________________
પર્વ ૧ લું એવા નાભિકુમારે દેવ, અસુર અને મનુષ્યની સમક્ષ સિદ્ધને નમસ્કાર કરીને, “સઘળા સાવદ્ય યોગનું પ્રત્યાખ્યાન કરું છું,” એમ કહી મોક્ષમાર્ગના રથતુલ્ય ચારિત્ર ગ્રહણ કર્યું. શરદઋતુના તાપથી તપ્ત થયેલા પુરુષને જેમ વાદળની છાયાથી સુખ થાય તેમ પ્રભુના દીક્ષેત્સવથી નારકીના જીવોને પણ ક્ષણવાર સુખ થયું. જાણે દીક્ષાની સાથે સંકેત કરીને રહેલું હોય તેમ મનુષ્યક્ષેત્રમાં રહેલા સર્વે સંજ્ઞી પંચેન્દ્રિય જીના મનદ્રવ્યને પ્રકાશ કરનારું મન:પર્યવ જ્ઞાન તરત જ પ્રભુને ઉત્પન્ન થયું. મિત્રોએ વાર્યા છતાં, બંધુઓએ કળ્યા છતાં અને ભરતેશ્વરે વારંવાર નિષેધ કર્યા છતાં પણ કચ્છ અને મહાકછ વિગેરે ચાર હજાર રાજાઓએ, સ્વામીના પૂર્વ ના અતિશય પ્રસાદનું સમરણ કરીને, ભ્રમરની પેઠે તેમના ચરણકમલને વિરહ નહીં સહન કરી શકવાથી પિતાના પુત્ર, કલત્ર, રાજ્યાદિ સર્વેને તૃણની પેઠે છેડી દઈ જે સ્વામીની ગતિ તે જ અમારી ગતિ એ નિશ્ચય ધારી હર્ષથી પ્રભુની સાથે દીક્ષા ગ્રહણ કરી. ભૂત્ય લોકોને કમ એ જ હોય છે,
પછી ઈદ્ર વગેરે દેવતાઓ અંજલિ જોડી આદિનાથને પ્રણામ કરી સ્તુતિ કરવા લાગ્યા–“હે પ્રભુ! તમારા યથાર્થ ગુણ કહેવાને અમે અસમર્થ છીએ, તથાપિ અમે સ્તુતિ કરીએ છીએ; કેમકે તમારા પ્રભાવથી અમારી બુદ્ધિનો વિસ્તાર થાય છે, તે સ્વામી ! ત્રસ અને સ્થાવર જતુઓની હિંસાનો પરિહાર કરવાથી અભયદાન આપનારી દાનશાળારૂપ થયેલા આપને અમે નમસ્કાર કરીએ છીએ. સર્વથા મૃષાવાદને પરિત્યાગ કરવાથી હિતકારી સત્ય અને પ્રિય વચનરૂપી સુધારસના સમુદ્ર એવા આપને અમે નમસ્કાર કરીએ છીએ. હે ભગવન્! અદત્તાદાનનો ત્યાગ કરવારૂપી ખીલાઈ ગયેલા માર્ગમાં પ્રથમ પંથી થયેલા આપને અમે નમસ્કાર કરીએ છીએ. હે પ્રભુ ! કામદેવરૂપી અંધકારને નાશ કરનારઅખંડિત બ્રહ્મચર્યરૂપી મહાતેજવાળા સૂર્ય સમાન આપને અમે નમસ્કાર કરીએ છીએ. તૃણની પેઠે પૃથ્વી વગેરે સર્વ જાતના પરિગ્રહને એક સાથે ત્યાગ કરનાર નિર્લોભારૂપ આત્માવાળા આપને અમે નમસ્કાર કરીએ છીએ. પંચ મહાવ્રતનો ભાર ઉપાડવામાં વૃષભ સમાન અને સંસારસિંધુને તરવામાં કાચબા સમાન આપ મહાત્માને અમે નમસ્કાર કરીએ છીએ. હે આદિનાથ ! જાણે પાંચ મહાવ્રતાના પાંચ સહેદરા હોય તેવી પાંચ સમિતિને ધારણ કરનારા આપને અમે નમસ્કાર કરીએ છીએ. આત્મારામને વિષે જ જોડેલા મનવાળા, વચનની સંવૃત્તિથી શોભતા અને શરીરની સર્વચેષ્ટાઓથી નિવૃત્ત થયેલા એવા ત્રણ ગુપ્તિધારક તમને અમે નમસ્કાર કરીએ છીએ.”
એવી રીતે પ્રભુની સ્તુતિ કરીને દેવતાઓ, જન્માભિષેક સમયની પેઠે નંદીશ્વર દ્વીપ જઈ, ત્યાં અઠ્ઠાઈ મહોત્સવ કરી પોતપોતાના સ્થાન પ્રત્યે ગયા. દેવતાઓની પેઠે ભરત અને બાહુબલિ વગેરે પણ પ્રભુને પ્રણામ કરી મહાકટે પોતપોતાના સ્થાન પ્રત્યે ગયા અને સાથે પત્રજિત થયેલા કછ અને મહાકછ વિગેરે રાજાઓ થી પરવરેલા અને મૌન ધારણ કરેલા ભગવાને પૃથ્વી પર વિહાર કરવાનો ઉપક્રમ કર્યો. પારણાને દિવસે ભગવંતને કોઈ પણ સ્થળેથી ભિક્ષા મળી નહીં; કેમકે તે વખતે લે કે ભિક્ષાદાનને નહી જાણનારા અને એકાંત સરલ હતા. ભિક્ષાને માટે આવેલા પ્રભુને પૂર્વની પેઠે રાજા જાણીને કેટલાક લોકો સૂર્યના ઉચ્ચ શ્રવા અશ્વને પણ વેગથી પરાભવ કરનારા અને આપતા હતા, કોઈ શૌર્યથી દિગગજેને જય કરનારા હસ્તીઓ ભેટ કરતા હતા, કેઈ રૂપ અને લાવણ્યમાં અપ્સરાએને જીતનારી કન્યાઓ અર્પણ કરતા હતા. કેઈ વિદ્યુતના વિલાસને ધરનારાં આભાર આગળ ધરતા હતા, કોઈ સંધ્યાકાળના અભ્ર જેવાં જાતજાતનાં વર્ણવાળાં વ આપતા હતા, કેઈ મંદારમાળાની સ્પર્ધા કરનારી પુષ્પમાળા અર્પતા હતા, કોઈ મેરુપર્વતના શિખર