________________
પર્વ ૧ લું
ওও પેઠે સંબ્રમથી ઠેકવા લાગ્યા; હસાવનારા વૈહાસિક હોય તેમ કોઈ સર્વ માણસોને હસાવવા લાગ્યા અને કઈ પ્રતિહારની પેઠે લોકોને દૂર ખસેડવા લાગ્યા. આવી રીતે હર્ષ થી ઈમાદી થયેલા દેવતાઓએ જેમને ભક્તિ બતાવી છે એવા અને પોતાની બંને બાજુએ રહેલી સુમંગલા અને સુનંદાથી શોભતા એવા પ્રભુ દિવ્ય વાહનમાં બેસી સ્વસ્થાને ગયા. સંગીતને સમાપ્ત કરી જેમ રંગાચાર્ય પિતાને સ્થાને જાય તેમ આ પ્રમાણે વિવાહ મહોત્સવને નિવૃત્ત કરી સ્વર્ગપતિ ઇદ્ર પણ સ્વસ્થાને ગયા. સ્વામીએ બતાવેલી વિવાહની રીતિ ત્યારથી લોકમાં પ્રવતી, કેમકે મોટા લોકોની સ્થિતિ પરને માટે જ હોય છે.
હવે અનાસક્ત એવા પ્રભુ બંને પત્ની સાથે ભોગ ભોગવવા લાગ્યા. કેમકે તે સિવાય પૂર્વના શાતા વેદનીય કર્મનો ક્ષય પણ થતું નથી. વિવાહામંતર પ્રભુએ તે પત્નીએની સાથે જરા ન્યૂન છ લક્ષ પૂર્વ સુધી વિલાસ કર્યો. તે સમયે બાહુ અને પીઠના જીવ સર્વાર્થસિદ્ધ વિમાનથી ચવીને સુમંગલાની કુક્ષિમાં યુગ્મરૂપે ઉત્પન્ન થયા અને સુબાહુ તથા મહાપીઠના જીવ પણ તે જ સર્વાર્થસિદ્ધ વિમાનથી ચ્યવીને તેવી જ રીતે સુનંદાની કુક્ષિમાં ઉત્પન્ન થયા. સુમંગલાએ મરુદેવાની પેઠે ગર્ભના માહાભ્યને સૂચવનારા ચતુર્દશ મહાસ્વપ્ન જોયા. દેવીએ પ્રભુને તે સ્વપ્નો નિવેદિત કર્યા એટલે પ્રભુએ કહ્યું- તમારે ચક્રવતી પુત્ર થશે;” સમય આવતાં પૂર્વ દિશા જેમ સૂર્ય અને સંધ્યાને જન્મ આપે તેમ સુમંગલાએ પિતાની કાંતિથી દિશાઓને પ્રકાશ કરનારા ભારત અને બ્રાહ્મી એ બે અપત્યને જન્મ આપ્યું અને વર્ષાઋતુ જેમ મેઘ અને વિદ્યુતને જન્મ આપે તેમ સુનંદાએ સુંદર આકૃતિવાળા બાહુબલિ અને સુંદરીને જન્મ આપ્યો. પછી સુમંગલાએ વિદૂર પર્વતની ભૂમિ જેમ રને ઉત્પન્ન કરે તેમ અનુક્રમે પુત્રના ઓગણપચાસ જેડલા (૯૮ પુત્રો)ને ઉત્પન્ન કર્યા–જન્મ આપ્યું. વિંધ્યાદ્રિમાં હાથીના બાળકોની પેઠે મહાપરાક્રમી અને ઉત્સાહી એવા તે બાળક આમતેમ રમતા અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. જેમ ઘણી શાખાઓથી મોટું વૃક્ષ શોભે તેમ તે અપત્યથી ચોતરફ વીંટાયેલા ઋષભસ્વામી શોભવા લાગ્યા.
તે સમયે પ્રાતઃકાળે જેમ દીપકનું તેજ હણાઈ જાય તેમ કાળદોષથી કલ્પવૃક્ષોનો પ્રભાવ હણાવા (ઓછો થવા) લાગ્યો. અશ્વથ્ય ના મના વૃક્ષોમાં જેમ લાખના કણ ઉત્પન્ન થાય, તેમ જુગલીઆમાં ક્રોધાદિક કષાયે શનૈઃ શનૈઃ ઉત્પન્ન થવા લાગ્યા અને સ જેમ ત્રણ પ્રકારના પ્રયત્નવિશેષને ન ગણે તેમ જુગલીઆ હાકાર, માકાર અને ધિક્કાર એ ત્રણ પ્રકારની નીતિનું ઉલ્લંઘન કરવા લાગ્યા. તેથી જુગલીઆઓએ એકઠા થઈ પ્રભુ પાસે આવી અસમંજસ બનતા સર્વ બના નિવેદન કર્યા. તે સાંભળીને ત્રણ જ્ઞાન ધરાવનારા જાતિસ્મરણવાન પ્રભુએ કહ્યું-લોકમાં જેઓ મર્યાદાનું ઉલઘન કરે છે તેઓને શિક્ષા કરનારા રાજા હોય છે, તેને પ્રથમ ઊંચા આસન ઉપર બેસાડી અભિષેક કરવામાં આવે છે, તેમજ તે ચતુરંગ સૈન્યવાળે અને અખંડિત શાસનવાળે હોય છે.” ત્યારે તેઓએ કહ્યું-“સ્વામિન્ ! તમે અમારા રાજા થાઓ; અમારી ઉપેક્ષા તમારે કરવી ન જોઈએ, કેમકે અમારામાં આપની સદશ બીજે કઈ જોવામાં આવતો નથી પ્રભુએ કહ્યું- તમે ઉત્તમ એવા નાભિ કુળકર પાસે જઈને પ્રાર્થના કરે, તે તમને રાજા આપશે, તેઓ એ તે પ્રમાણે નાભિ કુળકરની પાસે જઈ યાચના કરી એટલે કુળકરમાં અગ્રણી એવા નાભિએ કહ્યું-“ઋષભ તમારો રાજા થાઓ.” પછી સર્વ જુગલીઆઓ હર્ષ પામી પ્રભુની પાસે આવી કહેવા લાગ્યા-નાભિ કુલકરે તમને જ અમારા રાજ ઠરાવ્યા છે.” એમ કહી
૧. વિદૂષક.