________________
સ ૩ જો
તે અવસરે વાયુકુમાર દેવતાએ માનનેા ત્યાગ કરી સમવસરણને માટે એક ચાજન પૃથ્વીનું માર્જન કર્યું. મેઘકુમારના દેવતાઓએ સુગ'ધી જળની વૃષ્ટિથી પૃથ્વીનુ સિંચન કર્યું', તેથી જાણે પૃથ્વી પોતે જ પ્રભુ પધારશે એમ જાણીને સુગધી અશ્રુથી ધૂપ અને અધ્યને ઉક્ષિપ્ત કરતી હોય એમ જણાવા લાગ્યું'. વ્યંતર દેવાએ ભક્તિથી પોતાના આત્માની જેમ કિરણાવાળા સુવર્ણ, માણિકથ અને રત્નાના પાષણથી ઊંચુ' ભૂમિતળ ખાંધ્યું, તેની ઉપર જાણે પૃથ્વીમાંથી ઉગત થયા હોય તેવાં અધોમુખ ડીંટવાળાં પંચર’ગી અને સુગંધી પુષ્પોને વેર્યા અને ચારે દિશામાં જાણે તેમની આભૂષણભૂત કડીઓ હોય તેવાં રત્ન, માણિકય અને સુવણ નાં તારણા આંધી દીધાં. ત્યાં ગોઠવેલી રત્નાદિકની પૂતળીઓના દેહના પ્રતિબિંબ એકબીજામાં પડતા હતા તેથી જાણે સખીએ પરસ્પર આલિ`ગિત થઈ ને રહેલી હોય તેવી તે ભાસતી હતી. સ્નિગ્ધ ઇન્દ્રનીલ મણિએથી ઘડેલી મગરનાં ચિત્રો નાશ પામેલા કામદેવે છેાડી દીધેલા પોતાના ચિહ્નરૂપ મગરનાં ભ્રમને ઉત્પન્ન કરતા હતા. ભગવાનના કેવળજ્ઞાન કલ્યાણકથી ઉત્પન્ન થયેલા જાણે દિશાઓના હાસ્ય હોય તેવા શ્વેત છત્રા ત્યાં શે।ભતાં હતાં. જાણે અતિ હર્ષ થી પૃથ્વીએ પોતે નૃત્ય કરવાને માટે પાતાની ભુજાએ ઊંચી કરી હાય તેવી ધ્વજાઓ ફરકતી હતી અને તારણાની નીચે સ્વસ્તિકાદિક અષ્ટમ’ગલિકનાં શ્રેષ્ઠ ચિહ્નો કર્યા' હતાં, તે અલિપીઠ જેવાં જણાતા હતાં. સમવસરણને ઉપલા ભાગના પ્રથમ ગઢ વિમાનપતિએ રત્નમય બનાવ્યા હતા તેથી જાણે રગિરિની રત્નમય મેખલા ત્યાં લાવ્યા હોય એમ જણાતું હતુ. અને તે ગઢ ઉપર જાતજાતના કાંગરાએ બનાવ્યા હતા, તે પેાતાનાં કિરણાથી આકાશને વિચિત્ર વર્ણના વસ્ત્રોવાળુ બનાવતા હોય એમ લાગતું હતું. મધ્યમાં જ્યાતિષ્પતિ દેવતાઓએ જાણે પિંડરૂપ થયેલ પોતાના અગની જ્યેાતિ હોય તેવા સુવણૅથી બીજો ગઢ કર્યા હતા; તે ગઢ ઉપર રત્નમય કાંગરાએ કર્યા હતા જાણે સુરઅસુરની સ્ત્રીને મુખ જોવા ત્યાં રત્નમય દર્પણા રાખ્યા હાય તેવા જણાતા હતા. ભક્તિથી વૈતાઢ્ય પર્યંત મડલરૂપ(ગાળ)થયા હેાય તેવા રૂપાને ત્રીજો ગઢ ભુવનપતિએ બાહ્યભાગ ઉપર રમ્યા હતા અને જાણે દેવતાની વાવડીના જળમાં સુવર્ણના કમલા હેાય તેવા તે ગઢની ઉપર સુવર્ણના વિશાળ કાંગરા બનાવ્યા હતા. તે ત્રણ ગઢવાળી પૃથ્વી ભુવનપતિ, યાતિપતિ અને વિમાનપતિની લક્ષ્મીના એક એક ગોળાકાર કુંડળવડે શાલે તેવી શાભતી હતી. પતાકાના સમૂહવાળાં માણિકયમય તારણા પેાતાના કરણેાથી જાણે બીજી પતાકા રચતા હેાય તેવા જણાતા હતા. તે દરેક ગઢને ચાર ચાર દરવાજા હતા તે જાણે ચતુર્વિધ ધર્મને ક્રીડા કરવાના ગાખ હોય તેવા જણાતા હતા. તે દરેક દ્વારે વ્ય'તરાએ મૂકેલાા ધૃપના પાત્રા ઈંદ્રનીલમણિના સ્તંભની જેવી ધૂમ્રલતાને છેડતા હતા. તે સમવસરણને દરેક દ્વારે ગઢની જેમ ચાર ચાર રસ્તા (દ્વાર)વાળી અને સુવર્ણીના કમલવાળી વાપિકાએ કરી હતી અને બીજા ગઢમાં ઇશાનખૂણે પ્રભુને વિશ્રામ કરવાને માટે એક દેવછંદ રચ્યા હતા. અંદરના પ્રથમ ગઢના પૂર્વ દ્વારમાં ખ'ને તરફ સુવર્ણ ના જેવા વણુ વાળા એ વૈમાનિક દેવતા દ્વારપાળ થઈ ને રહ્યાર હતા, દક્ષિણ દ્વારમાં અને ખાજુએ જાણે એક બીજાના પ્રતિષિ'બ હોય તેવા ઉજજવળ વણુ વાળા વ્યંતર દેવતા દ્વારપાળ થયા હતા, પશ્ચિમ દ્વારમાં સાય‘કાળે જેમ સૂર્ય અને ચંદ્ર સામસામા આવીને રહે તેમ રક્ત વર્ણ વાળા એ જ્યાતિષ્ક દેવતા દ્વારપાળ થયા હતા અને ઉત્તર દ્વારે જાણે ઉન્નત મેઘ હોય તેવા કૃષ્ણવર્ણ વાળા એ ભુવનપતિ દેવતાએ બંને તરફ દ્વારપાળ થઈને રહ્યા હતા. બીજા ૧. વૈમાનિક દેવતાઓએ ર. અહીં પ્રથમ ગઢે એ એ દ્વારપાળ કહ્યા છે, સમવસરણ સ્તવમાં એકેક કહેલ છે.
૧૦૦