________________
પર્વ ૧ લું ઉત્તર ભાગની મધ્ય સીમારૂપ તે પર્વત ઉત્તર દક્ષિણ પચાસ જન વિશાળ છે. પૃથ્વીમાં સવા છ જન રહેલો છે અને પૃથ્વી ઉપર પચીશ જન ઊંચો છે. જાણે બાહુ પ્રસારિત
ર્યા હોય તેમ હિમાલયે ગંગા અને સિંધુ નદીથી તેનું આલિંગન કર્યું છે. ભરતાર્ધની લક્ષ્મીના વિશ્રામને માટે કીડાઘર હોય તેવી ખંડપ્રભા અને તમિસ્રા નામની ગુફાઓ તેની અંદર આવેલી છે. ચૂલિકા વડે જેમ મેરુપર્વત શેભે છે તેમ શાશ્વત પ્રતિમા યુક્ત સિદ્ધાયતન ફૂટથી તે પર્વત અભૂત શોભાવાળે દેખાય છે. જાણે નવીન કંઠાભરણ હોય તેવાં વિવિધ રત્નમય અને દેવતાઓના લીલા સ્થાનરૂપ નવા શિખરોને તેણે ધારણ કર્યા છે. દક્ષિણ અને ઉત્તર બાજુએ વીશ યેજન ઊંચે જાણે વસ્ત્રો હોય તેવી વ્યંતરની બે નિવાસણિએ તે પર્વત ઉપર રહેલી છે. મૂળથી ચૂલિકા પર્યત મનોહર સુવર્ણની શિલામય તે પર્વત, જાણે સ્વર્ગનું એક પાદકટક (પગનું આભરણ—કડું) પૃથ્વી ઉપર પડયું હોય તેવું જણાય છે. પવને ચલાયમાન કરેલ વૃક્ષની શાખારૂપ પ્રજાઓથી જાણે દૂરથી બેલાવતા હોય એવા તે શૈતાઢય પર્વત ઉપર નમિ તથા વિનમિ આવી પહોંચ્યા.
નમિરાજાએ પૃથ્વીથી દશ જન ઊંચે તે પર્વત ઉપર દક્ષિણ શ્રેણિએ પચાસ નગર વસાવ્યા. કિન્નર પુરુષોએ જ્યાં પ્રથમ ગાયન કરેલું છે એવું બાહુકેતુ, પુંડરીક, હરિકેતુ, સેતકેતુ, સપરિકેતુ, શ્રીબાહુ, શ્રીગૃહ, લેહાગલ, અરિજય, સ્વર્ગલીલા, વજાગલ, વાવિક, સહીસારપુર, જયપુર, સુકૃતમુખી, ચતુર્મુખી, બહુમુખી, રતા, વિરતા, આ ખંડલપુર, વિલાસનિપુર, અપરાજિત, કાંચદામ, અવિનય, નભ:પુર, ક્ષેમંકર, સહચિન્હપુર, કુસુમપુરી, સજયંતી, શક્રપુર, જયંતી, વૈજયંતી, વિજયા, ક્ષેમંકરી, ચંદ્રભાસપુર, રવિભાસપુર, સપ્તભૂતલાવાસ, સુવિચિત્ર, મહાઘપુર, ચિત્રકૂટ, ત્રિકૂટ, વૈશ્રવણકૂટ, શશિપુર, રવિપુર, વિમુખી, વાહની, સુમુખી, નિત્યદ્યોતિની અને રથનૂપુરચક્રવાલ એવાં તે નગર અને નગરીઓનાં નામ રાખ્યાં. એ પચાસ નગરની મધ્યમાં આવેલ ( રથનું પુરચક્રવાલ) નગરમાં નમિએ નિવાસ કર્યો.
ધરણેન્દ્રના શાસનથી ઉત્તર શ્રેણિમાં તેવી જ રીતે વિનમિએ તત્કાળ સાઠ નગર વસાવ્યા. અજુની, વાણી, બૈરિસંહારિણી, કેલાશવારુણ, વિદ્યુદ્વીપ, કિલિકિલ, ચારૂચૂડામણિ, ચંદ્રભાભૂષણ, વંશવત, કુસુમસૂલ, હંસગર્ભ, મેઘક, શંકર, લક્ષ્મીહણ્ય, ચામર, વિમલ, અસુમત્કૃત, શિવમંદિર, વસુમતી, સર્વસિદ્ધસ્તુત, સર્વશત્રુંજય, કેતુમાલાંક, ઈદ્રકાંત, મહાનંદન, અશોક, વીતશોક, વિશક, સુખાક, અલકતિલક, નભસ્તિલક, મંદિર, કુમુદકુંદ, ગગનવભ, યુવતીતિલક, અવનીતિલક, સાંધર્વ, મુક્તાહા૨ અનિમિષવિષ્ટપ, અગ્નિવાલા. ગુરૂજવાલા, શ્રીનિકેતપુર, નયશ્રીનિવાસ, રત્નકુલિશ, વસિષ્ઠાશ્રય, પ્રવિણજ્ય, સભદ્રક, ભદ્રાશયપુર, ફેનશિખર, ગેલીરવરશિખર, વૈર્યક્ષોભશખર, ગિરિશિખર, ધરણી, વારુણી, સુદર્શનપુર, દુર્ગ, દુદ્ધ, મહેદ્રવિજય, સુગંધિની, સુરત, નાગપુર અને રત્નપુર એ નામનાં સાઠ નગર અને નગરીઓની મધ્યમાં પ્રધાન રૂપે રહેલા ગગનવઠ્ઠભ નામના નગરમાં ધરણંદ્રની આજ્ઞાથી વિનમિએ નિવાસ કર્યો. વિદ્યાધરની મહતુ ઋદ્ધિવાળી તે બંને શ્રેણિ જાણે તેની ઉપર રહેલ વ્યંતર શ્રેણિના પ્રતિબિંબ હેય તેવી શુભતી હતી. તેઓએ બીજા અનેક ગામ અને શાખાનગ૨ (પરાં) કર્યા અને સ્થાન ગ્યતા પ્રમાણે કેટલાએક ૦ પદ પણ રથાપ્યાં. જે જે જનપદથી લાવીને ત્યાં માણસને વસાવ્યા તે તે નામથી ત્યાં દેશ કર્યા. એ સર્વ નગરમાં હૃદયની પેઠે સભાની અંદર નમિ તથા વિનમિએ નાભિનંદનને સ્થાપતિ કર્યા. વિદ્યારે વિદ્યાથી દુર્મદ થઈને દુર્વિનયી ન થાય તે માટે ધરણેકે એવી