________________
પર્વ ૧ લું
૧૦૭
થયેલા, મિથ્યાત્વ મોહની અને મિશ્ર મોહની સમ્યફ પ્રકારે જેમની ક્ષય પામી છે એવા અને સમકિત મેહનીના છેલ્લા અંશને ભોગવનારા પ્રાણીને પ્રાપ્ત થાય છે. સાતે પ્રકૃતિને ક્ષણ કરનારા અને શુભ ભાવવાળા પ્રાણીને ક્ષાયિક નામનું પાંચમું સમકિત પ્રાપ્ત થાય છે.
સમકિત દર્શને ગુણથી રેચક, દીપક અને કારક એવા નામથી ત્રણ પ્રકારનું છે. તેમાં શાસ્ત્રોક્ત તવમાં હેતુ અને ઉદાહરણ વિના જે દઢ પ્રતીતિ ઉત્પન્ન થાય તે રેચક સમકિત જે બીજાઓના સમકિતને પ્રદીપ્ત કરે તે દીપક સમકિત અને જે સંયમ તથા તપ વિગેરેને ઉત્પન્ન કરે તે કારક સમકિત કહેવાય છે. તે સમકિત-શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય એ પાંચ લક્ષણથી સારી રીતે ઓળખાય છે. અનંતાનુબંધી કષાયનો ઉદય ન થાય તે શમ કહેવાય છે. અથવા સમ્યફ પ્રકૃતિથી કષાયના પરિણામને જેવું તે પણ શમ કહેવાય છે. કર્મને પરિણામ અને સંસારની અસારતાને ચિંતવતા પુરુષને વિષયોમાં જે વૈરાગ થાય તે સંવેગ કહેવાય છે. સંવેગવાળા પુરુષને “સંસારવાસ કારાગૃહ છે અને સ્વજન છે તે બંધન છે, એ જે વિચાર થાય તે નિવેદ કહેવાય છે. એકેંદ્રિય વિગેરે સર્વ પ્રાણીઓને સંસારસાગરમાં ડૂબવાથી થતા કલેશને જોઈ હૃદયમાં આતા, તેમના દુઃખથી દુઃખીપણું અને તે દુઃખનિવારણના ઉપાયમાં યથાશક્તિ પ્રવૃત્તિ કરવી તે અનુકંપા કહેવાય છે. બીજાત સાંભળતાં છતાં પણ આહંત તત્વમાં આકાંક્ષા રહિત પ્રતિપત્તિ રહેવી તે આસ્તિક્ય કહેવાય છે. એવી રીતે સમ્યગદર્શન વર્ણવેલું છે, તેની ક્ષણવાર પણ પ્રાપ્તિ થતાં પૂર્વનું જે મતિઅજ્ઞાન હોય છે તે પરાભવ પામીને મતિજ્ઞાનપણને પામે છે, શ્રુતજ્ઞાન પરાભવ પામીને શ્રુતજ્ઞાનપણું પામે છે અને વિર્ભાગજ્ઞાન પરાભવ પામીને અવધિજ્ઞાનના ભાવને પામે છે.
સર્વ સાવદ્યાગને ત્યાગ તે ચારિત્ર કહેવાય છે. તે અહિંસાદિક વ્રતના ભેદથી પાંચ પ્રકારે કહેલ છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ તો પાંચ પાંચ ભાવનાઓ યુક્ત થવાથી મોક્ષને અર્થે થાય છે. પ્રમાદના યોગથી ત્રસ અને સ્થાવર જીના જીવિતને નાશ ન કરે એ અહિંસા વ્રત કહેવાય છે. પ્રિય, હિતકારી અને સત્ય વચન બેલિવું તે સુકૃત (સત્ય) વ્રત કહેવાય છે; અપ્રિય અને અહિતકારી સત્ય વચન પણ અસત્ય સમાન જાણવું. અદત્ત વસ્તુનું ગ્રહણ ન કરવું તે અસ્તેય વ્રત કહેવાય છે, કેમકે દ્રવ્ય એ માણસના બહિરુ પ્રાણ છે તેથી તે હરણ કરનાર પુરુષ તેના પ્રાણને હરણ કરે છે એમ જાણવું. દિવ્ય (વૈક્રિય) અને ઔદારિક શરીરવડે અબ્રહ્મચર્ય સેવનને મન, વચન અને કાયાથી કરવું, કરાવવું અને અનુમોદવું એ ત્રણ પ્રકારે ત્યાગ કરે તેને બ્રહ્મચર્ય વ્રત કહ્યું છે, તેને અઢાર ભેદ થાય છે. સર્વ પદાર્થો ઉપરથી મોહ(મૂચ્છ) ને ત્યાગ કરે તે અપરિગ્રહ વ્રત કહેવાય છેકેમકે મોહથી અછતી વસ્તુમાં પણ ચિત્તનો વિપ્લવ થાય છે. યતિધર્મમાં અનુરક્ત એવા યતી દ્રોને આ પ્રમાણે સર્વથા ચારિત્ર કહ્યું છે અને ગૃહસ્થોને દેશથી ચારિત્ર કહ્યું છે.
સમકિતમૂળ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રત–એ પ્રમાણે ગૃહસ્થના પર વ્રત છે. બુદ્ધિવંત પુરુષે પંગુ, કુઠી અને કુણિત્વ વિગેરે હિંસાના ફળ જોઈ નિરપરાધી ત્રસ જંતુઓની હિંસા સંકલ્પથી છોડી દેવી. મન્મનપણું, કોહલપણું મુંગાપણું, મુખગ-એ અસત્યના ફળ જોઈ, કન્યા, અલીક વિગેરે પાંચ મોટા અસત્ય છોડી દેવાં.
૧ અનંતાનુબંધી કષાયની ચાર પ્રકૃતિ અને સમકિત મેહની, મિશ્રમેહની અને મિથ્યાત્વ મેહની ‘એ ત્રણ મળીને સાત પ્રકૃતિ જાણવી.