________________
પવ ૧ લું
મંદિર હોય અને અંગવાળાં જાણે અર્થશાસ્ત્ર હોય તેવા-શુક્રાદિકની જેવા ઘણા મંત્રીઓથી તે આવૃત્ત થયો હતો; જાણે ગુપ્ત પાંખોવાળા ગરુડો હોય તેવા જગતને ઉલ્લંઘન કરવામાં વેગવંત-ચોતરફ ઊભેલા લા તુરંગથી તે દીપ હતા. ઝરતા મદજલની વૃષ્ટિથી જાણે નિઝરણવાળા પર્વતે હોય તેવા પૃથ્વીની રજ શાંત કરનારા ઊંચા હસ્તીઓથી તે શુભ હતા અને જાણે પાતાળકન્યાઓ હોય તેવી સૂર્યને નહીં જેનારી વસંતશ્રી વિગેરે અંતઃપુરની સ્ત્રીઓ પણ તેમની આસપાસ તૈયાર થઈ ઊભી હતી. તેની બે બાજુએ ઊભેલી ચામરધારી વીરાંગનાઓ વડે તે રાજહંસ સહિત ગંગા યમુનાએ સેવેલ પ્રયાગ જેવો જણાતો હતો. તેના મસ્તક ઉપર મનહર ત છત્ર રહેલું હતું, તેથી પૂર્ણિમાની અર્ધ રાત્રિના ચંદ્રવડે જેમ પર્વત શેભે તેમ તે શોભતો હતો, દેવનંદી (ઇંદ્રનો પ્રતિહાર) જેમ ઈંદ્રને તેમ સુવર્ણની છડીવાળો પ્રતિહાર તેની આગળ માર્ગને બતાવતે ચાલતું હતું. જાણે શ્રીદેવીના પુત્ર હોય તેવાં રત્નાભરણથી ભૂષિત થયેલા નગરના અસંખ્ય શાહુકારે અશ્વારૂઢ થઈ તેની પછવાડે ચાલવાને તૈયાર થઈ રહ્યા હતા અને પર્વતની શિલાના પૃષ્ટ ઉપર જેમ યુવાન સિંહ બેસે તેમ ઈંદ્રની પેઠે બાહુબલિ રાજા ભદ્ર જાતિના શ્રેષ્ઠ હસ્તીના સ્કંધ ઉપર આરૂઢ થયે હતો. ચૂલિકાથી જેમ મેરુ પર્વત શોભે તેમ મસ્તકમાં તરંગિત કાંતિવાળા રત્નમય મુગટથી તે વિરાજમાન હતું, તેના મુખની શેભાએ જીતેલા જ બુદ્વીપના બે ચંદ્રો જાણે તેની સેવા કરવાને આવ્યા હોય તેવાં મુક્તામય કુંડળ તેણે ધારણ કર્યા હતાં. લક્ષ્મીના મંદિરરૂપ હૃદય ઉપર સ્થૂલ મુક્તા -મણિમય હાર તેણે પહેર્યો હતો, તે જાણે તે મંદિરને કિલ્લે હોય તેવો લાગતો હતો; હસ્તના મૂલમાં જાતિવંત સુવર્ણના બે બાજુબંધ પહેર્યા હતા, તેથી જાણે ભુજારૂપી વૃક્ષને નવીન લતાથી વેષ્ટિતા કરીને દઢ કર્યા હોય એમ જણાતું હતું; હસ્તના મણિબંધ (કાંડા) ઉપર મુક્તામણિનાં બે કંકણે ધર્યા હતાં, તે લાવણ્યરૂપી સરિતાના તીર ઉપર રહેલા ફીણ જેવાં જણાતાં હતાં અને કાંતિથી આકાશને પલ્લવિત કરનારી બે મુદ્રિકા તેણે પહેરી હતી તે જાણે સર્પની ફણાના જેવી ભાવાળા હાથના બે મોટા મણિઓ હોય તેવી શેભતી હતી. અંગ ઉપર તેણે સૂક્ષમ અને વેત વસ્ત્ર ધારણ કર્યું હતું, પણ શરીર પર કરેલા ચંદનના વિલેપનથી તેને ભેદ જણાતો નહોતો. પૂર્ણિમાનો ચંદ્ર જેમ ચંદ્રિકાને ધારણ કરે તેમ ગંગાના તરંગસમૂહની સ્પર્ધા કરનાર સુંદર વસ્ત્ર તેણે ચોતરફ ધારણ કર્યું હતું. જાતજાતની ધાતુમય સમીપ રહેલી ભૂમિથી જેમ પર્વત શોભે તેમ વિચિત્ર વર્ણથી સુંદર એવા અંદરના વસ્ત્રથી તે શોભતે હતો. જાણે લક્ષમીને આકર્ષણ કરવારૂપ ક્રીડા કરવાનું તીક્ષ્ણ શસ્ત્ર હોય તેવા વજને તે મહાબાહુ પિતાના હાથમાં ફેરવત હતા અને બંદીલ કો જય જય શબ્દથી દિશામુખને પૂરતા હતા. આવી રીતે બાહુબલિ રાજા ઉત્સવપૂર્વક સ્વામીના ચરણથી પવિત્ર થયેલા ઉપવન નજીક આવ્યું. પછી જેમ આકાશથી ગરુડ ઉતરે તેમ હસ્તી ઉપરથી ઉતરી. છત્રાદિકનો ત્યાગ કરી બાહુબલિએ ઉદ્યાનમાં પ્રવેશ કર્યો. ત્યાં તેણે ચંદ્ર રહિત આકાશ જેવું અને અમૃત રહિત સુધાકુંડ જેવું પ્રભુ વિનાનું ઉદ્યાન જોયું. મેટી ઈચ્છાવાળા તેણે “નેત્રને આનંદદાયક ભગવંત કયાં છે?’ ઉદ્યાનપાલકોને પૂછવા માંડયું. તેઓએ કહ્યું—“રાત્રિની પેઠે પ્રભુ પણ કાંઈક આગળ ચાલ્યા ગયા. અમને ખબર પડ્યા પછી અમે આપને કહેવા આવતા હતા તેવામાં આપ અહીં પધાર્યા.” એ વૃત્તાંત સાંભળી તક્ષશિલા નગરીને અધિપતિ બાહુબલિ હડપચીએ હાથ મૂકી નેત્રમાં અશ્રુયુક્ત થઈ ખેદ કરતે ચિંતા કરવા લાગ્યા અરે ! આજે હું પરિજન સહિત સ્વામીની પૂજા કરીશ” ૧૩