________________
પવ ૧ લું
૧૧૭ પ્રાસાદ શોભે તેમ સુંદર આકૃતિવાળા મહારાજાથી અધિષ્ઠિત થયેલો મહારથ શેભવા લાગ્યો. અનુકૂળ પવનથી ચપળ થયેલી પતાકાઓથી આકાશને મંડિત કરતો તે ઉત્તમ રથ વહાણની જેમ સમુદ્રમાં પ્રવિષ્ટ થયો. રથને નાભિ સુધી સમુદ્રજળમાં લઈ જઈ આગળ રહેલા સારથિએ ઘેડા અટકાવ્યા એટલે રથ ઊભો રહ્યો. પછી આચાર્ય જેમ શિષ્યને નમાવે તેમ પૃથ્વીપતિએ ધનુષને નમાવી પણછ ચડાવી અને સંગ્રામરૂપી નાટકના આરંભના નાંદી જે તથા કાળના આહવાન મંત્ર જે ઊંચે પ્રકારે ધનુષટંકાર કર્યો. પછી લલાટ પર કરેલા તિલકની લક્ષ્મીને ચેરનારા બાણને ભાથામાંથી કાઢીને ધનુષ ઉપર ચડાવ્યું. ચક્રરૂપ કરેલા ધનુષના મધ્ય ભાગમાં ધરીના ભ્રમને આપતા એવા તે બાણને મહારાજાએ કહ્યુંપર્યત ખેચ્યું. કર્ણાત સુધી આવેલું તે બાણ “હું શું કરું ?” એમ વિજ્ઞપ્તિ કરતું હોય એવું જણાવા લાગ્યું. પછી તેને વરદામપતિ તરફ વિષ્ટ કર્યું. આકાશમાં પ્રકાશ કરતા તે બાણને પર્વતેએ પડતા વજીની ભ્રાંતિથી, સર્પોએ ઉપરથી પડતા ગરુડની બ્રાંતિથી અને સમુદ્ર બીજા વડવાનળની ભ્રાંતિથી ભય સહિત અવલોકયું. બાર જન ઉલ્લંઘન કરી તે બાણ ઉલ્કાની પેઠે વરદામપતિની સભામાં પડયું. શત્રુએ મોકલેલ ઘાત કરનાર મનુષ્યની જેવા તે બાણને પડેલું જોઈ વરદામપતિ કેપ પામ્ય અને ઉદ્દેલ થયેલા સમુદ્રની પેઠે તે ઉદ્દબ્રાંત ભ્રકુટિમાં તરંગિત થઈ ઉત્કટ વાણીથી નીચે પ્રમાણે .
અહો ! પગે સ્પર્શ કરીને આજે આ સુતેલા કેશરીસિંહને કોણે જગાડ? આજે મૃત્યુએ કેનું પાનું ઉખેળ્યું ? કુષ્ઠિની પેઠે પિતાના જીવિતમાં આજે કોને વૈરાગ્ય ઉત્પન્ન થયે કે જેણે પોતાના સાહસથી મારી સભામાં આ બાણ નાખ્યું. તે બણ નાખનારને આ બાણથી જ હું મારું.” એમ કહી તેણે કોપ સહિત તે બાણ ગ્રહણ કર્યું. માગધપતિની પેઠે વરદામપતિએ પણ ચક્રીના બાણ ઉપરના પૂર્વોક્ત અક્ષરે જોયા એટલે નાગદમની ઔષધિથી સર્પ જેમ શાંત થાય તેમ તેવા અક્ષરો વાંચી તત્કાળ તે શાંત થઈ ગયો અને બોલવા લાગ્ય-“અહો દેડકે જેમ કૃષ્ણ સર્પને તમાચો મારવાને ઉદ્યત થાય, બાકડે જેમ પિતાનાં શીંગડાથી હાથીને પ્રહાર કરવાની ઈચ્છા કરે, હાથી જેમ પિતાના દાંતથી પર્વતને પાડવાની ધારણા કરે તેમ મેં મંદબુદ્ધિવાળાએ આ ભરતચક્રીની સાથે યુદ્ધ કરવાની ઈચ્છા કરી.” તથાપિ હજી કાંઈ બગડયું નથી એમ ધારી તેણે પોતાના માણસને ઉપાયન (ભેટ) લાવવાની આજ્ઞા કરી. પછી બાણ અને અદભૂત ભેટ લઈ ઇંદ્ર જેમ ઋષભધ્વજ પાસે જાય તેમ તે ચક્રવતીની પાસે જવા ચાહું જઈ ચક્રવતીને નમસ્કાર કરીને કહ્યું-“હે પૃથ્વીના ઇંદ્ર! દૂતની જેમ તમારા બાણે બોલાવેલે હું આજે અહીં આવ્યો છું. આપ પોતે અહીં આવ્યા છતાં હું સામે આવ્યું નહી તે મારે અજ્ઞને દેષ આપ ક્ષમા કરે. અજ્ઞતા દોષનું આચ્છાદન કરે છે. હે સ્વામિન! શ્રાંત પુરુષ જેમ આશ્રમ મેળવે અને તૃષિત પુરુષ જેમ પૂર્ણ સરોવર પ્રાપ્ત કરે તેમ સ્વામિરહિત એવા મેં આજે આપ જેવા સ્વામીને પ્રાપ્ત કર્યા છે. હે પૃથ્વીનાથ! સમુદ્રમાં વેલંધર પર્વત રહે તેમ આજથી તમે સ્થાપિત કરેલો હું અહીં તમારી મર્યાદામાં રહીશ.” એમ કહી ભરપૂર ભક્તિવાળ તે વરદામપતિએ, જાણે આગળથી થાપણ રૂ૫ રાખ્યું હોય તેમ તે બાણ પાછું અર્પણ કર્યું. જાણે સૂર્યની કાંતિથી જ ગુંથેલું હોય તેવું પિતાની કાંતિથી દિશાના મુખને પ્રકાશિત કરતુ એક રત્નમય કટીસૂત્ર અને જાણે યશનો સમૂહ હોય તે ઘણું કાળથી સંચય કરેલ ઉજજવળ મુક્તા રાશિ, તેણે ભરતપતિને ભેટ કર્યો, તેમજ જેની ઉજજવળ કાંતિ પ્રકાશી રહી છે એ અને જાણે રત્નાકરનું સર્વસ્વ