________________
પર્વ ૧ લું
૧૧૩ ચિત્કાર શબ્દોથી, ઘેડાઓ હણહણાટથી અને હાથીઓ ગજ નાથી પરસ્પર વરા કરવા લાગ્યા હતા. સૈન્યથી રજ ઊડતી હતી તે પણ અશ્વારનાં ભાલાં તેની અંદર ચળકતા હતાં, તેથી જાણે આચ્છાદાન કરેલાં સૂર્યકિરણને તે હસતાં હોય એમ જણાતું હતું. સામાનિક દેવતાઓએ વીંટેલા ઈન્દ્રની જેમ મુગટધારી અને ભક્તિવાળા રાજાઓથી વીટા ચેલે રાજકુંવર ભરત મધ્યભાગમાં શોભતો હતો. પહેલે દિવસે ચક્રે એક જન પર્યત ચાલીને સ્થિતિ કરી (ઊભું રહ્યું) તે પ્રયાણના અનુમાનથી ત્યારથી જન માપ પ્રવર્યું. હંમેશાં એક એક જનના માનથી પ્રયાણ કરતા ભરતરાજા કેટલેક દિવસે ગંગાના દક્ષિણ તટ સમીપે આવી પહોંચ્યા. મહારાજાએ ગંગાના તટની વિશાળ ભૂમિને પણ પોતાના સૈન્યના જુદા જુદા નિવાસેથી સાંકડી કરીને વિશ્રામ કર્યો. તે વખતે ગંગાનદીના તટની ભૂમિ વર્ષાઋતુના કાળની માફક હુસ્તીઓના ઝરતા મદજળથી પંકિલ થઈ ગઈ. મેઘ જેમ સમુદ્રમાંથી જળને ગ્રહણ કરે તેમ જાહ્નવીના નિર્મળ પ્રવાહમાંથી ઉત્તમ હસ્તીઓ સ્વેચ્છાથી જળ ગ્રહણ કરવા લાગ્યા; અતિ ચપળપણથી વારંવાર ઠેકતા અ ગંગાના તટમાં તરંગના ભ્રમને આપવા લાગ્યા અને ઘણા શ્રમથી ગંગાની અંદર પ્રવિષ્ટ થયેલા હાથી, ઘોડા, મહિષ અને સાંઢડાએ તે ઉત્તમ સરિતાને જાણે ચેતરફ નવિન જાતિના મસ્યવાળી હોય તેવી કરવા લાગ્યા, પોતાના તટની ઉપર રહેલા રાજાને જાણે અનુકુળ થતી હોય તેમ ગંગા નદી પિતાના ઉછળતા તરંગોનાં બિંદુઓથી શીધ્રપણે સૈન્યના શ્રમને હરણ કરવા લાગી. મહારાજાની મોટી સેનાએ સેવેલી ગંગા નદી શત્રુઓની કીર્તિની પેઠે કૃશ થવા લાગી. ભાગિરથીના તીર ઉપર ઉગેલાં દેવદારુનાં વૃક્ષે સૈન્યના ગજપતિઓને માટે યત્ન વિનાનાં બંધનસ્થાન થઈ પડયાં. - હસ્તીઓને મહાવતે હસ્તીઓને માટે પીપળા, સલકી, કર્ણિકાર અને ઉદંબરના પલને કુહાડાથી કાપતા હતા. પિતાના ઊંચા કર્ણ પલ્લવથી જાણે તોરણ કરતા હોય તેમ પંક્તિરૂપે બાંધેલા હજારે ઘડાઓ શોભતા હતા. અશ્વપાળો બંધુની પેઠે મઠ, મગ, ચણા અને જવ વિગેરે લઈ વેગથી એની પાસે ધરતા હતા, મહારાજાની શિબિર (છાવણી)માં વિનીતાનગરીની પેઠે ક્ષણવારમાં ચોક, ત્રિક અને દુકાનની પંક્તિઓ થઈ ગઈ હતી. ગપ્ત, હોટા અને સ્થલ એવા સુંદર તંબુઓમાં સારી રીતે રહેલા સૈન્યના લોકો પોતાના પૂર્વના મહેલોને પણ સંભારતા નહોતા. ખીજડી, બેરડી અને વર્ચ્યુલની જેવા કાંટાવાળા વૃક્ષોને ચુંટનારા ઉંટે સૈન્યનું કટક-ધનનું કામ કરતા હોય તેવા જણાતા હતા. સ્વામીની આગળ ભૂની પેઠે ખચ્ચરે જાહ્નવીને રેતીવાળા તીરમાં પોતાની ચાલને ચલાયમાન કરતા આળોટતા હતા. કોઈ કાષ્ઠ લાવતા હતા, કઈ સરિતાનું જળ લાવતા હતા, કેઈ દુર્વાના ભારા લાવતા હતા અને કેઈ શાક ફળાદિક લાવતા હતા, કોઈ ચૂલ્ય ખોદતા હતા. કોઈ શાળ ખાંડતા હતા, કેઈ અગ્નિને પ્રજવલિત કરતા હતા, કેઈ ભાત રાંધતા હતા, કઈ ઘરની જેમ એક તરફ નિર્મળ જળથી સ્નાન કરતા હતા, કેઈ સ્નાન કરી સુગથી ધૂપથી શરીરને ધૂપિત કરતા હતા, કઈ પ્રથમ પદાતિઓને જમાડી પછી પિતે સ્વેચ્છાએ ભજન કરતા હતા; કોઈ સ્ત્રીઓ સહિત પિતાના અંગને વિલેપન કરતા હતા. સર્વ અર્થ જેમાં લીલામાત્રમાં પ્રાપ્ત થઈ શકે છે એવી ચક્રવતીની છાવણીમાં કઈ પણ માણસ પોતાને કટકમાં આવેલા માનતા ન હતા. - ત્યાં એક અહોરાત્ર નિર્ગમન કર્યા પછી પ્રાત:કાળે પ્રયાણ કર્યું અને તે દિવસે પણ એક જન ચાલનારા ચક્રની પાછળ ચક્રવતી પણ તેટલું જ ચાલ્યા. એ પ્રમાણે હંમેશાં એક યોજન પ્રમાણે ચક્રની પાછળ પ્રયાણ કરતા ચક્રવતી મગધતીથે પહોંચ્યા. ત્યાં પૂર્વ ૧૫ .