________________
૯૪
સ ૩ જો
લેાકમાં માત્ર અનુકંપાથી સર્વને આજીવિકાના ઉપાયરૂપ કર્મો બતાવ્યાં છે, દીક્ષા ગ્રહણ કરવાની ઇચ્છાવાળા જેમણે ભરત વિગેરેને અને તમને પણ પાતાની શેષા (પ્રસાદી) ની પેઠે આ ભૂમિ આપી છે અને જેણે સ સાવદ્ય વસ્તુના પરિહાર કરી અષ્ટક રૂપી મહાપકને શેષણ કરવા માટે ગ્રીષ્મના આતપરૂપ તપને સ્વીકાર્યું છે, ત ઋષભદેવ પ્રભુ નિઃસંગ-મમતા રહિત નિરાહારપણે પોતાના પાદસચારથી પૃથ્વીને પવિત્ર કરતા વિચરે છે. તેઓ સૂર્યના આતપથી ઉદ્વેગ પામતા નથી અને છાંયાથી ખુશી થતા નથી, પરંતુ પ તની પેઠે બન્નેમાં સમાનભાવ રાખે છે. જાણે વ કાયવાળા હોય તેમ શીતમાં વિરક્ત થતા નથી. ઉષ્ણુમાં આસક્ત થતા નથી અને જ્યાં ત્યાં રહે છે. સંસારપી હસ્તીમાં કેશરીસિહ સમાન તે પ્રભુ યુગમાત્ર દૃષ્ટિ કરતા, એક કીડી પણ પીડા ન પામે તેવી રીતે પાદસ'ચાર કરે છે. પ્રત્યક્ષ નિર્દેશ કરવાને યાગ્ય અને ત્રણ જગતના દેવ-તે તમારા પ્રપિતામહુ ભાગ્યયેાગે અહીં આવી ચડયા છે. ગાવાળની પછવાડે જેમ ગાયા દોડે તેમ પ્રભુની પછવાડે દોડનારા સર્વ પૌરજનેાના આ મધુર કાલાહલ છે.
પ્રભુને આવેલા સાંભળી તત્કાળ તે યુવરાજ પાળાઓનું પણ ઉલ્લંઘન કરીને પગે ચાલતા દોડડ્યો. યુવરાજને છત્ર અને ઉપાન રહિત દોડતા જોઇને જાણે તેની છાયા હોય તેમ તેની સર્વ સભા પણ છત્ર તથા ઉપાન તજી દઇને દોડી. સ'ભ્રમથી યુવરાજના કુંડળ ચપલ થતા હતા તેથી જાણે શ્રેયાંસ પુનઃ સ્વામીની પાસે બાળલીલા આચરતા હોય તેમ શેાભતા હતા. પોતાના ગૃહાંગણમાં આવેલા પ્રભુના ચરણકમલમાં આળોટી ભ્રમરના ભ્રમને ઉત્પન્ન કરનારા પેાતાના કેશાથી તેણે માન કર્યું. તેણે ઊઠીને જગત્પતિને ત્રણ પ્રદક્ષિણા કરી. જાણે હર્ષાશ્રુથી પ્રક્ષાલન કરતા હોય તેમ ચરણમાં નમસ્કાર કર્યા અને પછી ઉભા થઇ પૂર્ણિમાના ચંદ્રને જેમ ચકાર જુએ તેમ પ્રભુના મુખકમલનું અવલેાકન કરવા લાગ્યા. ‘આવે વેશ મે કયાંક જોયા છે’ એમ ચિંતવતા તેને વિવેકવૃક્ષના બીજરૂપ જાતિસ્મરણુ ઉત્પન્ન થયું અને જાણ્યું કે “પૂર્વે પૂવિદેહ ક્ષેત્રમાં ભગવત વજ્રનાભ નામે ચક્રવતી હતા ત્યારે હું તેના સારથી હત અને તે જ ભવમાં સ્વામીના વજ્રસેન નામે પિતા હતા તેમને આવા તી કરના ચિહ્નવાળા મે જોયા હતા. વજ્રનાભે વસેન તીર્થંકરના ચરણ સમીપે દીક્ષા લીધી ત્યારે મેં પણ એમની સાથે દીક્ષા લીધી હતી. તે વખતે વસેન અ`તના મુખથી મેં સાંભળ્યું હતું કે-આ વજ્રનાભ ભરતખંડમાં પ્રથમ તીર્થંકર થશે. સ્વય’પ્રભાદિકના ભામાં મે એમની સાથે જ ભ્રમણ કર્યું હતું. તેએ હાલ મારા પ્રતિામહપણે વર્તે છે, તેમને મેં ભાગ્યચાગે આજે દીઠા. તે પ્રભુ આજે જાણે સાક્ષાત્ મેાક્ષ હોય તેમ સર્વ જગતના અને મારા અનુગ્રહ કરવા પધાર્યા છે.’” તે આમ વિચારે છે એવામાં કોઇએ આવીને નવીન ઈન્નુરસથી સંપૂર્ણ ભરેલા ઘડાઓ હ પૂ ક શ્રેયાંસકુમારને ભેટ કર્યા, એટલે (જાતિસ્મરણ જ્ઞાનથી) નિર્દોષ ભિક્ષા દેવાના વિધિને જાણનારા તેણે પ્રભુને કહ્યુ “હે ભગવન્ ! આ કલ્પનીય રસ ગ્રહણ કરો.' પ્રભુએ અજલિ જોડી હસ્તરૂપી પાત્ર તેની આગળ ધર્યું; એટલે તેણે ઈક્ષુરસના કુંભા લઈ લઈને તેમાં ખાલી કરવા માંડથા. ભગવાનના હસ્તપાત્રમાં ઘણા રસ સમાયા, પણ શ્રેયાંસના હૃદયમાં તેટલા હર્ષ સમાયા નહી.. સ્વામીની અંજલિમાં આકાશે જેની શિખા લગ્ન થયેલી છે એવે રસ જાણે ઠરી ગયા હેાય તેમ સ્થભિત થઈ ગયા; કેમકે તી કરો અચિંત્ય પ્રભાવવાળા હોય છે, પ્રભુએ તે રસથી પારણુ કર્યું. અને સુર, અસુર તથા મનુષ્યેાના નેત્રાએ તેમના દર્શનરૂપી અમૃતથી પારણું કર્યું. તે સમયે જાણે શ્રેયાંસના શ્રેય (કલ્યાણુ)ની ખ્યાતિ કરનારા ચારણ ભાટ હોય તેમ આકાશમાં પ્રતિનાદથી વૃદ્ધિ પામેલા દુંદુભિ ધ્વનિ કરવા લાગ્યા. મનુષ્યનાં નેત્રના આનંદાશ્રુની વૃષ્ટિની સાથે આકા