________________
સર્ગ ૨ જે ગુંજારવથી રૂદન કરતી હોય તેમ જણાતી હતી. કેઈ સ્ત્રી મલિકાને ચુંટીને જતી હતી, તેવામાં તેનું વસ્ત્ર તેમાં ભરાતા તે ઊભી રહી, તેથી જાણે “તું બીજે જ નહીં.' એમ કહી તેને તે વારતી હોય એમ જણાતું હતું. કેઈ સ્ત્રી ચંબલીને ચુંટવા જતી હતી તેવામાં તેમાં પડતા એવા ભ્રમરાએ તેને અધર ઉપર ડંસ દીધે, તે જાણે તેને આશ્રય ભંગ કરવાને કાધે કરીને જ હોય એમ જણાતું હતું. કેઈ સ્ત્રી પોતાની ભુજારૂપી લતાને ઊંચી કરીને તેની ભુજાના મૂળભાગને જેનારા પુરુષોના મનની સાથે ઊંચે રહેલા પુષ્પોનું હરણ કરતી હતી: નવીન પુષ્પના ગુરછોને હાથમાં રાખવાથી પુષ્પ ચુંટનારી સ્ત્રીઓ જાણે જંગમ વલ્લીઓ હોય તેવી શોભતી હતી, વૃક્ષની દરેક શાખાઓમાં પુષ્પ ચુંટવાના કુતુહલથી સ્ત્રીઓ વળગી રહી હતી, તેથી જાણે તે વૃક્ષો સ્ત્રીરૂપી ફળવાળાં થયાં હોય તેવાં જણાતાં હતાં. કોઈ પુરુષે પિતે જ મલ્લિકાની કળિયે ચુંટીને પોતાની પ્રિયા માટે મોતીના હાર જેવું સર્વ અંગનું આભરણ કર્યું હતું કેઈએ કામદેવના ભાથાની પેઠે પિતાની પ્યારીના કેશપાશને ખીલેલાં પુષ્પથી પૂર્યો હતે; કઈ ઈંદ્રના ધનુષની પેઠે પાંચે વર્ણના પુષ્પથી પોતાને હાથે ગુંથેલી માળા આપીને પોતાની પ્રિયાને સંતેષ પમાડતું હતું અને કઈ પુરુષ પોતાની પ્રિયાએ લીલાથી નાંખેલા પુષ્પના દડાને દાસ જેમ પાછો આપે તેમ પોતાના હાથથી પાછો આપતે હતો. કેટલીએક મૃગલોચના હિંચકા ઉપર અલન કરવાથી ગમનાગમનવડે અપરાધવાળા પતિઓને જેમ પાદપ્રહાર કરે તેમ વૃક્ષના અગ્રભાગની ઉપર પોતાના પગથી પ્રહાર કરતી હતી, અને હિંચકા ઉપર બેઠેલી કેઈ નવેઢા સુંદરી તેના સ્વામીના નામને પૂછતી એવી સખીઓના લતા પ્રહારને લજજાથી પિતાનું મુખ મુદ્રિત કરીને સહન કરતી હતી. કેઈ પુરુષ સન્મુખ રહેલી બીકણ સ્ત્રીની સાથે બેસીને ગાઢ આલિંગનની ઈચ્છાથી હિંચકાને ગાઢ રીતે અલન કરતું હતું અને કેટલાકએક યુવાન રસિકે ઉદ્યાનવૃક્ષની દરેક શાખાઓમાં બાંધેલા હિંચકાને લીલાવડે આંદોલન કરતા સતા વાંદરાની જેવી શોભા આપતા હતા.
આવી રીતે ત્યાં નગરના લોકો ખેલતા હતા તે જોઈને “આવી ક્રીડા કેઈ બીજે ઠેકાણે પણ મેં જોઈ છે” એમ પ્રભુ વિચારવા લાગ્યા. એવું વિચારતાં અવધિજ્ઞાનવડે પોતે પૂર્વે ઉત્તરોત્તર ભેગવેલ યાવત્ અનુત્તર વિમાનના સુખ પર્યત સર્વ સુખ સ્મરણમાં આવ્યાં. ફરીથી ચિંતવતા તેમનું મેહબંધન ગળી ગયું અને વિચારવા લાગ્યા કે “અરે! આ વિષયથી આક્રાંત થયેલા લોકોને ધિક્કાર છે કે જેઓ પિતાના આત્મહિતને જાણતા જ નથી, અહો ! આ સંસારરૂપી કૃપમાં અરઘટ્ટાટિ યંત્રના ન્યાયવડે જતુએ પોતાના કર્મથી ગમનાગમનની ક્રિયા કરે છે. મેહથી અંધ થયેલા પ્રાણીના જન્મને ધિક્કાર છે કે જેમને જન્મ, સુઇ ગયેલાની જેમ રાત્રિ વ્યર્થ ચાલી જાય તેમ વ્યર્થ વીતી જાય છે. ઉંદર જેમ વૃક્ષને છેદી નાખે તેમ રાગ, દ્વેષ અને મોહ ઉદ્યમવંત પ્રાણીઓના ધર્મને પણ મૂળમાંથી છેદી નાંખે છે. અહીં ! મુગ્ધ લોકો વડના વૃક્ષની પેઠે ધ વધારે છે કે જે કે પિતાના વધારનારનું મૂળથી જ ભક્ષણ કરે છે. હાથી ઉપર ચડેલા મહાવતોની પેઠે માન ઉપર ચડેલા મનુષ્ય મર્યાદાનું ઉલ્લંઘન કરી કેઈને પણ ગણતા નથી, દુરાશય પ્રાણીઓ કૌંચના બીજની શીંગના જેવી ઉપતાપ કરનારી માયાને છોડતા નથી, અને તષદકથી જેમ દૂધ બગડે છે અને કાજલથી જેમ ઉજજવળ વસ્ત્ર મલિન થાય છે, તેમ લેભથી પ્રાણ પિતાના નિર્મળ ગુણગ્રામને દૂષિત કરે છે. જયાં સુધી સંસારરૂપી કારાગૃહમાં પહેરેગીરની પેઠે એ ચાર કષા પાસે રહીને જાગતા હોય છે, ત્યાં સુધી પુરુષોને મોક્ષ કળ્યાંથી પ્રાપ્ત થાય? અહો ! જાણે ભૂત વળગેલું હોય તેમ અંગનાના આલિંગનમાં વ્યગ્ર થયેલા પ્રાણીઓ પોતાના ક્ષીણ થતા આત્માને જાણતા નથી! કોઈ માણસ ઔષધથી