________________
૮૬
સગ ૩ જો
એક સ્રીએ નાભિકુમાર ઉપર ધાણી નાંખતી હતી, તે જાણે પોતાના પુણ્યબીજ નિરપણે વાવતી હોય તેવી જણાતી હતી; કેટલીએક સ્રીએ જાણે ભગવંતના કુળની સુહાસણા હોય તેમ‘ચિર’જીવ, ચિર' નંદ' એવી આશીષા આપતી હતી; અને કેટલીએક ચપલાક્ષી નગરનારીએ નિશ્ચલાક્ષી થઇને તેમજ મંગામિની શીઘ્રગામિની થઇને પ્રભુની પછવાડે જવા લાગી હતી તથા તેમને જોવા લાગી હતી.
હવે પોતાના મોટા વિમાનાથી પૃથ્વીતલને એક છાયાવાળું કરતા ચારે પ્રકારના દેવતાએ આકાશમાં આવવા લાગ્યા. તેમાં કેટલાએક ઉત્તમ દેવતાએ મન્નજળને વરસતા હાથીઓ લઈને આવતા હતા, તેથી જાણે તેએ આકાશને મેઘમય કરતા હોય તેવા જણાતા હતા; કેટલાએક દેવતાએ આકાશરૂપી ઉધમાં નાવરૂપ તુરંગા ઉપર બેસીને ચાબુકરૂપ નાવના દંડ સહિત જગત્પતિને જોવા આવતા હતા અને કેટલાએક દેવતાએ જાણે મૂર્તિ માન્ પવન હોય તેવા અતિવેગી રથમાં બેસી નાભિનદનને જોવા આવતા હતા; જાણે પરસ્પર વાહનેાની ક્રીડામાં દાવ રમવાની પ્રતિજ્ઞા કરી હોય તેમ તેઓ મિત્રની પણ રાહ જોતા નહાતા. પેાતાને ગામે પહોંચેલા વટેમાર્ગુની પેઠે ‘આ સ્વામી, આ સ્વામી એમ પરસ્પર ખેલતા તેઓ પોતાના વાહનને સ્થિર કરતા હતા.વિમાનરૂપી હવેલીએથી અને હાથી, ઘેાડા તથા રથાથી આકાશમાં જાણે બીજી વિનીતાનગરી વી હોય તેમ જણાતુ હતુ. સૂર્યાં અને ચદ્રોથી વી...ટાયેલા માનુષાત્તર પતની પેઠે જગત્પતિ અનેક દેવતા અને અને મનુષ્યાથી વીંટાઈ રહ્યા હતા. તેમની બંને બાજુએ ભરત અને બાહુબલિ સેવા કરતા હતા, તેથી બંને તટથી સમુદ્ર શાલે તેમ તે શાભતા હતા. હસ્તીઓ જેમ પોતાના ચૂથને અનુસરે તેમ બીજા અઠ્ઠાણું વિનીત પુત્રા પ્રભુની પાછળ ચાલતા હતા. માતા મરુદેવા, પત્ની સુનંદા ને સુમંગલા, પુત્રી બ્રાહ્મી ને સુંદરી અને બીજી સ્ત્રીઓ, જાણે હિમક સહિત પદ્મિનીએ હાય તેમ અશ્રુ સહિત પ્રભુની પછવાડે ચાલતી હતી. એ રીતે જાણે પૂર્વ જન્મવાળુ' સર્વાર્થસિદ્ધ વિમાન હોય તેવા સિદ્ધાર્થ નામના ઉદ્યાનમાં જગત્પત્તિ પધાર્યા. ત્યાં મમતા રહિત ધનુષ્ય જેમ સંસારથી ઉતરે તેમ નાભિકુમાર શિખિકા૨ત્નમાંથી અશેાક વૃક્ષ નીચે ઉતર્યા અને કષાયની પેઠે તેમણે વસ્ત્ર, માલ્ય અને આભૂષણા તત્કાળ તજી દીધાં. તે વખતે ઈંદ્ર પાસે આવી જાણે ચંદ્રના કિરણાથી જ વણેલુ હોય તેવુ' ઉજજવળ અને ઝીણુ' દેવદૃષ્ય વસ્ત્ર પ્રભુના સ્કંધ ઉપર આરોપણ કર્યું.
પછી ચૈત્ર માસના કૃષ્ણપક્ષની અષ્ટમીને દિવસે ચ'દ્ર ઉત્તરાષાઢા નક્ષત્રમાં આવ્યા હતા તેવે સમયે દિવસના પાછલા પહેારે જય જય શબ્દના કેટલાહલના મિષથી જાણે હર્ષાગાર કરતા હોય તેવા અસંખ્ય દેવતા અને મનુષ્યા સમક્ષ જાણે ચાર દિશા એને પ્રસાદ આપવાના મનવાળા હોય તેમ પ્રભુએ ચાર મુષ્ટિથી પોતાના કેશને લુચિત કર્યા. પ્રભુના કેશને સૌધર્મ પતિએ પોતાના વસ્ત્રના છેડામાં ગ્રહણ કર્યા, તેથી જાણે એ વસ્રને જુદા વર્ણના તંતુવડે મડિત કરતા હોય એમ જણાતુ હતું. પ્રભુએ પાંચમી મુષ્ટિથી બાકીના કેશના લાચ કરવાની ઇચ્છા કરી, એટલે ઈંદ્ર પ્રાથના કરી કે ‘ હે સ્વામિન્ ! હવે તેટલી કેશવઠ્ઠી રહેવા ઘો, કેમકે જ્યારે પવનથી ઊડીને તે તમારા સુવણૅના જેવી કાંતિવાળા ખભાના ભાગ ઉપર આવે છે ત્યારે મરકત મણિના જેવી શાલે છે.' પ્રભુએ યાચના સ્વીકારીને તેટલી કેશવઠ્ઠી ને તેવી રીતે જ રહેવા દીધી; કેમકે સ્વામીએ પાતાના એકાંત ભક્તોની યાચનાનુ ખંડન કરતા નથી. સૌધર્મ પતિએ તે કેશને ક્ષીરસમુદ્રમાં નાંખી આવીને ર'ગાચાર્ય (સૂત્રધાર)ની પેઠે મુષ્ઠિસંજ્ઞાથી વાજિંત્રાનુ નિવારણ કર્યું, એટલે કર્યાં છે છઠ્ઠુ તપ જેમણે