________________
૧૦૪
સર્ગ ૩ જે
આકાશમાં સંભળાય છે. ગ્રામ અને રાગથી પવિત્ર થયેલી આ ગંધર્વોની ગીતિ જાણે પ્રભુની વાણીની દાસી હોય તેમ આપણને આનંદ આપે છે. પ્રાણીના પ્રવાહથી જેમ કાદવ છેવાઈ જાય તેમ ભારતનું એવું કથન સાંભળવાથી ઉત્પન્ન થયેલા આનંદાશ્રવડે મરદેવાની દષ્ટિમાં વળેલાં પડલ ધોવાઈ ગયાં, એટલે પોતાના પુત્રની અતિશય સહિત તીર્થોકરપણાની લક્ષ્મી પિતાનાં નેત્રવડે જોઈ. તેનાં દર્શનથી થયેલા આનંદવડે મરુદેવા તન્મય થઈ ગયા. તત્કાળ સમકાળે અપૂર્વકરણના ક્રમથી ક્ષપકશ્રેણિમાં આરૂઢ થઈ આઠ કમને ક્ષીણ કરી કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી ( તે જ વખતે આયુષ પૂર્ણ થવાથી ) અંતકૃત કેવળી થઈ સ્વામિની મરુદેવી હસ્તીન્કંધ ઉપર આરૂઢ થયેલા જ અવ્યયપદ (મોક્ષ)ને પામ્યા. આ અવસમ્પિણીમાં મરુદેવા પ્રથમ સિદ્ધ થયા. તેમના શરીરને સત્કાર કરીને દેવતાઓએ ક્ષીરસમુદ્રમાં નિશ્ચિત કર્યું. ત્યાંથી આ લોકમાં મૃતકની પૂજા પ્રવર્તે. કેમકે મહાત્માઓ જે કરે તે આચરણને માટે કપાય છે. માતા મરુ દેવાને મોક્ષ પ્રાપ્ત થયેલ જાણી વાદળની છાયા અને સૂર્યના તાપથી મિશ્રિત થયેલા શરદ ઋતુના સમયની જેમ હર્ષ અને શકથી ભરત રાજા વ્યાપ્ત થયા પછી રાજ્યચિહ્નાનો ત્યાગ કરી પરિવાર સહિત પગે ચાલતા તેમણે ઉત્તર દિશાના દ્વારથી સમવસરણમાં પ્રવેશ કર્યો. ત્યાં ચારે નિકાયના દેવતાઓથી વીંટાઈ રહેલા અને દૃષ્ટિરૂપી ચકેરને ચંદ્ર સમાન પ્રભુને ભરતેશ્વરે જોયા. ભગવંતને ત્રણ પ્રદિક્ષિણ દઈ, પ્રણામ કરી, મસ્તકે અંજલિ જેડી ચક્રવતી એ સ્તુતિ કરવાનો આરંભ કર્યો.
હે અખિલ જગન્નાથ ! હે વિશ્વને અભય આપનાર ! પ્રથમ તીર્થેશ ! હે સંસારતારણ! તમે જય પામો. આજે આ અવસર્પિણીમાં જન્મેલા લોકોરૂપી પદ્માકરને સય સમાન તમારા દશનથી અધકારને નાશ થઈને પ્રભાત થયું છે. હે નાથ ! ભવ્ય
વાના મન પી જળને નિર્મળ કરવાની ક્રિયામાં કતકના ચૂર્ણ જેવી તમારી વાણી જયવંતી વરો છે. હે કરુણાના ક્ષીરસાગર ! જે તમારા શાસનરૂપી મહારથમાં આરૂઢ થાય છે તેઓને લોકા (મોક્ષ) દૂર નથી. હે દેવ ! નિષ્કારણુ જગતબંધુ- આપ સાક્ષાત્ જેવામાં આવે છે તેથી આ સંસારને અમે લેકા ગ્રથી પણ અધિક માનીએ છીએ. હે સ્વામિન ! આ સંસારમાં પણ નિશ્ચળ નેત્રોવડે તમારા દર્શનના મહાનંદરૂપી ઝરામાં અમને મોક્ષસુખના સ્વાદને અનુભવ થાય છે. હે નાથ ! રાગ, દ્વેષ અને કષાયાદિ શત્રુઓએ રૂંધેલા આ જગતને અભયદાન દેનારા તમે ઉદ્વેષ્ટિત કરે છે (બંધનમાંથી છોડાવે છે. ). હે શ૫તે ! તમે તત્ત્વ જણાવે છે. તમે માર્ગ બતાવે છે અને તમે વિશ્વની રક્ષા કરે છેતેથી વિશેષ હું તમારી પાસે શું યાચના કરુ ? જેઓ અનેક જાતના ઉપદ્રવ અને સામથી પરસ્પરનાં ગામ અને પૃથ્વીને લઈ લેનાર છે એવા આ સવે રાજાએ આપની સભા માં પરસ્પર મિત્ર થઈને રહેલાં છે. તમારી પર્ષદામાં આવેલ આ હસ્તી પિતાની શથી કેસરીસિંહના કરને આકર્ષણ કરી તેના વડે પોતાના કુંભસ્થળને વારંવાર કડ્ડયન કરે છે ( ખજવાળે છે ). આ મહિષ અન્ય મહિષની પેઠે વારંવાર નેહથી પોતાની જિહાવડે આ હણહણતા અને માજન કરે છે. લીલાથી પોતાના પૂછડાને હલાવતા આ મૃગ ઊંચા કાન કરી અને મુખને નમાવી પોતાની નાસિકાથી આ વાઘના મુખનું આદ્માણ કરે છે ( સુઘે છે ). આ તરુણ માં જ ૨૨ આગળ પાછળ અને પડખે પોતાના બચ્ચાંની પેઠે કરતા એવા મૂષકને આલિંગન કરે છે. આ ભુજંગ પોતાના શરીરનું કુંડાળું કરી આ નકલપ પાસે મિત્રની પેઠે નિર્ભય થઈને બેઠા છે. હે દેવ ! આ બીજા પણ નિરંતર વૈરવાળા 1. કેસરી સિંહને પણ શું હોય છે. ૨ બીલાડે. ૩. ઉંદર, ૪. સર્પ. ૫ નેળીયો.
જીવોના મનરૂપી જ