજા અંધકારને નાશ કરવાને માટે પૂર્વવત કાંકિણીરત્નથી