________________
પર્વ ૧ લું
૧૧૯ અવધિજ્ઞાનથી ચક્રવતીને આવેલા જાણી ઘણી દિવ્ય ભેટ લઈ તે તેમને પૂજવાને સામે આવી. દેવીએ આકાશમાં રહી “જય જય” એવી આશિષપૂર્વકક––“ચક્રિન્ ! હું અહીં તમારી કિકરી થઈને રહી છું. આપ કહો તે તમારું કામ કરું.” એમ કહી જાણે લક્ષ્મીદેવીનું સર્વસ્વ - હોય અને જાણે નિધાનની સંતતિ હોય તેવા રત્નથી ભરેલા એક હજાર ને આઠ કુંભા, જાણે પ્રકૃતિની જેમ કાત્તિ અને જયલક્ષ્મીને સાથે બેસાડવાને હોય એવાં બે રત્નનાં ભદ્રાસને, શેષનાગના મસ્તક ઉપર રહેનારાં મણિઓથી બનાવ્યા હોય તેવાં પ્રદીપ્ત રત્નમય બાહુરક્ષક (બેરખા), જાણે મધ્યમાં સૂર્યબિંબની કાંતિ દાખલ કરેલી હોય એવાં કડાં અને મુઠીમાં સમાઈ શકે એવાં સુકોમળ દિવ્ય વસ્ત્રો તેણે ચક્રવતીને ભેટ કર્યા. સિંધુરાજ(સમુદ્ર)ની પેઠે મહારાજાએ તે સર્વ સ્વીકાર્યું અને મધુર આલાપથી દેવીને પ્રમોદ પમાડી વિસર્જન કરી. પછી પૂર્ણિમાના ચંદ્ર જેવા સુવર્ણ પાત્રમાં તેમણે અષ્ટમભક્તનું પારણું કર્યું અને ત્યાં દેવીને અષ્ટાદ્વિકા ઉત્સવ કરીને ચકે બતાવેલ માર્ગે તેઓ આગળ ચાલ્યા.
ઉત્તર પૂર્વ દિશાની મધ્યમાં ( ઈશાન ખૂણ તરફ ) ચાલતા તેઓ અનુક્રમે બે ભરતાદ્ધની મધ્યમાં સીમાબંધ તરીકે રહેલા વૈતાઢ્ય પર્વત સમીપે આવી પહોંચ્યા. તે પર્વતના દક્ષિણ નિતંબ(ભાગ) ઉપર જાણે કોઈ નવીન દ્વીપ હોય તેમ વિસ્તાર અને દીર્ધ પણાથી શોભિત એ પડાવ તેમણે કર્યો. ત્યાં પૃથ્વીપતિએ અષ્ટમ કર્યો એટલે વૈતાઢયાદ્રિકુમારનું આસન કંપાયમાન થયું. તેણે અવધિજ્ઞાનથી જાણ્યું કે ભરતક્ષેત્રમાં આ પ્રથમ ચક્રવતી ઉત્પન્ન થયા છે. ચક્રવતીની પાસે આવી તેણે આકાશમાં રહી કહ્યું- હે પ્રભુ! તમે જય પામ ! હું તમારે સેવક છું, માટે મને જે આજ્ઞા કરવી હોય તે કરો.” એમ કહી જાણે મોટો ભંડાર ઉઘાડ્યો હોય તેમ મૂલ્યવંત રત્ન, રત્નનાં અલંકારે, દિવ્ય વસ્ત્રો અને પ્રતાપ સંપત્તિઓના ક્રીડા સ્થાન જેવાં ભદ્રાસને તેણે ચક્રવતીને અર્પણ કર્યા. પૃથ્વીપતિએ તેની સર્વવસ્તુ સ્વીકારી; કારણ કે અલુબ્ધ સ્વામીએ પણ બ્રુના અનુગ્રહ માટે તેમની ભેટ સ્વીકારે છે. પછી મહારાજાએ તેને સારી રીતે બોલાવી ગૌરવ સહિત વિદાય કર્યો. મહાન પુરુષો પિતાને આશ્રિત રહેલા સાધારણ પુરુષની પણ અવજ્ઞા કરતા નથી, અષ્ટમ ભક્તને અંતે પારણું કરી ત્યાં વૈતાઢ્યદેવને અષ્ટાક્ષિકા ઉત્સવ કર્યો.
ત્યાંથી ચક્રરત્ન તમિસ્ત્રાગુફા તરફ ચાલ્યું. રાજા પણ પડાન્વેષી(પગી)ની જેમ તેની પાછળ ચાલ્યા. અનુક્રમે તમિસ્રા સમીપે જાણે વિદ્યાધરોના નગર વૈતાઢ્ય ઉપરથી નીચે ઉતર્યા હોય તેવો પિતાના રીન્યનો નિવાસ કરાવ્યો. તે ગુફાના અધિષ્ઠાયક કૃતમાલ દેવને મનમાં ધારણ કરી તેમણે અષ્ટમ તપ કર્યું એટલે તે દેવનું સન ચલિત થયું. અવધિજ્ઞાનથી ચક્રવતીને આવેલા જાણી, ઘણે કાળે આવેલા ગુરુની જેમ ચક્રવતીરૂપ અતિથિનું અર્ચન કરવાને તે આવ્યા અને કહેવા લાગ્યા–“સ્વામિન્ ! આ તમિસા ગુફાના દ્વારમાં તમારા દ્વારપાળની પેઠે હું રહ્યો છું.” એમ કહી તેણે ભૂપતિની સેવા અંગીકાર કરી. સ્ત્રીરત્નને ગ્ય અનુત્તમ એવાં ચૌદ તિલક અને દિવ્ય આભરણુસમૂહ તેણે ભેટ કર્યો, તે સાથે જાણે અગાઉથી મહારાજાને માટે જ રાખી મૂકી હોય તેવી તેમને યોગ્ય માળાઓ અને દિવ્ય વસ્ત્રો પણ અર્પણ કર્યા. ચક્રીએ તે સર્વ વસ્તુનો સ્વીકાર કર્યો, કેમકે કતાર્થ થયેલા રાજાઓ પણ દિગૃવિજયની લક્ષ્મીના ચિહ્નરૂપ દિશાદંડને છોડતા નથી. અધ્યયનને અંતે ઉપાધ્યાય જેમ શિષ્યને રજા આપે તેમ ભરતેશ્વરે ઘણા પ્રસાદપૂર્વક તેને સારી રીતે બોલાવીને વિદાય કર્યો. પછી જાણે જુદા થયેલા પિતાના અંશ હોય તેવા અને
૧ જેની જેવા બીજા ઉત્તમ નહીં તેવાં.