________________
પર્વ ૧ લું જેમ સિંહને આરોગ્ય ઉત્પન્ન કરે તેમ માણસે જુદા જુદા પ્રકારના આહારથી પિતાના મેળે જ પોતાના આત્માને ઉન્માદન ઉત્પન્ન કરે છે. (સિંહને આરોગ્ય ઉત્પન્ન કરવાથી તે જેમ આરોગ્યતા કરનારના જ પ્રાણ લે, તેમ આહારદિવડે નીપજાવેલો ઉન્માદ પિતાને જ ભવભ્રમણને માટે થાય છે.) “ આ સુગંધી કે આ સુગંધી ? હું કયું ગ્રહણ કરું ?” એમ વિચારો પ્રાણ તેમાં લંપટ થઈ, મૂઢ બની, ભ્રમરની પેઠે ભમે છે અને કદાપિ સુખને પ્રાપ્ત કરતા નથી. રમકડાથી બાળકને છેતરે તેની પેઠે ફક્ત તે વખતે જ મનહર લાગનારી રમણિક વસ્તુઓથી લોકો પોતાના આત્માને જ છેતરે છે. નિદ્રાળુ પુરુષ જેમ શાસના ચિંતનથી ભ્રષ્ટ થાય તેમ હંમેશ વેગ અને વીણાના નાદમાં કર્ણ દઈને પ્રાણી પોતાના સ્વાર્થથી ભ્રષ્ટ થાય છે. એક સાથે જ પ્રબળ થયેલા વાત, પિત્ત અને કફની પેઠે પ્રબળ થયેલા વિષયોથી પોતાના રૌતન્યને લુપ્ત કરી નાખે છે, તેથી તેને ધિક્કાર છે.”
આવી રીતે જે વખતે પ્રભુનું હૃદય સંસાર સંબંધી વૈરાગ્યની ચિંતાસંતતિના તત વડે વ્યાપ્ત થઈ ગયું, તેજ વખતે સારસ્વત, આદિત્ય, વહિ, અસણુ, ગતય, તુષિતાશ્વ અવ્યાબાધ, મફત અને શિષ્ટ એ નવ પ્રકારના બ્રહ્મ નામે પાંચમા દેવલોકને અંતે વસનારા લોકાંતિક દેવતાઓ પ્રભુના ચરણ સમીપે આવી બીજા મુગટ જેવી મસ્તકે પદ્મકશ સદશ અંજલિ જેડી આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરવા લાગ્યા- “ઈંદ્રના ચૂડામણિ (મુગટ)ની કાંતિરૂપ જળમાં જેમના ચરણ મન થયા છે એવા અને ભરતક્ષેત્રમાં નષ્ટ થયેલા મોક્ષમાર્ગને બતાવવામાં દીપક સમાન એવા હે પ્રભુ! તમે જેમ લેકની આ સર્વ વ્યવસ્થા પ્રથમ પ્રવર્તાવી તેમ હવે ધર્મતીર્થને પ્રવર્તાવા અને તમારા કૃત્યનું સ્મરણ કરે.’ એવી રીતે દેવતાઓ પ્રભુને વિજ્ઞપ્તિ કરીને બ્રહ્મ દેવલોકમાં પોતપોતાના સ્થાન પ્રત્યે ગયા અને દીક્ષાની ઈચ્છાવાળા પ્રભુ પણ તત્કાળ નંદનોદ્યાનમાંથી પોતાના રાજમહેલ તરફ પધાર્યા.
ॐ इत्याचार्यश्रीहेमचंद्रसूरिविरचिते त्रिषष्टिशलाकापुरुषचरित्रे महाकाव्ये हो . प्रथमपर्वणि भगवजन्मव्यवहारराज्यस्थितिप्रकाशनो
નામ દ્રિતીયઃ સ . ૨
6