________________
૯૨
સગ ૩ જે
મર્યાદા સ્થાપના કરી કે “જે દુર્મદવાળા પુરુષે જિનેશ્વર, જિનેરૌત્ય, ચરમશરીરી અને કાસગે રહેલા કોઈ પણ મુનિને પરાજય કે ઉલ્લંઘન કરશે તેઓને લક્ષ્મી જેમ આલ
સ્યયુક્ત પુરુષોને તજે તેમ વિદ્યાઓ તત્કાળ તજી દેશે. વળી જે વિદ્યાધર પોતાની સ્ત્રીને મારી નાંખશે અને ઈરછા ન કરનારી પરસ્ત્રી સાથે રમશે તેને પણ વિદ્યાઓ તત્કાળ છોડી દેશે.” ના ગપતિએ એ મર્યાદા ઊંચે સ્વરે કહી સંભળાવીને તે યાવચંદ્રદીવાકર રહે તેટલા માટે તેને રત્નભિત્તિની પ્રશતિમાં લેખિત કરી. પછી નમિવિનમિ બંનેને વિદ્યાધરના રાજાપણે પ્રસાદ સહિત સ્થાપતિ કરી બીજી કેટલીક વ્યવસ્થા કરી ને ગપતિ અંતર્ધાન થયા.
પોતપોતાની વિદ્યાઓના નામથી વિદ્યાધરની સોળ નિકાચ ( જાતિ ) થઈ. તેમાં ગૌરી વિદ્યાથી ગીરેય થયા. મન વિદ્યાથી મનુ થયા. ગાંધારી વિદ્યાથી ગાંધાર થયા, માનવી વિદ્યાથી માનવ થયા, કૌશિકી વિદ્યાથી કૌશિકી થયા. ભ્રમિતુડ વિદ્યાથી ભૂમિ/ડક થયા, મૂલવીય વિદ્યાથી મૂલવીયંક થયા, શંકુકા વિદ્યાથી શંકુક થયા. પાંડુકી વિદ્યાથી પાંડુક થયા. કાળી વિદ્યાથી કાલીકેય થયા, શ્વપાકી વિદ્યાથી શ્વપાક થયા, માતંગી વિદ્યાથી માતંગ થયા. પાર્વતી વિદ્યાથી પાર્વત થાય, વંશાલયા વિદ્યાથી વંશાલય થયા, પાંસુમૂલ વિદ્યાથી પાંસમલક થયા અને વૃક્ષમૂલ વિદ્યાથી વૃક્ષમૂલ થયા. એ સેળ નિકાચના બે ભાગ કરીને નમિ અને વિનમિ રાજાએ આઠ આઠ વિભાગ ગ્રહણ કર્યા. પોતપોતાની નિકાસમાં પોતાની કાયાની પેઠે ભક્તિથી તેઓએ વિદ્યાધિપતિ દેવતાનું સ્થાપન કર્યું. નિત્ય વૃષભસ્વામીની મૂર્તિની પૂજા કરનારા તેઓ ધમને બાધા ન આવે તેવી રીતે કાળ નિર્ગમન કરતાં દેવતા સદેશ ભેગ ભેગવવા લાગ્યા. જાણે બીજા શક્ર ને ઈશાન ઈદ્રો હોય તેમ તેઓ બંને કઈ કઈ વખત જ બદ્રીપની જગતિના જળકટકને વિષે કાંતાઓ સહિત કીડા કરતા હતા. કઈ વખત સુમેરુ પર્વ ત ઉપરના નંદનાદિક વનોમાં પવનની પેઠે ઈચ્છાપૂર્વક આનંદ સહિત વિહાર કરતા હતા, કોઈ વખતે શ્રાવકની સંપત્તિનું એ જ ફળ છે એમ ધારી નંદીશ્વરાદિ તીર્થોમાં શાશ્વત પ્રતિમાનું અર્ચન કરવાને જતા હતા, કેઈ વખતે વિદેહાદિ ક્ષેત્રોમાં શ્રી અહ“તના સમવસરણની અંદર જઈને પ્રભુની વાણીરૂપ અમૃતનું પાન કરતા હતા અને, હરણ જેમ કાન ઊંચા કરીને ગાયને સાંભળે તેમ કઈ વખતે ચારણમુનિઓ પાસેથી તેઓ ધર્મદેશના સાંભળતા હતા. સમકિત અને અક્ષીણ ભંડારને ધારણ કરનારા તેઓ વિદ્યાધરોથી આવૃત્ત થઈને ત્રણ વર્ગ, (ધર્મ, અર્થ અને કામ)ને બાધા ન આવે તેવી રીતે રાજ્ય કરતા હતા. હું
' કચ્છ અને મહાકછ જેઓ રાજતાપસ થયા હતા તેઓ ગંગા નદીના દક્ષિણ તટ ઉપર મૃગની પેઠે વનચર થઈને ફરતા હતા અને જાણે જગમ વૃક્ષે હોય તેમ વંટકલ વસ્ત્રથી તેઓ શરીરનું આછાદન કરતા હતા. વમન કરેલા અન્નની પેઠે ગૃહસ્થાશ્રમના આહારનો તેઓ સ્પર્શ પણ કરતા નહોતા. ચતુર્થ અને છડ઼ વિગેરે તપવડે ધાતુન શોષણ થવાથી ઘણુ કશ થયેલું તેમનું શરીર ખાલી પડેલી ધમણની ઉપમાને ધારણ કરતું હતું.' પારણને દિવસે પડી ગયેલાં અને ભૂમિ ઉપર પડી ગયેલાં પાંદડા અને ફળાદિકનું અશન કરી ભગવાનનું હૃદયમાં ધ્યાન કરતા ત્યાં જ રહ્યા હતા. - ભગવાન ઋષભસ્વામી આર્ય અનાર્ય દેશમાં મૌનપણે વિચરતા હતા. એક વર્ષ પર્યત નિરાહારપણે રહેલા પ્રભુએ વર્ષપ્રાંતે વિચાર્યું કે “દીપક જેમ તેલવડે જ બળે છે અને વૃક્ષ જેમ બળથી જ ટકે છે તેમ પ્રાણીઓનાં શરીર આહારથી જ રહે છે. તે આહાર પણ બેતા ળીશ દોષ રહિત હોય તે સાધુએ માધુકરી વૃત્તિથી ભિક્ષા વડે યોગ્ય અવસરે ગ્રહણ: - ૧ મધુકર-ભ્રમર જેમ અનેક પુષ્પો ઉપર બેસી જરા જરા રસ ચુસી પોતાની તૃપ્તિ કરે પણ પુણોને કલામણા ન ઉપજાવે તેમ મુનિ પણ અનેક ઘરેથી થોડે થોડો આહાર ગ્રહણ કરે. ગૃહસ્થને પીડાકારી ન થાય તેવી વૃત્તિ તે માધુકરી વૃત્તિ સમજવી.