________________
પર્વ ૧ લું
૧૦૫
પ્રાણીઓ અહી નિર્વિર થઈને રહ્યા છે. આ સર્વનું કારણ તમારો અતુલ્ય પ્રભાવ છે.”
મહીપતિ ભરત એવી રીતે જગત્પતિની સ્તુતિ કરી અનુક્રમે પાછો ઓસરી સ્વર્ગપતિ ઈદ્રની પાછળ બેઠે. તીર્થનાથના પ્રભાવથી તે જનમાત્ર ક્ષેત્રની અંદર કેટાનુકટી પ્રાણીઓ નિરાબાધપણે સમાયા હતા. તે સમયે સર્વ ભાષાઓને સ્પર્શ કરનારી પાંત્રીશ અતિશયવાળી અને જનગામિની વાણીથી પ્રભુએ આ પ્રમાણે દેશના દેવા માંડી
આધિ, વ્યાધિ, જરા અને મૃત્યરૂપી સેંકડો વાળાએથી આકુળ એ આ સંસાર સર્વ પ્રાણીઓને દેદીપ્યમાન અગ્નિ જેવો છે, તેથી તેમાં વિદ્વાનોએ લેશમાત્ર પણ પ્રમાદ કરવો યુકત નથી, કેમકે રાત્રિએ ઉલ્લંઘન કરવાને યોગ્ય એવા મરુદેશમાં અજ્ઞાની એ પણ કોણ પ્રમાદ કરે? અનેક જીવાનિરૂપ આવર્તાવડે અકુળ એવા સંસારસમુદ્રમાં અટન કરતા જંતુઓને ઉત્તમ રત્નની પેઠે આ મનુષ્યજન્મ પ્રાપ્ત થ દુર્લભ છે. દેહદ પૂરવાથી જેમ વૃક્ષ ફળયુક્ત થાય તેમ પરલેકનું સાધન કરવાથી પ્રાણીઓને મનુષ્યજન્મ સફળ થાય છે. આ સંસારમાં શઠ લોકેની વાણીની પેઠે પ્રથમ મધુર અને પરિણામે અત્યંત દારૂણ વિષયો વિશ્વને ઠગનારા છે. ઘણી ઊંચાઈને અંત જેમ પડવામાં છે તેમ સંસારની અંદર વર્તતા સર્વ પદાર્થોના સગનો અંત વિયોગમાં છે. જાણે પરસ્પર સ્પર્ધાથી હેય તેમ આ સંસારમાં પ્રાણીઓને આયુષ, ધન અને યૌવન-એ સર્વ નાશવંત અને જવાની ત્વચાવાળા છે. મરુદેશમાં જેમ સ્વાદિષ્ટ જળ ન હોય તેમ આ સંસારની ચારે ગતિમાં કદાપિ સુખનો લેશ પણ નથી. ક્ષેત્રદેષથી દુઃખ પામતા અને પરમાધામીઓએ કલેશ પમાડેલા નારકીઓને તે કયાંથી જ સુખ હોય? શીત, વાત, આત૫ અને જળથી તેમજ વધ, બંધન અને સુધા વિગેરેથી વિવિધ પ્રકારે પીડા પામતા તિર્યંચોને પણ શું સુખ છે ? ગર્ભાવાસ, વ્યાધિ, જરા, દારિદ્ર અને મૃત્યુથી થતા દુખવડે આલિંગિત થયેલા મનુષ્યોને પણ કયાં સુખ છે? પરસ્પર મત્સર, આમર્ષ, કલહ તથા ચ્યવન વિગેરે દુઃખોથી દેવતાઓને પણ સુખને લેશ નથી; તથાપિ જળ જેમ નીચી જમીન તરફ જાય છે તેમ પ્રાણીઓ અજ્ઞાનથી વારંવાર આ સંસારની તરફ જ ચાલે છે; માટે હે ચેતના(જ્ઞાન)વાળા ભવિજનો ! દૂધવડે સર્પનું પોષણ કરવાની જેમ તમે પિતાના મનુષ્યજન્મવડે સંસારનું પોષણ કરશે નહીં. હે વિવેકીએ ! આ સંસારનિવાસથી ઉત્પન્ન થતાં અનેક દુઃખ વિચારીને સર્વ પ્રકારે મોક્ષને માટે યત્ન કરો. નરકના દુઃખ જેવું ગર્ભાવાસનું દુઃખ સંસારની પેઠે કયારે પણ મેક્ષમાં પ્રાપ્ત થતું નથી. કુંભીના મધ્યમાંથી આકર્ષણ કરતા નારકીને જીવની પીડા જેવી પ્રસવવેદના મોક્ષમાં ક્યારે પણ પ્રાપ્ત થતી નથી. બહાર અને અંદર ના ખેલા શલ્ય જેવા અને પીડાના કારણરૂપ એવા આધિ વ્યાધિઓ ત્યાં નથી. યમરાજની અગ્રદ્ધત, સર્વ પ્રકારના તેજને ચોરનારી તથા પરાધીનપણને ઉત્પન્ન કરનારી જરા પણ સર્વથા ત્યાં નથી અને નારકી, તિર્યંચ, મનુષ્ય તથા દેવતાઓની પેઠે ફરીથી ભવભ્રમણના કા૨ણુરૂપ એવું મરણ પણ મોક્ષમાં નથી. ત્યાં તો મહાઆનંદ, અદ્વૈત અને અવ્યય સુખ, શાશ્વત સ્થિતિ અને કેવળજ્ઞાનરૂપ સૂર્યવડે અખંડ જ્યોતિ છે. હંમેશાં જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી ત્રણ ઉજજવળ રત્નનું પાલન કરનાર પુરુષો જ એ મોક્ષને મેળવી શકે છે. તેમાં જીવાદિ તત્ત્વને સંક્ષેપથી અથવા વિસ્તારથી યથાર્થ અવબોધ તે સમ્યગૂ જ્ઞાન જાણવું. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય અને કેવલ એવા અન્વય સહિત ભેદથી તે જ્ઞાન પાંચ પ્રકારનું છે. તેમાં અવગ્રહાદિક ભેદેવાળું તથા બીજા બગ્રાહી, અબહુગ્રાહી ભેદેવાળું અને જે ઇંદ્રિય અનિંદ્રિયથી ઉત્પન્ન થાય છે તે મતિજ્ઞાન
૧૪